IND vs PAK Asia Cup 2023 Live Streaming: આજથી ફરી એકવાર ક્રિકેટ ફેન્સનો ક્રિકેટનો ડબલ ડૉઝ મળવાનો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની મેગા મેચ આજે એટલે કે, 2જી સપ્ટેમ્બરે શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો ગ્રુપ-એનો ભાગ છે. નેપાળ સામેની પોતાની પ્રથમ મેચમાં 238 રનની મોટી જીત નોંધાવીને પાકિસ્તાનની ટીમે સુપર-4માં પોતાનું સ્થાન બનાવવાની દિશામાં આગળ વધ્યું છે. ભારતીય ટીમ આ મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.


લાંબા સમય બાદ ભારતીય ટીમ પોતાની પૂરી તાકાત સાથે વનડે ક્રિકેટ રમશે. આવી સ્થિતિમાં આગામી વનડે વર્લ્ડકપ પહેલા તમામ ખેલાડીઓની પરીક્ષા કરવાની પણ આ એક સારી તક હશે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે.


ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યાં રમાશે મેચ ?
એશિયા કપ 2023ની ત્રીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના કેન્ડીના પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.


ભારત-પાક મેચ કેટલા વાગ્યે શરૂ થશે ?
ભારત અને પાકિસ્તાનની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. આ મેચનો ટૉસ બપોરે 2.30 કલાકે થશે.


તમે મેચનું લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ ફ્રીમાં ક્યાં જોઈ શકો છો ?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચનું ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર ફ્રી-ડીશ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ મેચની ઓનલાઇન સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર કરવામાં આવશે.  જેને યૂઝર્સ મોબાઇલ પર મફતમાં જોઈ શકશે. 


આ ખેલાડી રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, શુભમન ગીલ પાકિસ્તાન સામેની મેચમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરશે. જ્યારે વિરાટ કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરશે. વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન મિડલ ઓર્ડરમાં જ રમશે. એવું પણ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.


નોંધનીય છે કે આ પહેલા ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કિંગ કોહલી 2023 એશિયા કપમાં ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે. ઇશાન કિશન ઇનિંગની શરૂઆત કરી શકે છે. જોકે હવે મેચ પહેલા જ ભારતની પ્લેઈંગ ઈલેવન અને બેટિંગ ઓર્ડર લગભગ સ્પષ્ટ થઈ ગયો છે.


અહીં જુઓ આ મેચ માટે ભારત-પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ 11


ભારતીય ટીમ  – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.


પાકિસ્તાની ટીમ - ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ.