IND vs SA 1st ODI: પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાની આફ્રિકા સામે 8 વિકેટથી જીત, સુદર્શન-અય્યરની ફિફ્ટી

ભારતીય ક્રિકેટ ટીમ આજથી દક્ષિણ આફ્રિકામાં નવી શરૂઆત કરશે. વાસ્તવમાં, 2023 વર્લ્ડકપની ફાઈનલ બાદ પ્રથમ વખત ટીમ ઈન્ડિયા ODI ફોર્મેટમાં મેદાનમાં ઉતરશે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 17 Dec 2023 06:00 PM
ટીમ ઇન્ડિયાની સીરીઝ પર 1-0થી લીડ

ભારતે વનડે સીરીઝની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 116 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે માત્ર 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરી અને અણનમ 55 રન બનાવ્યા. તેણે 43 બોલનો સામનો કર્યો અને 9 ચોગ્ગા ફટકાર્યા. શ્રેયસ અય્યરે 45 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે 6 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. આ પહેલા અર્શદીપસિંહ અને અવેશ ખાને બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અર્શદીપે 10 ​​ઓવરમાં 37 રન આપીને 5 વિકેટ લીધી હતી. આવેશ  ખાને 8 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવને પણ સફળતા મળી.

પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાની જીત

પ્રથમ વનડેમાં ભારતીય ટીમની શાનદાર જીત થઇ છે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમે પ્રથમ મેચ જીતીને સીરીઝ પર 1-0થી લીડ મેળવી લીધી છે. મેચમાં ભારતીય બૉલરો બાદ બેટ્સમેનોએ પણ કમાલનું પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય ટીમે 16.4 ઓવરમાં 2 વિકેટના નુકસાને સાઉથ આફ્રિકાએ આપેલા 117 રનના લક્ષ્યાંકને ચેઝ કરી લીધો હતો, આ સાથે જ ભારતીય ટીમનો 8 વિકેટથી વિજય થયો હતો. બેટિંગમાં સાંઇ સુંદર્શન અને શ્રેયસ અય્યરે શાનદાર ફિફ્ટી ફટકારી હતી.

ફિફ્ટી ફટકારી શ્રેયસ અય્યર આઉટ, ટીમનો સ્કૉર 100 રનને પાર

ટીમ ઇન્ડિયા 16 ઓવરના અંતે 100 રનને પાર પહોંચી છે. 16 ઓવરમાં 2 વિકેટના નુકસાને 111 રન બનાવી લીધા છે. ક્રિઝ પર અત્યારે સાંઇ સુદર્શન 50 રન બનાવીને રમી રહ્યો છે, વળી, સામે તિલક વર્મા આવ્યો છે. શ્રેયસ અય્યરે દમદાર બેટિંગ કરતાં 45 બૉલમાં 52 રન બનાવ્યા, બાદમાં ફેહલુકવાયોની બૉલિંગમાં મિલરના હાથમાં કેચ આઉટ થઇ ગયો હતો. અય્યરે 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અર્ધશતકીય ઇનિંગ રમી હતી.

ડેબ્યૂ મેચમાં સાંઇ સુદર્શનની દમદાર ફિફ્ટી

22 વર્ષીય યુવા ક્રિકેટર સાંઇ સુદર્શને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં ધમાલ મચાવી છે. તેને કમાલ કરતાં પ્રથમ વનડેમાં અને તેની ડેબ્યૂ મેચમાં જ ફિફ્ટી ફટકારી છે. સાંઇ સુદર્શને આફ્રિકા સામે 41 બૉલમાં 8 ચોગ્ગાની મદદથી 50 રન પુરા કર્યા હતા. ટીમનો સ્કૉર 100 રનને પાર પહોંચ્યો છે.

સુદર્શન-ઐયર વચ્ચે 50 રનની પાર્ટનરશીપ

ટીમ ઈન્ડિયાએ 15 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 96 રન બનાવ્યા હતા. આ દરમિયાન સાઈ સુદર્શને 39 બોલમાં 45 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 42 બોલમાં 42 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે 73 રનની ભાગીદારી છે.

ટીમ ઈન્ડિયાનો સ્કૉર 50 રનને પાર

ટીમ ઈન્ડિયાનો સ્કોર 50 રનને પાર થઈ ગયો છે. શ્રેયસ અય્યર 23 અને સાઈ સુદર્શન 24 રન સાથે રમી રહ્યા છે. ભારતે 9 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 55 રન બનાવી લીધા છે.

ટીમ ઇન્ડિયાએ 7 ઓવરમાં 37 રન બનાવ્યા

ભારતે 7 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 37 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શન 18 રન બનાવીને રમી રહ્યો છે. શ્રેયસ અય્યર 11 રન બનાવીને રમી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા તરફથી બોલિંગ કરતી વખતે બર્ગરે 4 ઓવરમાં 18 રન આપ્યા હતા. મુલ્ડરે 3 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ લીધી છે.

ટીમ ઇન્ડિયાએ 7 ઓવરમાં 37 રન બનાવ્યા

ભારતે 7 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 37 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શન 18 રન બનાવીને રમી રહ્યો છે. શ્રેયસ અય્યર 11 રન બનાવીને રમી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા તરફથી બોલિંગ કરતી વખતે બર્ગરે 4 ઓવરમાં 18 રન આપ્યા હતા. મુલ્ડરે 3 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ લીધી છે.

ટીમ ઇન્ડિયાએ 7 ઓવરમાં 37 રન બનાવ્યા 

ભારતે 7 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 37 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શન 18 રન બનાવીને રમી રહ્યો છે. શ્રેયસ અય્યર 11 રન બનાવીને રમી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા તરફથી બોલિંગ કરતી વખતે બર્ગરે 4 ઓવરમાં 18 રન આપ્યા હતા. મુલ્ડરે 3 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ લીધી છે.

ભારતે 5 ઓવરમાં 28 રન બનાવ્યા

ટીમ ઈન્ડિયાએ 5 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 28 રન બનાવી લીધા છે. શ્રેયસ અય્યર 5 રન બનાવીને રમી રહ્યો છે. સુદર્શન 16 રન બનાવીને ક્રિઝ પર છે. દક્ષિણ આફ્રિકા તરફથી મુલ્ડરે 1 વિકેટ લીધી હતી.

ટીમ ઇન્ડિયાને પ્રથમ ઝટકો, ઋતુરાજ આઉટ 

ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ ઋતુરાજ ગાયકવાડના રૂપમાં પડી. તે 5 રન બનાવીને આઉટ થયો હતો. મુલ્ડરે ઋતુરાજને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ભારતે 3.4 ઓવરમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી છે, એક વિકેટના નુકસાને ભારત 23 રન પર પહોંચ્યુ છે.  હવે શ્રેયસ અય્યર બેટિંગ કરવા આવ્યો છે.

ઋતુરાજ-સુદર્શન કરી રહ્યાં છે ઓપનિંગ 

ઋતુરાજ ગાયકવાડ અને સાઈ સુદર્શન ભારત માટે ઓપનિંગ કરવા આવ્યા છે. ટીમ ઈન્ડિયાએ 3 ઓવર બાદ કોઈપણ નુકશાન વિના 17 રન બનાવી લીધા છે. સુદર્શન 11 રન અને ઋતુરાજ 5 રન સાથે રમી રહ્યા છે.

અર્શદીપે પાંચ અને આવેશે ચાર વિકેટો ઝડપી 

ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો આજે વાન્ડરર્સ મેદાન પર ત્રણ મેચની ODI સીરીઝની પ્રથમ મેચમાં આમને સામને ટકારઇ રહી છે. દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અર્શદીપસિંહ અને અવેશ ખાનની ઘાતક બૉલિંગ સામે સાઉથ આફ્રિકાની ટીમ 27.3 ઓવરમાં 116 રનમાં સમેટાઈ ગઈ હતી. ફેહલુકવાયોએ સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. અર્શદીપસિંહે પાંચ અને અવેશ ખાને ચાર વિકેટો ઝડપીને પ્રથમ વનડેમાં જ તરખાટ મચાવ્યો છે. એક વિકેટ કુલદીપ યાદવના નામે હતી. ભારતને જીતવા માટે 117 રનનો ટાર્ગેટ છે.

અર્શદીપ-આવેશનો કમાલ, દક્ષિણ આફ્રિકા 116 રન પર ઓલઆઉટ

દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત સામે પ્રથમ વનડેમાં 116 રનના સ્કૉર પર ઓલઆઉટ ગઈ હતી. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 117 રન બનાવવાના છે. ભારત માટે અર્શદીપ સિંહે ઘાતક બોલિંગ કરી અને 5 વિકેટ લીધી. અવેશ ખાને 4 વિકેટ લીધી હતી.

દક્ષિણ આફ્રિકાએ 15 ઓવર બાદ 65 રન 

દક્ષિણ આફ્રિકાએ 15 ઓવર પછી 7 વિકેટ ગુમાવીને 65 રન બનાવી લીધા છે. કેશવ મહારાજ 4 રન અને ફેહલુકવાયો 3 રન સાથે રમી રહ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી અર્શદીપ સિંહે 4 વિકેટ ઝડપી છે. અવશે 3 વિકેટ લીધી છે.

આવેશે દક્ષિણ આફ્રિકાને 7મો ઝટકો આપ્યો 

દક્ષિણ આફ્રિકાની 7મી વિકેટ ડેવિડ મિલરના રૂપમાં પડી હતી. તે 7 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. આવેશ ખાને મિલરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ મેચમાં અવેશની આ ત્રીજી વિકેટ હતી. દક્ષિણ આફ્રિકાએ 13 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 58 રન બનાવી લીધા છે.

ભારતીય બૉલરો દક્ષિણ આફ્રિકા પર દબદબો બનાવ્યો 

દક્ષિણ આફ્રિકાએ 12 ઓવર પછી 6 વિકેટ ગુમાવીને 56 રન બનાવ્યા હતા. ફેહલુકવાયો 5 બોલમાં 2 રન બનાવીને રમી રહ્યો છે. ડેવિડ મિલર 5 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી અર્શદીપ સિંહે 4 વિકેટ ઝડપી છે.

દક્ષિણ આફ્રિકાએ 11 ઓવરમાં 6 વિકેટો ગુમાવી 

દક્ષિણ આફ્રિકાએ માત્ર 11 ઓવરમાં 52 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી છે. 11મી ઓવરમાં અવેશ ખાને સતત બે બોલમાં બે વિકેટ ઝડપી હતી. અવેશે પહેલા કેપ્ટન એડન માર્કરામને બોલ્ડ કર્યો અને પછી વિયાન મુલ્ડરને LBW આઉટ કર્યો.

દક્ષિણ આફ્રિકાનો સ્કોર 49-3 રન

હેનરિક ક્લાસને 9મી ઓવરમાં અવેશ ખાનના બોલ પર જીવનની લીઝ મેળવી હતી. ક્લાસેન સ્લિપમાં ઋતુરાજ ગાયકવાડના હાથે કેચ થયો હતો. જોકે, આ કેચ આસાન નહોતો. 9 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર ત્રણ વિકેટે 49 રન છે. માર્કરમ અને ક્લાસેન ક્રિઝ પર છે.

દક્ષિણ આફ્રિકાએ 42 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી

દક્ષિણ આફ્રિકાએ 8મી ઓવરમાં 42 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. તોફાની બેટિંગ કરી રહેલા ટોની ડી જ્યોર્જી અર્શદીપ સિંહના હાથે કેચ આઉટ થયો હતો. જ્યોર્જી 22 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 28 રન બનાવીને આઉટ થયો હતો. અર્શદીપની આ ત્રીજી સફળતા છે.

સાતમી ઓવરમાં 11 રન

મુકેશ કુમારે સાતમી ઓવર નાંખી. આ ઓવરમાં બે ચોગ્ગા સહિત કુલ 11 રન આવ્યા હતા. 7 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 2 વિકેટે 35 રન છે. ટોની ડી જ્યોર્જી 17 બોલમાં 22 રન અને એઇડન માર્કરામ 16 બોલમાં બે ચોગ્ગાની મદદથી આઠ રન બનાવીને રમી રહ્યા છે.

દક્ષિણ આફ્રિકાનો સ્કૉર 10/2

ભારતીય બૉલરો નવા બૉલ સાથે શાનદાર બૉલિંગ કરી રહ્યા છે. ચાર ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર બે વિકેટે 10 રન છે. મુકેશ કુમાર અને અર્શદીપસિંહ સટીક લાઇન લેન્થ પર બોલિંગ કરી રહ્યા છે.

અર્શદીપસિંહે બે બૉલમાં બે વિકેટો ઝડપી

અર્શદીપસિંહે બીજી ઓવરમાં દક્ષિણ આફ્રિકાને બે ઝટકા આપ્યા હતા. અર્શદીપે સતત બે બૉલમાં બે વિકેટ ઝડપી હતી. અર્શદીપે પહેલા રીઝા હેન્ડ્રિક્સને બૉલ્ડ આઉટ કર્યો અને પછીના જ બૉલ પર રાસી વાન ડેર ડુસેનને એલબીડબ્લ્યુ આઉટ કર્યો.

મુકેશ કુમારની ધાકડ બૉલિંગ 

મુકેશ કુમારે પ્રથમ ઓવર ફેંકી હતી. આ ઓવરમાં માત્ર એક રન આવ્યો હતો. ભારતીય કેપ્ટન કેએલ રાહુલે પહેલા જ બોલ પર ભૂલ કરી હતી. તેણે ડીઆરએસ લીધું ન હતું. નહીંતર ભારતને પહેલી સફળતા મળી હોત.

દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઈલેવન

રીઝા હેન્ડ્રીક્સ, ટોની ડી જોર્ઝી, રાસી વાન ડેર ડ્યૂસેન, એઈડન માર્કરમ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, એન્ડીલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, તબરેઈઝ શમ્સી અને નાન્દ્રે બર્જર.

ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન 

ઋતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), સંજૂ સેમસન, તિલક વર્મા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને અવેશ ખાન.

સાંઇ સુદર્શનનું ડેબ્યૂ, રિન્કુને ના મળ્યો મોકો

પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એઈડન માર્કરામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરશે. સાઈ સુદર્શન ભારત માટે ડેબ્યૂ કરી રહ્યો છે. જ્યારે રિંકુ સિંહને તક મળી નથી.

આફ્રિકાએ ટૉસ જીત્યો, ભારતની પ્રથમ બૉલિંગ

પ્રથમ વનડેમાં સાઉથ આફ્રિકના કેપ્ટન એડન માર્કરમે ટૉસ જીતી લીધો છે, ટૉસ જીતીને આફ્રિકન કેપ્ટને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે ભારતીય ટીમને પ્રથમ બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ છે. વનડે સીરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કેએલ રાહુલ કરી રહ્યો છે, જ્યારે દક્ષિણ આફ્રિકાન ટીમની કેપ્ટનશીપ એડન માર્કરમ કરી રહ્યો છે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રજત પાટીદાર, સાઈ સુદર્શન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), સંજૂ સેમસન, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને અવેશ ખાન.

દક્ષિણ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રીઝા હેન્ડ્રીક્સ, ટોની ડી જોર્ઝી, રાસી વેન ડેર ડ્યુસેન, એઈડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, એન્ડીલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, નાન્દ્રે બર્જર અને લિઝાર્ડ વિલિયમ્સ.

કેવી છે આજની પીચ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ODI મેચ જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર ઘણા રન બને છે. આવી સ્થિતિમાં આજે પણ હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. આ એ જ મેદાન છે જ્યાં ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 434 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાએ એ જ મેચની બીજી ઇનિંગમાં ઐતિહાસિક ચેઝ કરીને 438 રન બનાવ્યા હતા.

કોને કોને અપાયો છે આરામ

સૂર્યકુમાર યાદવે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટી-20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી, પરંતુ ODI સીરીઝમાં કેએલ રાહુલને ટીમની કમાન સોંપવામાં આવી છે. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની વ્હાઇટ બૉલ સીરીઝની ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને સામેલ કર્યા ન હતા. દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરીઝમાંમોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, શુભમન ગીલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડી નથી.

કેએલ રાહુલ કરશે કેપ્ટનશીપ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ODI મેચ જોહાનિસબર્ગમાં ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે. આ મેચની ટોસ 1 વાગ્યે થશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ સીરીઝ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. કેએલ રાહુલ વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે.

બ્રેકગ્રાઉન્ડ

South Africa vs India, 1st ODI: ભારતીય ક્રિકેટ ટીમ આજથી દક્ષિણ આફ્રિકામાં નવી શરૂઆત કરશે. વાસ્તવમાં, 2023 વર્લ્ડકપની ફાઈનલ બાદ પ્રથમ વખત ટીમ ઈન્ડિયા ODI ફોર્મેટમાં મેદાનમાં ઉતરશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ આજે રમાશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.