IND vs NZ, 2nd T20 : ટીમ ઈન્ડિયાને બીજી ટી-20માં જીત મેળવી, સીરીઝ 1-1થી બરાબર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની બીજી મેચ લખનઉમાં રમાશે. આ માટે બંને ટીમો ઘણો પરસેવો પાડી રહી છે.

gujarati.abplive.com Last Updated: 29 Jan 2023 10:34 PM
શ્રેણીમાં 1-1થી બરાબરી કરી

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, શ્રેણીમાં 1-1થી બરાબરી કરી. ભારત માટે શુભમન ગિલ અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા. આ દરમિયાન શુભમન 11 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 9 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ઈશાન કિશને 32 બોલમાં 19 રન બનાવ્યા હતા. ઈશાને પણ 2 ચોગ્ગા ફટકાર્યા હતા. રાહુલ ત્રિપાઠી 18 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર રન આઉટ થયો. તેણે 9 બોલનો સામનો કરીને 10 રન બનાવ્યા હતા. સુંદરે પણ બાઉન્ડ્રી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 99 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમે 19.5 ઓવરમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવી લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો. 

ભારતીય ટીમને ત્રીજો ઝટકો લાગ્યો

ભારતીય ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે. રાહુલ ત્રિપાઠી 13 રન બનાવી આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાએ 11 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 51 રન બનાવી લીધા છે.

ભારતનો સ્કોર 9.1 ઓવરમાં 46 રન

ભારતીય ટીમને જીત માટે 100 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારતે 9.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 46 રન બનાવી લીધા છે. સૂર્યકુમાર યાદવ અને રાહુલ ત્રિપાઠી હાલ મેદાનમાં છે. 

ભારતને જીત માટે 100 રનનો ટાર્ગેટ

ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને જીત માટે 100 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી માત્ર 99 રન બનાવી શકી. ભારતીય બોલરોએ ખૂબ જ શાનદાર બોલિંગ કરી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી મિચેલ સેન્ટનરે સૌથી વધુ 19 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદિપ સિંઘે 2 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા, સુંદર, ચહલ, હુડ્ડા અને કુલદિપ યાદવને 1-1 વિકેટ મળી હતી. 

ન્યૂઝીલેન્ડની ટીમે 83 રનમાં 8 વિકેટ ગુમાવી

ન્યૂઝીલેન્ડની ટીમે 83 રનમાં 8 વિકેટ ગુમાવી છે. ટીમે 18.2 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 88 રન બનાવ્યા છે. સેન્ટનર અને જેકોબ હાલ મેદાન પર છે. 

ન્યૂઝીલેન્ડની ટીમે 60 રનમાં 5 વિકેટ ગુમાવી

ન્યૂઝીલેન્ડની ટીમે 60 રનમાં 5 વિકેટ ગુમાવી છે. હાલમાં ન્યૂઝીલેન્ડની ટીમે 15.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 74 રન બનાવી લીધા છે. બ્રેસવેલ અને સેન્ટનર હાલ મેદાનમાં રમી રહ્યા છે. 

ન્યૂઝીલેન્ડની ટીમે 4 વિકેટ ગુમાવી

ન્યૂઝીલેન્ડની ટીમે 10.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 52 રન બનાવ્યા છે. માર્ક ચેપમેન અને બ્રેસવેલ હાલ મેદાનમાં છે. ચહલે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. 

ન્યૂઝીલેન્ડની ટીમને બીજો ઝટકો

ન્યૂઝીલેન્ડની ટીમને બીજો ઝટકો લાગ્યો છે. ડેવોન કોન્વે માત્ર 11 રન બનાવી આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડની ટીમે 4.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 29 રન બનાવી લીધા છે. 

ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ ઝટકો

ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે. ફિન એલન 11 રન બનાવી આઉટ થયો છે. ટીમ ઈન્ડિયા તરફથી ચહલે ભારને પ્રથમ સફળતા અપાવી છે. 

ન્યૂઝીલેન્ડે 21 રન બનાવી લીધા

ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટીંગ કરતા 3 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વગર 21 રન બનાવી લીધા છે. ફિન એલન અને ડેવોન કોન્વે હાલ મેદાન પર છે. 

ભારત પ્લેઇંગ 11

આજની મેચમાં ભારતની પ્લેઈંગ 11 આ પ્રમાણે છે - શુભમન ગિલ, ઈશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ

ન્યુઝીલેન્ડ પ્લેઈંગ 11

આજની મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીત્યો હતો. ન્યુઝીલેન્ડની આજની પ્લેઈંગ 11: ફિન એલન, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, ડેરેલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, જેકબ ડફી, બ્લેર ટિકનર

ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો, બેટિંગ કરશે

ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે બીજી T20I મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની મેચના અમ્પાયર કેએન અનંતપદ્મનાભન, નીતિન મેનન, જયરામન મદનગોપાલ અને રેફરી જવાગલ શ્રીનાથ છે.

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મેદાનમાં પહોંચ્યા, ટૂંક સમયમાં થશે ટોસ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર બીજી T20 મેચનો ટોસ ટુંક સમયમાં જ થશે. આ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ મેદાન પર પહોંચી ગયા છે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs NZ, 2nd T20, Ekana Sports City Stadium: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની બીજી મેચ લખનઉમાં રમાશે. આ માટે બંને ટીમો ઘણો પરસેવો પાડી રહી છે. ભારતને શ્રેણીની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તે લખનઉમાં જીત મેળવીને શ્રેણીમાં પરત ફરવા માંગશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ શ્રેણી પર કબજો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જો કે તે તેના માટે સરળ રહેશે નહીં. લખનઉમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જોરદાર ટક્કર આપતા જોવા મળી રહ્યા છે.


રાંચીમાં રમાયેલી T20 મેચમાં ભારતને 21 રને હારનો સામનો કરવો પડ્યો હતો. વોશિંગ્ટન સુંદરે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અડધી સદી ફટકારવાની સાથે તેણે વિકેટ પણ લીધી હતી. ટીમ ઈન્ડિયા રાંચીમાં હાર છતાં પ્લેઈંગ ઈલેવનમાં કદાચ કોઈ ફેરફાર નહીં કરે. રાંચી મેચની પ્લેઈંગ ઈલેવન સાથે ન્યુઝીલેન્ડ પણ મેદાનમાં ઉતરી શકે છે.


લખનઉમાં ટીમ ઈન્ડિયાનો T20 રેકોર્ડ સારો રહ્યો છે. ભારતે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અહીં શ્રીલંકાને 62 રને હરાવ્યું હતું. આ મેચમાં ઈશાન કિશને 56 બોલમાં 89 રન બનાવ્યા હતા. તેણે 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ અય્યરે પણ અણનમ અડધી સદી ફટકારી હતી. તેણે 28 બોલનો સામનો કરીને 57 રન બનાવ્યા હતા. અય્યરની ઇનિંગ્સમાં 5 ફોર અને 2 સિક્સ સામેલ હતી. ભારતે 199 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 137 રન જ બનાવી શકી હતી.


સંભવિત પ્લેઇંગ ઈલેવન:


ભારત - ઈશાન કિશન (wk), શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (c), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ


ન્યુઝીલેન્ડ - ફિન એલન, ડેવોન કોનવે (wk), માર્ક ચેપમેન, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર (c), માઈકલ બ્રેસવેલ, જેકબ ડફી, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.