IND vs NZ 3rd Test Day 2 Live: મુંબઈ ટેસ્ટમાં ભારતની પકડ મજબૂત, ન્યુઝીલેન્ડે 9 વિકેટ ગુમાવી, સ્પિનરોનો રહ્યો દબદબો
IND vs NZ 3rd Test Live Score: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટનો આજે બીજો દિવસ છે. અહીં તમને આ મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
મુંબઈ ટેસ્ટનો બીજો દિવસ ભારતના નામે રહ્યો હતો. ન્યૂઝીલેન્ડે બીજા દાવમાં 9 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. ટીમે 143 રનની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરી અને 4 વિકેટ લીધી. રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી હતી. આકાશ દીપ અને વોશિંગ્ટન સુંદરને 1-1 વિકેટ મળી હતી.
અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આભાર.
ન્યુઝીલેન્ડની નવમી વિકેટ પડી. મેટ હેનરી 10 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ટીમે 43.3 ઓવરમાં 171 રન બનાવી લીધા છે. ન્યુઝીલેન્ડે 143 રનની લીડ મેળવી લીધી છે.
ન્યૂઝીલેન્ડે 40 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા છે. મેટ હેનરી 8 રન બનાવીને રમી રહ્યો છે. એજાઝ પટેલ 1 રન બનાવીને રમી રહ્યો છે. ટીમે 134 રનની લીડ મેળવી લીધી છે.
ન્યુઝીલેન્ડની આઠમી વિકેટ પડી. વિલ યંગ અડધી સદીની ઇનિંગ બાદ આઉટ થયો હતો. તેણે 100 બોલનો સામનો કરીને 51 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. અશ્વિને યંગને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.
ન્યુઝીલેન્ડે 122 રનની લીડ મેળવી લીધી છે. ટીમે 39 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા છે.
ન્યુઝીલેન્ડની સાતમી વિકેટ પડી. ઈશ સોઢી 8 રન બનાવીને આઉટ થયો હતો. 14 બોલનો સામનો કરીને તેણે એક ચોગ્ગો ફટકાર્યો. રવિન્દ્ર જાડેજાએ સોઢીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
ન્યૂઝીલેન્ડે 38 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા છે.
ન્યૂઝીલેન્ડે 34 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા છે. વિલ યંગ 41 રન બનાવીને રમી રહ્યો છે. ઈશ સોઢી હજુ ખાતું ખોલાવી શક્યો નથી.
ન્યુઝીલેન્ડની છઠ્ઠી વિકેટ પડી. ગ્લેન ફિલિપ્સ 14 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 સિક્સર અને 1 ફોર ફટકારી હતી. અશ્વિને ફિલિપ્સને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
ન્યૂઝીલેન્ડે 103 રનની લીડ મેળવી લીધી છે. ટીમે 32.5 ઓવરમાં 131 રન બનાવ્યા છે.
ન્યુઝીલેન્ડની પાંચમી વિકેટ પડી. બ્લંડેલ 4 રન બનાવીને આઉટ થયો હતો. જાડેજાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડનો સ્કોર 100 રન પર પહોંચી ગયો છે. વિલ યંગ 36 રન બનાવીને રમી રહ્યો છે.
ન્યુઝીલેન્ડને મોટો ફટકો પડ્યો છે. ડેરીલ મિશેલ 21 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ટીમે 28 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 98 રન બનાવી લીધા છે.
ન્યૂઝીલેન્ડે 26 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 90 રન બનાવી લીધા છે. ટીમે 62 રનની લીડ મેળવી લીધી છે. વિલ યંગ 30 રન બનાવીને રમી રહ્યો છે. ડેરીલ મિશેલ 21 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 46 રનની ભાગીદારી પૂર્ણ થઈ છે.
ન્યૂઝીલેન્ડે 24 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 85 રન બનાવ્યા છે. તેણે 57 રનની લીડ પણ મેળવી લીધી છે. વિલ યંગ 28 રને અને મિશેલ 18 રને રમી રહ્યા છે.
ન્યૂઝીલેન્ડે 21 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 72 રન બનાવી લીધા છે. વિલ યંગ 20 રન બનાવીને રમી રહ્યો છે. ડેરીલ મિશેલ 13 રન બનાવીને રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયા વિકેટની શોધમાં છે.
આકાશદીપે પ્રથમ ઓવરમાં ટોમ લાથમને આઉટ કર્યો હતો. પ્રથમ અમ્પાયરે લાથમને આકાશદીપના બોલ પર એલબીડબ્લ્યુ આઉટ આપ્યો હતો, પરંતુ ડીઆરએસ દ્વારા લાથમને બચાવી લેવામાં આવ્યો હતો. પછીના જ બોલ પર આકાશદીપે તેને ક્લીન બોલ્ડ કર્યો. કિવી ટીમની પ્રથમ વિકેટ માત્ર બે રનમાં પડી ગઈ હતી.
મુંબઈ ટેસ્ટના પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયા 263 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી શુભમન ગિલે સૌથી વધુ 90 રન બનાવ્યા હતા. જ્યારે રિષભ પંતે 60 રન બનાવ્યા હતા. અંતમાં વોશિંગ્ટન સુંદરે 38 રનની અણનમ ઇનિંગ રમી હતી. ન્યુઝીલેન્ડ તરફથી એજાઝ પટેલે 5 વિકેટ ઝડપી હતી. કિવી ટીમ પ્રથમ દાવમાં માત્ર 235 રન જ બનાવી શકી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ 28 રનની લીડ મેળવી લીધી છે.
ભારતની આઠમી વિકેટ 227 રન પર પડી હતી. ટીમ ઈન્ડિયા હજુ પણ કિવી ટીમથી આઠ રન પાછળ છે. શુભમન ગિલ સદી ફટકારવાનું ચૂકી ગયો. તે 90 રન બનાવી આઉટ થયો હતો. એજાઝ પટેલે ગીલને પેવેલિયન મોકલ્યો હતો. હવે વોશિંગ્ટન સુંદર અને રવિચંદ્રન અશ્વિન ક્રિઝ પર છે. ભારતીય ટીમ કોઈક રીતે 50 રનની લીડ હાંસલ કરવા ઈચ્છશે.
સરફરાઝ ખાન શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો છે. એજાઝ પટેલે સરફરાઝના રૂપમાં તેનો ત્રીજો શિકાર બનાવ્યો હતો.
ભારતને છઠ્ઠો ફટકો પડ્યો છે. રવિન્દ્ર જાડેજા 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. જાડેજા ગ્લેન ફિલિપ્સનો શિકાર બન્યો હતો.
રિષભ પંતે માત્ર 36 બોલમાં અડધી સદી ફટકારી છે. અત્યાર સુધીમાં તેણે 7 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે. શુભમન ગિલ પણ 69 બોલમાં 55 રન બનાવી રહ્યો છે. તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 159 રન થઈ ગયો છે.
ભારતે 23 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં હજુ પણ 127 રન પાછળ છે. શુભમન ગીલે 39 અને રિષભ પંતે 15 રન બનાવ્યા છે. તેમની ભાગીદારી 24 રન સુધી પહોંચી ગઈ છે.
બ્રેકગ્રાઉન્ડ
India vs New Zealand 3rd Test Mumbai: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વાનખેડે, મુંબઈ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટનો પ્રથમ દિવસ ખૂબ જ રોમાંચક રહ્યો હતો. પ્રથમ દિવસે કુલ 14 વિકેટ પડી હતી. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 235 રનમાં ઓલ આઉટ કરી દીધી હતું. આ પછી દિવસની છેલ્લી 10 મિનિટમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી. ભારતીય ટીમ આજે તેના ગઈકાલના 86/4ના સ્કોરથી આગળ શરૂ કરશે. રોહિત એન્ડ કંપની હાલમાં કિવી ટીમથી 149 રન પાછળ છે.
પહેલા દિવસની રમત પૂરી થવાના લગભગ 10 મિનિટ પહેલા ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 78 રન હતો, પરંતુ ભારતીય ટીમે અચાનક ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં યશસ્વી જયસ્વાલ 30, મોહમ્મદ સિરાજ 00 અને વિરાટ કોહલી 04ની વિકેટ સામેલ છે. વિરાટ એક રન બનાવવાના પ્રયાસમાં રનઆઉટ થયો હતો.
મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમ 235 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ માટે ડેરિલ મિશેલે સૌથી મોટી ઇનિંગ રમી અને 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા. ત્રીજા નંબરે આવેલા વિલ યંગે પણ શાનદાર ઇનિંગ રમી હતી. વિલ યંગના બેટમાંથી 71 રન આવ્યા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયા તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી. આ સિવાય વોશિંગ્ટન સુંદરે 4 વિકેટ પોતાના નામે કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -