IND vs PAK Asia Cup 2022: ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું, હાર્દિક પંડ્યાએ રમી શાનદાર ઈનિંગ

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ વૉલ્ટેજ મેચને લઇને માહોલ ગરમાયો છે. તમામ ટિકીટો વેચાઇ ગઇ છે, અને સ્ટેડિયમ ફૂલ થઇ ગયુ છે, બન્ને

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 28 Aug 2022 11:54 PM
હાર્દિકની વિનિંગ સિક્સર

હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરમાં વિનિંગ સિક્સર ફટકારીને ભારતને શાનદાર જીત અપાવી હતી. ભારતે 19.4 ઓવરમાં જ 148 રનનો સ્કોર ચેજ કરી લીધો હતો.

ભારતને 18 બોલમાં 32 રનની જરુર

17 ઓવર બાદ ભારતનો સ્કોર 116 રન પર 4 વિકેટ છે. હાલ હાર્દિક 14 રન સાથે અને જાડેજા 24 રન સાથે રમતમાં છે. ભારતને 18 બોલમાં 32 રનની જરુર છે.

ભારતનો સ્કોર 100 રનને પાર

15.3 ઓવરના અંતે ભારતનો સ્કોર 100 રન પર પહોંચ્યો છે. 8 રન સાથે હાર્દિક અને 21 રન સાથે જાડેજા હાલ રમતમાં છે.

સૂર્યકુમાર યાદવ બોલ્ડ થયો

સૂર્યકુમાર યાદવ નસીમ શાહના બોલ પર બોલ્ડ થયો છે. સુર્યકુમારે 18 બોલમાં 18 રન બનાવ્યા છે. હાલ ભારતનો સ્કોર 89 રન પર 4 વિકેટ.

ભારતનો સ્કોર 77 રન

12 ઓવરના અંતે ભારતનો સ્કોર 77 રન પર 3 વિકેટ. હાલ જાડેજા 15 અને સુર્યકુમાર 10 રન સાથે રમતમાં છે.

વિરાટ કોહલી આઉટ

મો.નવાઝના બોલ ઉપર વિરાટ કોહલી 34 બોલમાં 35 રન બનાવી આઉટ થયો છે. હાલ 9.1 ઓવરના અંતે ભારતનો સ્કોર 53 રન પર 3 વિકેટ છે. હાલ સુર્યકુમાર અને જાડેજા રમતમાં.

રોહિત શર્મા આઉટ

રોહિત શર્મા 12 રન બનાવીને મો. નવાઝના બોલ પર આઉટ થયો છે. હાલ ભારતનો સ્કોર 51 રન પર 2 વિકેટ. અત્યારે રવિન્દ્ર જાડેજા અને કોહલી રમતમાં છે

ભારતના 50 રન પુર્ણ

ટીમ ઈન્ડીયાનો સ્કોર 7.4 ઓવરના અંતે 50 રન પર પહોંચી ગયો છે. હાલ રોહિત 12 અને કોહલી 33 રન સાથે રમતમા છે.

5 ઓવરના અંતે સ્કોર

5 ઓવરના અંતે ભારતનો સ્કોર 29 રન પર 1 વિકેટ છે. હાલ કોહલી 24 અને રોહિત 4 રન સાથે રમતમાં છે.

ભારતને પ્રથમ ઝટકો

ભારત માટે ઓપનિંગ કરવા ઉતરેલ કે.એલ રાહુલ નસીમ શાહનો શિકાર બન્યો હતો અને ખાતુ ખોલ્યા વગર પવેલિયન પરત ફર્યો હતો.

પાકિસ્તાન થયું ઓલ આઉટ

19મી ઓવરમાં ભુવનેશ્વર કુમારે 2 વિકેટ ઝડપ્યા બાદ, અંતિમ ઓવરમાં અર્શદીપ સિંહે પાકિસ્તાનની 10મી વિકેટ ઝડપી હતી. આમ પાકિસ્તાને 19.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા.

હાર્દિકની બોલિંગનો કમાલ

હાર્દિક પંડ્યાએ ભારતને સતત ત્રીજી સફળતા અપાવતાં પાક. બેટ્સમેન ખુશદીલ શાહને 2 રન પર આઉટ કર્યો છે. હાલ પાકિસ્તાનનો સ્કોર 98 રન પર 5 વિકેટ.

હાર્દિકની બીજી વિકેટ

હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરતાં પાકિસ્તાનની બીજી વિકેટ ઝડપી છે. પાકિસ્તાનનો બેટ્સમેન 43 રન બનાવી આઉટ થયો છે. હાલ પાકિસ્તાનનો સ્કોર 14.1 ઓવરના અંતે 96 રન પર 4 વિકેટ.

હાર્દિક પંડ્યાએ વિકેટ ઝડપી

પાકિસ્તાનના બેટ્સમેન ઈફ્તિખાર અહેમદ હાર્દિક પંડ્યાના બોલ પર દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો છે. ઈફ્તિખાર 28 રન બનાવી આઉટ થયો. પાકિસ્તાનનો સ્કોર 12. 1 ઓવરના અંતે 87 રન પર 3 વિકેટ.

10 ઓવરના અંતે સ્કોર

10 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 68 રન પર 2 વિકેટ છે. ઈફ્તિખાર 16 રન અને રિઝવાન 29 રન સાથે રમતમાં છે.

ફખર ઝમાન આઉટ

અવેશ ખાનના બોલ પર ફખર ઝમાન 10 રન બનાવીને દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો છે. હાલ પાકિસ્તાનનો સ્કોર 42 રન પર 2 વિકેટ.

5 ઓવરના અંતે સ્કોર

5 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 30 રન પર 1 વિકેટ છે. ઝમાન 9 રન અને રિઝવાન 9 રન સાથે રમતમાં છે.

ભારતને મળી પ્રથમ સફળતા

ભારતન મોટી સફળતા મળી છે. બાબર આઝમ 10 રન બનાવીને ભુવનેશ્વર કુમારના બોલ પર અર્શદીપના હાથે કેચ આઉટ થયો. હાલ પાકિસ્તાનનો સ્કોર 2.4 ઓવર પર 15 રન.

ભારતની પ્લેઈંગ 11ઃ

ભારતની પ્લેઈંગ 11ઃ





ઋષભ પંતને પ્લેઈંગ 11માં સ્થાન ના મળ્યું

ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ઋષભ પંતને સ્થાન નથી અપાયું. સિલેક્ટર્સે દિનેશ કાર્તિકને બેટિંગ અને ફિનીશિંગની ભૂમિકા માટે પસંદ કર્યો છે.

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવનઃ

બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, ઈફ્તીખાર અહેમદ, ખુશદીલ શાહ, અસિફ અલી, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, નસીમ શાહ, હરીસ રૌફ, શાહનવાઝ દહાની

ભારતની પ્લેઈંગ 11

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ

ભારતે ટોસ જીત્યો

ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે.

વિરાટ કોહલીએ બાબર આઝમ વિશે નિવેદન આપ્યું


ટૂર્નામેન્ટની શાનદાર શરુઆત માટે બધા ઉત્સાહિત છેઃ રોહિત શર્મા


'કાળી પટ્ટી' બાંધીને રમવા ઉતરશે પાકિસ્તાનની ટીમ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) એક સત્તાવાર નિવેદન જાહેર કરતાં જણાવ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ એશિયા કપમાં આજે પોતાની પહેલી મેચ ભારતીય ટીમ સામે રમશે. આ મેચમાં પાકિસ્તાની ટીમના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને રમવા ઉતરશે. પાકિસ્તાનમાં આવી પડેલી વરસાદી આફતથી સર્જાયેલી તબાહીના કારણે પાક. ટીમના ખેલાડીઓ પુર અસરગ્રસ્ત લોકોના સમર્થન માટે કાળી પટ્ટી બાંધશે.


પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં આવેલા પુરને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું કે, પુર અસરગ્રસ્ત લોકોને મદદ મળે તે માટે પ્રાર્થના કરવા માટે અપીલ કરી હતી. બાબરે કહ્યું હતું કે, અમારા દેશ માટે મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. અમે બધા પુર અસરગ્રસ્ત લોકો માટે દુઆ કરી રહ્યા છીએ.

ઋષભ પંત કે દિનેશ કાર્તિક ?

પુજારાએ 'ક્રિકઇન્ફો T20: ટાઈમ આઉટ'માં કહ્યું, "પંત અને કાર્તિક વચ્ચે પસંદગી કરવી તે ટીમ મેનેજમેન્ટ માટે એક મોટો માથાનો દુખાવો બની રહેશે કારણ કે બંને આ ફોર્મેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. હવે સમસ્યા એ છે કે તમને કોણ જોઈએ છે? એક બેટ્સમેન પાંચમા નંબર પર કોણ બેટિંગ કરી શકે છે અથવા ફિનિશર જે નંબર 6 કે 7 પર રમી શકે છે. જો તમે કોઈને 5 નંબર પર ઇચ્છતા હોવ તો પંત વધુ સારો વિકલ્પ હશે. જો તમને બેટિંગ લાઇન-અપ સાથે ફિનિશર જોઈએ તો કોણ કરી શકે જો તમે 10 કે 20 બોલ રમો અને તમને 40-50 રન આપી શકો, મને લાગે છે કે દિનેશ કાર્તિક વધુ સારો વિકલ્પ હશે."





પૂજારાએ કહ્યું, "જ્યાં સુધી હું ટીમ મેનેજમેન્ટ અને ટીમની આસપાસની બાબતોને જાણું છું, મને લાગે છે કે તે પંતની સાથે જવાનું પસંદ કરશે કારણ કે તે ડાબોડી બેટ્સમેન છે અને ડાબેરી-જમણેરી તરીકે ટીમને સંતુલિત કરે છે."




ગ્રુપ બનાવીને મેચ નહી જોઈ શકે NIT શ્રીનગરના વિદ્યાર્થીઓ

NIT શ્રીનગરના 'ડીન ઑફ સ્ટુડન્ટ્સ વેલ્ફેર' દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 'વિદ્યાર્થીઓ માહિતગાર છે કે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વિવિધ દેશો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી છે. વિદ્યાર્થીઓને રમતગમતને રમત તરીકે લેવા અને સંસ્થા/છાત્રાલયમાં કોઈપણ પ્રકારની અનુશાસન ન રાખવાની સૂચના આપવામાં આવે છે.


નોટિસમાં લખવામાં આવ્યું છે કે, રવિવારની મેચ દરમિયાન વિદ્યાર્થીઓએ ફાળવેલ રૂમમાં રહેવું પડશે. સાથે જે-તે વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલા રુમ સિવાય તે રુમમાં અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશવાની અને જૂથમાં મેચ જોવાની મંજૂરી આપવામાં આવશે નહીં. નોટિસમાં લખવામાં આવ્યું છે કે, "જો વિદ્યાર્થીઓનું જૂથ કોઈપણ રૂમમાં મેચ જોતા જોવા મળે છે, તો જે વિદ્યાર્થીઓને તે ચોક્કસ રૂમ ફાળવવામાં આવ્યો છે તેમને સંસ્થાની હોસ્ટેલમાંથી હાંકી કાઢવામાં આવશે અને સામેલ તમામ વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા રૂ.5000 નો દંડ કરવામાં આવશે. 

કેવી છે પીચ ને વરસાદ પડશે કે નહીં ? 

રિપોર્ટ અનુસાર, દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજની જેટલી પણ મેચો રમાઇ છે, તે તમામમાં બીજી બેટિંગ કરનારી ટીમનો ફાયદો થયો છે, રાત્રે અહીં સામાન્ય ભેજ રહે છે, જે બૉલરોને મુસ્કેલી ઉભી કરી છે અને બેટ્સમેનોને મદદરૂપ સાબિત થાય છે. આ પિચ પર શરૂઆતમાં ફાસ્ટ બૉલરો અને પછી સ્પિનર્સને મદદ મળે છે, બીજી ઇનિંગમાં બેટિંગ આસાન બની જાય છે. ટૉસ જીતીનારી ટીમ અહીં પહેલા બૉલિંગ કરવાનુ પસંદ કરશે. હવામાનની વાત કરીએ તો અહીં દુબઇમાં હાલના સમયમાં ભયાનક ગરમી પડી રહી છે, અહીં સાંજે તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહે છે, જેથી અહીં વરસાદની શક્યતા નહિવત છે.

ભારત-પાક મેચ પર કરોડો રૂપિયાનો સટ્ટો

પાકિસ્તાન દ્વારા ભલે સારૂ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોય, પરંતુ સટ્ટા બજારની નજરે તો પાકિસ્તાને નબળુ માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે, કે મેચ શરૂ થતાની સાથે જ ભાવમાં વધ-ઘટ જોવા મળશે. અત્યારે સટ્ટા બજારમાં ભારત પર 47 પૈસાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે પાકિસ્તાન પર 2 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. સટ્ટા બજારમાં જે ટીમની જીતવાની શક્યતા વધારે હોય તેનો ભાવ ઓછો હોય છે. સામાન્ય રીતે પહેલા મોબાઇલ પર  સટ્ટો બુક થતો હતો. જેમાં પોલીસ ટેકનીકલ સર્વેલન્સની મદદથી  લોકેશન ટ્રેક કરતા હોવાને કારણે હવે મોબાઇલ એપ્લીકેશન સૌથી સલામત રસ્તો બન્યો છે.

1986 ભારતે કર્યો એશિયા કપનો બહિષ્કાર -
ખાસ વાત છે કે, ભારતીય ટીમે સૌથી વધુ આ ટૂર્નામેન્ટનો 7 વાર ખિતાબ હાંસલ કર્યો છે, પરંતુ એક સમય એવો પણ આવ્યો જ્યારે ભારતીય ટીમે એશિયા કપ રમવાનો ઇનકાર કરી દીધો હતો. વર્ષ 1986માં ભારત આ ટૂર્નામેન્ટમાં ન હતુ ઉતર્યુ. 1986માં શ્રીલંકા ક્રિકેટ બોર્ડના ખરાબ સંબંધોના કારણે ભારતે બહિષ્કાર કર્યો હતો. તે વર્ષ ભારતની જગ્યાએ બાંગ્લાદેશને રમવાનો મોકો મળ્યો હતો, ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને પહેલીવાર ખિતાબ જીત્યો હતો.
1990માં પાકિસ્તાને કર્યો હતો એશિયા કપનો બહિષ્કાર

પાકિસ્તાન 2 વાર એશિયા કપ ટાઇટલ જીતી ચૂક્યુ છે. પરંતુ વર્ષ 1990-91માં રાજકીય સંબંધો ખરાબ થવાના કારણે રરતમાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન ભાગ ન હતો લીધો. આ સિઝનમાં ભારતે શ્રીલંકાને ફાઇનલમાં 7 વિકેટથી હરાવીને ત્રીજી વાર ટ્રૉફી જીતી હતી. 

શ્રીલંકા ટૂર્નામેન્ટની તમામ સિઝન રમી ચૂકી છે - 

ટૂર્નામેન્ટના ઇતિહાસની વાત કરીએ તો માત્ર શ્રીલંકા જ એક એવી ટીમ છે જે આ ટૂર્નામેન્ટની તમામ સિઝન રમી છે, તમામ 15 સિઝનમાં ઉતરી છે. તેને 5 વાર ખિતાબ પોતાના નામે કર્યો છે, ટૂર્નામેન્ટમાં ઉતરી રહેલી અન્ય ત્રણ ટીમોની વાત કરીએ તો બાંગ્લાદેશ 14મી વાર આમાં સામેલ થઇ રહી છે, અફઘાનિસ્તાન ત્રીજીવાર જ્યારે હોંગકોંગને ચોથી વાર મોકો મળી રહ્યો છે.

રાહુલ દ્રવિડનો કોવિડ રિપોર્ટ આવ્યો નેગેટીવ

પાકિસ્તાન સામેની આ મેચ પહેલા જ ભારતીય ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કોવિડ-19માંથી સ્વસ્થ થયા બાદ ટીમ સાથે જોડાયા છે. હવે રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ બંને પાકિસ્તાન સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં જોવા મળશે. દ્રવિડ સ્વસ્થ ન થાય ત્યાં સુધી એશિયા કપ માટે BCCI દ્વારા લક્ષ્મણને વચગાળાના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

કઈ ટીમની ક્યારે થશે ટક્કર

27 ઓગસ્ટઃ શ્રીલંકા વિ અફઘાનિસ્તાન ગ્રુપ બી
28 ઓગસ્ટઃ ભારત વિ પાકિસ્તાન ગ્રુપ એ
30 ઓગસ્ટઃ બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન ગ્રુપ બી
31 ઓગસ્ટઃ ભારત વિ ક્વોલિફાયર ગ્રુપ એ
1 સપ્ટેમ્બરઃ શ્રીલંકા વિ બાંગ્લાદેશ ગ્રુપ બી
2 સપ્ટેમ્બરઃ પાકિસ્તાન વિ ક્વોલિફાયર ગ્રુપ એ
3 સપ્ટેમ્બરઃ બી1 વિ બી 2, સુપર ફોર
4 સપ્ટેમ્બરઃ એ1 વિ એ 2, સુપર ફોર
6 સપ્ટેમ્બરઃ એ1 વિ બી1, સુપર ફોર
7 સપ્ટેમ્બરઃ એ2 વિ બી2, સુપર ફોર
8 સપ્ટેમ્બરઃ એ1 વિ બી2, સુપર ફોર
9 સપ્ટેમ્બરઃ બી1 વિ એ2, સુપર ફોર
11 સપ્ટેમ્બરઃ ફાઈનલ સુપર ફોરમાં પ્રથમ અને બીજા નંબરે રહેલી ટીમો

Asia Cup 2022: છ દેશ વચ્ચે ચેમ્પિયન બનવા જંગ

Asia Cup 2022: એશિયા કપની 15મી આવૃત્તિનો આજથી આરંભ થશે. કુલ 16 દિવસ ચાલનારી એશિયા કપ ટી-20માં 13 મુકાબલના અંતે એક વિજેતા મળશે. ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. તમામ મેચ સાજે 7.30 કલાકથી શરૂ થશે. એશિયા કપમાં ભાગ લઈ રહેલી છ માંથી પાંચ ટીમો ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડકપમાં ભાગ લેશે.

પાકિસ્તાની ટીમ

પાકિસ્તાનઃ પાકિસ્તાને એશિયાકપમાં 13 વખત ભાગ લીધો છે અને બે વખત વિજેતા બન્યું છે. 2016માં ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગયું હતું.



ટીમઃ બાબર આઝમ, શદાબ ખાન, આસિફ, ઝમાન, હૈદર અલી, રઉફ. ઈફ્તિખાર, ખુશદીલ, હસ્નાન, નવાઝ, રિઝવાન, વસીમ, નસીમ, દાહાની, ઉસ્માન કાદીર


ભારતને હરાવવા પાકિસ્તાનનો ખાસ પ્લાન

શાદાબ ખાને મેચ પહેલા કહ્યું કે, વ્યક્તિગત રીતે તે ખુબ સારી પરફોર્મન્સ કરવા માંગે છે, આ એક વિશ્વસ્તરીય સ્પર્ધા છે, મને વિશ્વાસ છે કે મને સફળતા અને ઉપલબ્ધિઓ મળશે. શાદાબ ખાને પાકિસ્તાનની અધિકારીક વેબસાઇટ પર કહ્યું - મારુ અંતિમ ઉદેશ્ય પાકિસ્તાનને ટ્રૉફી જીતાડવાનુ છે, 



શાદાબે કહ્યું કે આ વખતે અમારી પાસે શાહીન આફ્રિદી નથી, પરંતુ આની ખોટ હૈરિસ રાઉફ પુરી કરશે, તે મેચ વિજેતા બૉલર છે, અમે તેને આગળ કર્યો છે. અમારી મુખ્ય સ્ટ્રાઇક બૉલરો છે, આ એક ગેમ પ્લાન છે. પાકિસ્તાન આ વખતે બૉલિંગથી ફરી એકવાર ભારત પર હાવી થવા માંગશે. 


લાઇવ સ્ટ્રીમિંગની પુરેપુરી ડિટેલ્સ - 

એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વળી, તમે આ રોમાંચક મેચનો આનંદ તમારા ફોન પર પણ હૉટસ્ટાર એપ પર લઇ શકો છો. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે. 

ક્યાં રમાશે ભારત-પાકિસ્તાન મેચ - 

ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. બન્નેની વચ્ચે આ મેચ એશિયા કપ 2022 માં રમાશે. આ મેચને લઇને બન્ને ટીમો સખત પ્રેક્ટિસ કરી રહી છે. વળી, તમને બતાવી દઇએ કે આ મેચો દુબઇના ક્રિકેટ સ્ટેડિયમાં રમાશે. બન્ને દેશોના ક્રિકેટ પ્રેમીઓ આ મેચનો બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે.

પાકિસ્તાન સામેની ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્રા જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.

એશિયા કપ 2022ની મેચો T20 ફોર્મેટમાં રમાશે

એશિયા કપ 2022ની મેચો T20 ફોર્મેટમાં રમાશે. જો કે, વર્ષ 2016માં પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેચો T20 ફોર્મેટમાં રમાઈ હતી. વાસ્તવમાં, તે વર્ષે T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું હતું, જેના કારણે એશિયા કપ 2016ની સરખામણીમાં T20 ફોર્મેટમાં રમાયો હતો. તે જ સમયે, આ વર્ષે પણ T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે, તેથી આ વખતે પણ આ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે.

અહીં લાઇવ બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ જુઓ

એશિયા કપ 2022નું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. એશિયા કપ 2022નું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પર કરવામાં આવશે. તે જ સમયે, આ સિવાય, હોટસ્ટાર એપ્લિકેશન અને વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.

એશિયા કપનો ઇતિહાસ

એશિયા કપના ઈતિહાસની વાત કરીએ તો તેની શરૂઆત વર્ષ 1984માં થઈ હતી. તે વર્ષે આ ટુર્નામેન્ટ યુએઈમાં રમાઈ હતી. એશિયા કપ 1984માં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. તે જ સમયે, અત્યાર સુધીમાં 14 વખત એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતે સૌથી વધુ 7 વખત ટ્રોફી જીતી છે જ્યારે શ્રીલંકાએ 5 વખત એશિયા કપ જીત્યો છે.

એશિયા કપમાં સૌથી વધુ રન  

એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન શ્રીલંકાના સનથ જયસૂર્યા છે. જયસૂર્યાએ 25 મેચમાં 1220 રન બનાવ્યા છે. તે જ સમયે, લસિથ મલિંગા આ ટૂર્નામેન્ટનો સૌથી સફળ બોલર છે. એશિયા કપમાં લસિથ મલિંગાએ 14 મેચમાં 20.55ની એવરેજથી કુલ 29 વિકેટ ઝડપી છે.

Asia Cup 2022: 6 ટીમો વચ્ચે થશે 13 મુકાબલા

Asia Cup Format & History: એશિયા કપ 2022(Asia Cup 2022)ના મુકાબલા આવતીકાલથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાનની ટીમો (IND vs PAK 2022) 28 ઓગસ્ટના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. તે જ સમયે, આ ટૂર્નામેન્ટની ફાઇનલ 11 સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપ 2022ની પ્રથમ મેચ અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે.  લગભગ 4 વર્ષ બાદ એશિયા કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અગાઉ વર્ષ 2018માં એશિયા કપ રમાયો હતો.




ટીમો બે ગ્રુપમાં રહેશે-




એશિયા કપ 2022ની 6 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તે જ સમયે, આ ટૂર્નામેન્ટમાં 13 મેચો રમાશે.
ગ્રુપ 1: ભારત, પાકિસ્તાન અને હોંગકોંગ
ગ્રુપ 2: શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ


બ્રેકગ્રાઉન્ડ

IND vs PAK Asia Cup 2022 LIVE: ગઇકાલથી એશિયા કપની શરૂઆત થઇ ચૂકી છે, પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ટક્કર થઇ હતી, અફઘાનિસ્તાન પ્રથમ મેચમાં શ્રીલંકાને હાર આપીને વિજયી શરૂઆત કરી હતી, હવે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ વૉલ્ટેજ મેચને લઇને માહોલ ગરમાયો છે. તમામ ટિકીટો વેચાઇ ગઇ છે, અને સ્ટેડિયમ ફૂલ થઇ ગયુ છે, બન્ને ટીમોના ખેલાડીઓ નેટ્સમાં પરસેવો પાડી રહ્યાં છે. એશિયા કપમાં આ વખતે 6 ટીમો વચ્ચે જંગ જામશે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.