નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે મુંબઇમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચનો ત્રીજા દિવસનો પૂર્ણ થઇ ગયો છે. ભારત આ ટેસ્ટ મેચમાં જીતથી પાંચ વિકેટ દૂર છે. દિવસના અંતે ન્યૂઝિલેન્ડે બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 140 રન બનાવી લીધા છે. જ્યારે ન્યૂઝિલેન્ડને જીતવા માટે 400 રનની જરૂર છે. આ અગાઉ ટીમ ઇન્ડિયાએ ન્યૂઝિલેન્ડને જીતવા માટે 540 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝિલેન્ડ તરફથી દિવસના અંતે હેનરી નિકોલસ 36 અને રચિન રવિન્દ્ર 2 રને રમતમાં છે.







આ અગાઉ ત્રીજા દિવસની શરૂઆતમાં ભારતે ગઇકાલના 69 રનથી દિવસની શરૂઆત કરી હતી. ટીમ ઇન્ડિયાની પ્રથમ વિકેટ 107 રને પડી હતી. ત્યારબાદ પૂજારા આઉટ થયો હતો. પૂજારા અડદી સદી પૂરી શક્યો નહોતો. વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 144 બોલમાં 82 રનની ભાગીદારી થઇ હતી. ગિલ 47 રન પર આઉટ થયો હતો જ્યારે ઐય્યર પણ 14 રન બનાવી એઝાઝનો શિકાર બન્યો હતો. કોહલી પણ 36 રન બનાવી આઉટ થયો હતો.


રિદ્ધિમાન સહા અને અક્ષર પટેલે છઠ્ઠી વિકેટ માટે 21 રનની ભાગીદારી કરી હતી. સહા 13 રન પર આઉટ થયો હતો. અક્ષર પટેલે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 26 બોલમાં 41 રન ફટકાર્યા હતા.