India vs New Zealand Match preview: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ઇકાના સ્ટેડિયમમાં બીજી ટી20 મેચ રમાશે. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ (IND vs NZ) ફરી એકવાર આમને સામને ટકરાશે. આજની મેચ અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાશે, અહીંની પીચને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. જાણો આજની કરો યા મરો મેચમાં શું રહેશે પીચનો મિજાજ.


આજની મેચ ઇકાના સ્પૉર્ટ્સ સિટી સ્ટેડિયમ લખનઉમાં રમાશે, અહીં ટૉસની શું ભૂમિકા રહેશે, ટૉસ જીતીને અહીં પહેલા બેટિંગ કે ફિલ્ડિંગ શું કરવું ફાયદાકારક રહેશે, શું છે આજે પીચનો મિજાજ, જાણો અહીં.... 


શું છે લખનઉની પીચનો મિજાજ ?
લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 5 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. અહીં દરેક વખતે પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે. આ બધી જીત કંઈક અંશે એકતરફી રહી છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે આ વિકેટ પર પ્રથમ બેટિંગ કરનાર ટીમને વધુ મદદ મળી રહી છે. જો કે બીજી ઇનિંગ્સમાં ઝાકળ બોલરોને મુશ્કેલીમાં મુકી શકે છે. આવી સ્થિતિમાં કેપ્ટન માટે ટોસ જીત્યા બાદ કોઈ નિર્ણય લેવો આસાન નહીં હોય. 


બન્ને ટીમોનો ફૂલ ટી20 સ્ક્વૉડ  -


ભારતીય ટીમની ફૂલ સ્ક્વૉડ -
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, જિતેશ શર્મા (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શૉ, મુકેશ કુમાર.


ન્યૂઝીલેન્ડ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઇકલ બ્રાસવેલ, ડેન ક્લીવર, ડેવૉન ડૉન્વે, શેન ડફી, લૂકી ફર્ગ્યૂસન, બેન લિસ્ટર, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ રિપન, હેનરી શિપ્લી, ઇશ સોઢી, બ્લેયર ટિકનેર.


ટી20 સીરીઝ શિડ્યૂલ - 
- પ્રથમ ટી20, JSCA આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, રાંચી, ઝારખંડ 
- બીજી ટી20, ઇકાના સ્પૉર્ટ્સ સીટી સ્ટેડિયમ, લખનઉ, ઉત્તરપ્રદેશ 
- ત્રીજી ટી20, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ, ગુજરાત


 


 



--