Mohammed Shami's ODI World Cup Record: મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 5 વિકેટ લીધી હતી. જો કે, આ સમયગાળા દરમિયાન, તે ODI વર્લ્ડ કપની બીજી હેટ્રિક ચૂકી ગયો. પરંતુ તેણે 50 ઓવરની ટૂર્નામેન્ટમાં બીજી વખત 5 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમી 2023 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે ધર્મશાલામાં રમાઈ રહેલી મેચમાં રમી રહ્યો છે અને પહેલી જ મેચમાં તેણે કમાલ કરી છે અને કપિલ દેવ જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.
શમી ભારત માટે વર્લ્ડ કપમાં બે વખત સૌથી વધુ 5 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બની ગયો છે. આ અગાઉ, તે ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ કપિલ દેવ, વેંકટેશ પ્રસાદ રોબિન સિંહ, આશિષ નેહરા અને યુવરાજ સિંહ સાથે વર્લ્ડ કપમાં એકવાર 5 વિકેટ ઝડપનારા બોલરોમાં સામેલ હતો. પરંતુ હવે તે ટૂર્નામેન્ટમાં બે વખત 5 વિકેટ લેનારો પ્રથમ બોલર બની ગયો છે.
શમીએ 2019 ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ સામે ODI વર્લ્ડ કપમાં તેની પ્રથમ 5 વિકેટ ઝડપી હતી. તેમાં તેણે 54 રન ખર્ચ્યા અને 5 વિકેટ લીધી. આજે ન્યુઝીલેન્ડ સામે ભારતીય પેસરે 69 રનમાં 5 વિકેટ ઝડપી હતી. આજે શમીએ વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, મિશેલ સેન્ટનર અને મેટ હેનરીને પોતાનો શિકાર બનાવ્યો હતો.
વર્લ્ડ કપમાં શમીના આંકડા
મેચ - 12
વિકેટ- 36
સરેરાશ- 15.02
સ્ટ્રાઈક રેટ- 17.6
ઈકોનોમી- 5.09
વર્લ્ડ કપમાં સૌથી વધુ 5 વિકેટ ઝડપનાર ભારતીય બોલર
2 વખત- મોહમ્મદ શમી
1 વખત- કપિલ દેવ
1 વખત- વેંકટેશ પ્રસાદ
1 વખત- રોબિન સિંઘ
1 વખત- આશિષ નેહરા
1 વખત- યુવરાજ સિંહ.
ન્યુઝીલેન્ડ 273 રન સુધી મર્યાદિત હતું
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો
ધર્મશાલા મેદાનમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમ 50 ઓવરમાં 273 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે ચોથા નંબર પર બેટિંગ કરતા ડેરિલ મિશેલે 127 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી સૌથી વધુ 130 રન બનાવ્યા હતા. આ સાથે રચિન રવિન્દ્રએ 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 75 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી.