IND vs PAK LIVE Score: ભારતે પાકિસ્તાનને 120 રનનો ટાર્ગેટ આપ્યો

IND vs PAK T20 World Cup Live Score: અહીં તમને ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચનો લાઇવ સ્કોર અને આ મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 09 Jun 2024 11:56 PM
પાકિસ્તાનનો સ્કોર 35/1

6 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર એક વિકેટે 35 રન છે. હાર્દિક પંડ્યાની આ ઓવરમાં રિઝવાને સિક્સર ફટકારી હતી. જોકે, ઓવરમાં માત્ર 9 રન જ આવ્યા હતા. રિઝવાન 23 બોલમાં 17 રન બનાવીને રમતમાં છે. ઉસ્માન ખાન એક રન પર છે.

પાકિસ્તાનનો સ્કોર 19-0

3 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 19 રન છે. બાબર આઝમ ચાર બોલમાં એક ફોર સાથે 9 રન પર છે. જ્યારે મોહમ્મદ રિઝવાન 14 બોલમાં આઠ રન પર છે. પાકિસ્તાનને હવે જીતવા માટે 101 રન બનાવવા પડશે.

પાકિસ્તાનને 120 રનનો ટાર્ગેટ

ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ માત્ર 119 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાનને હવે 120 રનનો ટાર્ગેટ છે. ભારત તરફથી રિષભ પંતે 31 બોલમાં સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલી 04, રોહિત શર્મા 13, સૂર્યકુમાર યાદવ 07, શિવમ દુબે 03 અને રવિન્દ્ર જાડેજા શૂન્ય રને આઉટ થયા હતા. પાકિસ્તાન તરફથી નસીમ શાહ અને હરિસ રઉફે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ આમિરને બે સફળતા મળી હતી.

હરિસે સતત બે વિકેટ લીધી હતી

હરિસ રઉફે 18મી ઓવરમાં ટીમ ઈન્ડિયાને બે મોટા ઝટકા આપ્યા હતા. હરિસે પહેલા હાર્દિક પંડ્યાને આઉટ કરીને પછી જસપ્રિત બુમરાહને પેવેલિયન મોકલ્યો હતો. 18 ઓવર પછી ભારતનો સ્કોર 9 વિકેટે 113 રન છે.

ભારતનો સ્કોર 50ને પાર

છઠ્ઠી ઓવરમાં 12 રન આવ્યા. જો કે આમાં ઋષભ પંતને પણ બે જીવ મળ્યા હતા. છેલ્લી બે ઓવરમાં કુલ 26 રન બનાવ્યા હતા. 6 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 50 રન છે. અક્ષર પટેલ 12 બોલમાં 15 રન બનાવીને રમતમાં છે. રિષભ પંત 9 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે.

ભારતનો સ્કોર 38/2

પાંચમી ઓવરમાં કુલ 14 રન આવ્યા. શાહીન આફ્રિદીની આ ઓવરમાં અક્ષર પટેલે એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. 5 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 38 રન છે. અક્ષર પટેલ 10 બોલમાં 14 રન બનાવીને રમતમાં છે. રિષભ પંત પાંચ બોલમાં ચાર રન પર છે.

વરસાદ અટક્યો, ટૂંક સમયમાં ફરીથી મેચ શરૂ થશે

ન્યૂયોર્કમાં વરસાદ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. હવે સૂરજ પણ બહાર આવી ગયો છે. આવી સ્થિતિમાં મેચ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. વરસાદ પહેલા પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારપછી શાહીન આફ્રિદીએ પહેલી ઓવર નાખી, જેમાં એક સિક્સર સહિત કુલ આઠ રન આવ્યા.

ફરી વરસાદ શરૂ થયો

ફેન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે લોકોએ વધુ રાહ જોવી પડશે. ખરેખર, ન્યૂયોર્કમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. આવી સ્થિતિમાં મેચ મોડી શરૂ થશે.

બાબર આઝમે ટોસ જીત્યો

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરતી જોવા મળશે. બાબર આઝમની ટીમ આજે એક ફેરફાર સાથે પ્રવેશી છે. આઝમ ખાનની જગ્યાએ ઈમાદ વસીમ ટીમમાં પરત ફર્યો છે. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.





વરસાદ બંધ થયો હવે થોડી વારમાં ટોસ થશે

ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. ન્યૂયોર્કમાં હાલ વરસાદ બંધ થઈ ગયો છે. હવે આ મહામુકાબલાનો ટોસ થોડા સમયમાં થશે. જોકે, પિચ હજુ પણ કવરથી ઢંકાયેલી છે.

પાકિસ્તાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઉસ્માન ખાન, ફખર ઝમાન, શાદાબ ખાન, ઈમાદ વસીમ, ઈફ્તિખાર અહેમદ, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ આમિર, હરિસ રઉફ અને નસીમ શાહ.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન 

 રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ.

ભારત વિરૂદ્ધ પાકિસ્તાન મેચ, જાણો હવામાન રિપોર્ટ વિશે...

ન્યૂયોર્કમાં નવા બનેલા નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત થનારી આ શાનદાર મેચ સવારે 10:30 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે) શરૂ થશે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, ટોસના સમયે વરસાદની 40 થી 50% સંભાવના છે. જો કે, બપોરે 1 વાગ્યે વરસાદની સંભાવના ઘટીને 10% થઈ જશે, પરંતુ બપોરે 3 વાગ્યે ફરી 40% સુધી પહોંચી શકે છે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs PAK LIVE Score, T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ 2024ની સૌથી મોટી મેચ શરૂ થવામાં માત્ર થોડી મિનિટો બાકી છે. આ મેચની ટોસ સાંજે 7.30 વાગ્યે થશે અને મેચ 8 વાગ્યે શરૂ થશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.


ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ન્યૂયોર્કના નાસાઉ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અહીંની પીચ ઝડપી બોલરો માટે મદદરૂપ દેખાઈ રહી છે અને બેટિંગ કરવી ઘણી મુશ્કેલ દેખાઈ રહી છે. જો કે આ મેચમાં પિચ એકદમ અલગ જોવા મળશે. વાસ્તવમાં ICCએ અહીં રમાયેલી બે મેચ બાદ પિચમાં ફેરફાર કરવા અંગે નિવેદન આપ્યું હતું.


આ મેચ પહેલા કેનેડા અને આયર્લેન્ડ વચ્ચે નાસાઉ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. તે સમયે અહીંની પિચમાં ઘણો બદલાવ જોવા મળ્યો હતો. જોકે, મેચ હજુ પણ લો સ્કોરિંગ રહી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.