Team India Playing 11 Against Pakistan: 2023 એશિયા કપ શરૂ થઈ ગયો છે. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને ટીમો 2 સપ્ટેમ્બરે આમને-સામને થશે. જાણો, પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
કેએલ રાહુલ પ્રથમ બે મેચમાંથી બહાર થઈ ગયો
આઈપીએલ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો કેએલ રાહુલ ઘણા સમયથી વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, તે પાકિસ્તાન સામેની મેચમાં નહીં રમે. કેએલ રાહુલ એશિયા કપની પ્રથમ બે મેચમાંથી બહાર છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે ઇશાન કિશન પાકિસ્તાન સામેની મેચમાં વિકેટકીપિંગ કરશે. જો કે તે ક્યા ક્રમે બેટિંગ કરશે તેને લઇને સસ્પેન્સ યથાવત છે.
વિરાટ કોહલી ચોથા નંબર પર રમશે?
ઈશાન કિશને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં સતત ત્રણ અડધી સદી ફટકારી હતી. જોકે, તેણે તે સીરિઝમાં ઓપનિંગ કર્યું હતું. આવી સ્થિતિમાં ઈશાન કિશન ફરી એકવાર ઓપનિંગ કરશે કે નહીં તે જોવાનું રહ્યું. આ સિવાય વિરાટ કોહલી ત્રીજા કે ચાર નંબર પર બેટિંગ કરશે. આનો જવાબ પણ મેચના દિવસે મળશે.
ભારત બે સ્પિનરો અને ત્રણ ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે
ભારતની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો ટીમમાં બે સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલરને સ્થાન મળી શકે છે. ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી હશે જ્યારે સ્પિન વિભાગની જવાબદારી રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવના ખભા પર આવી શકે છે.
આ 4 ખેલાડીઓ પ્રથમ વખત પાકિસ્તાન સામે રમશે
ટીમ ઈન્ડિયાના ઘણા એવા ક્રિકેટર છે, જેઓ પહેલીવાર પાકિસ્તાન સામે વન-ડે મેચ રમશે. જેમાં ઓપનર શુભમન ગિલ, મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યર, વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સામેલ છે. તે તમામને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે તે નિશ્વિત છે. જો કે તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે તો તેઓ પણ પહેલીવાર પાકિસ્તાન સામે રમશે.
પાકિસ્તાન સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.