IND vs SA: ભારત (India)અને  દક્ષિણ આફ્રીકા (South Africa) વચ્ચે બુધવારે પ્રથમ વનડે મુકાબલો રમાશે. પાર્લ (Paarl)ના બોલૈંડ પાર્ક (Boland Park) માં રમાનારા આ મુકાબલા માટે ટીમ ઈન્ડ઼યા પૂરી રીતે તૈયાર છે.  બંને ટીમો વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણી ખૂબ જ રોમાંચક રહી હતી અને આશા છે કે ODI શ્રેણીમાં રોમાંચ હજુ પણ વધશે. મેચ પહેલા અનુભવી ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli)નેટ પર જોરદાર પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. વનડેની કેપ્ટનશીપ છોડ્યા બાદ કોહલી પ્રથમ મેચ રમશે. રોહિત શર્મા(Rohit Sharma)ની ગેરહાજરીમાં યુવા ખેલાડી કેએલ રાહુલ (KL Rahul)ટીમનું સુકાન સંભાળશે. રોહિત ઈજાના કારણે આ શ્રેણીમાંથી બહાર છે.



કોહલીએ ફોટો શેર કર્યો છે


વિરાટ કોહલીએ મંગળવારે સાંજે ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે નેટ પર પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. આ સિવાય તેઓ ટીમના ખેલાડીઓને ટિપ્સ પણ આપી રહ્યા છે. ફોટો શેર કરીને વિરાટ કોહલીએ બોલ અને બેટની ઈમોજી પણ લગાવી છે. કોહલીને તાજેતરમાં જ બીસીસીઆઈએ વનડેની કેપ્ટનશીપથી હટાવી દીધો હતો. સુકાની પદ છોડ્યા બાદ તે પોતાની પ્રથમ વનડે મેચ રમશે. બધાની નજર કોહલી પર છે, કારણ કે તે ટીમના સૌથી સિનિયર ખેલાડીઓમાંનો એક છે. આ શ્રેણીમાં તેના પર ઘણું દબાણ રહેશે.


કેપ્ટન કેએલ રાહુલે પ્રેસ કોન્ફરન્સ કરી


ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બુધવારથી વન-ડે સિરીઝ શરૂ થઈ રહી છે. મેચના એક દિવસ પહેલા કેપ્ટન કેએલ રાહુલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કેએલ રાહુલે આ દરમિયાન સંકેત આપ્યો છે કે યુવા ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરનો આગામી સમયમાં છઠ્ઠા બોલર તરીકે ઉપયોગ કરી શકાય છે. પ્રેસ કોન્ફરન્સમાં કેએલ રાહુલને સવાલ કરવામાં આવ્યો હતો કે શું પ્લેઈંગ-11માં છઠ્ઠા બોલર તરીકે કોઈને તક મળી શકે છે. કેએલ રાહુલે આ અંગે વેંકટેશ અય્યરનું નામ લીધું અને તેમના વખાણ કર્યા. કેપ્ટને કહ્યું કે વેંકટેશે આઈપીએલમાં સારૂ પ્રદર્શન કર્યું છે, તેને ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં પણ તક મળી છે.


કેપ્ટન રાહુલે કહ્યું કે વેંકટેશ અય્યર નેટમાં ઘણો સારો દેખાવ રહ્યો છે, તેને છઠ્ઠા બોલર તરીકે તક મળી શકે છે. વિશ્વની તમામ ટીમો આ વિકલ્પ શોધી રહી છે, તેથી અમે પણ આ યોજના પર કામ કરી રહ્યા છીએ.


તમને જણાવી દઈએ કે વેંકટેશ અય્યરે IPL 2021ના બીજા ભાગમાં શાનદાર કામ કર્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે 10 મેચ રમનાર વેંકટેશ અય્યરે ઓપનિંગ વખતે સારી બેટિંગ કરી હતી. તે જ સમયે, તે મધ્યમ ગતિથી બોલિંગ પણ કરે છે, તેથી તેને ટીમ ઇન્ડિયામાં તક આપવામાં આવી હતી.