ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બુધવારથી વન-ડે સિરીઝ શરૂ થઈ રહી છે. મેચના એક દિવસ પહેલા કેપ્ટન કેએલ રાહુલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કેએલ રાહુલે આ દરમિયાન સંકેત આપ્યો છે કે યુવા ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરનો આગામી સમયમાં છઠ્ઠા બોલર તરીકે ઉપયોગ કરી શકાય છે. પ્રેસ કોન્ફરન્સમાં કેએલ રાહુલને સવાલ કરવામાં આવ્યો હતો કે શું પ્લેઈંગ-11માં છઠ્ઠા બોલર તરીકે કોઈને તક મળી શકે છે. કેએલ રાહુલે આ અંગે વેંકટેશ અય્યરનું નામ લીધું અને તેમના વખાણ કર્યા. કેપ્ટને કહ્યું કે વેંકટેશે આઈપીએલમાં સારૂ પ્રદર્શન કર્યું છે, તેને ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં પણ તક મળી છે.


કેપ્ટન રાહુલે કહ્યું કે વેંકટેશ અય્યર નેટમાં ઘણો સારો દેખાવ રહ્યો છે, તેને છઠ્ઠા બોલર તરીકે તક મળી શકે છે. વિશ્વની તમામ ટીમો આ વિકલ્પ શોધી રહી છે, તેથી અમે પણ આ યોજના પર કામ કરી રહ્યા છીએ.


તમને જણાવી દઈએ કે વેંકટેશ અય્યરે IPL 2021ના બીજા ભાગમાં શાનદાર કામ કર્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે 10 મેચ રમનાર વેંકટેશ અય્યરે ઓપનિંગ વખતે સારી બેટિંગ કરી હતી. તે જ સમયે, તે મધ્યમ ગતિથી બોલિંગ પણ કરે છે, તેથી તેને ટીમ ઇન્ડિયામાં તક આપવામાં આવી હતી.


કેએલ રાહુલે અનુભવી ખેલાડી વિરાટ કોહલીની શાનદાર પ્રશંસા કરી હતી. રાહુલે કહ્યું, "વિરાટની કપ્તાની હેઠળ અમે અભૂતપૂર્વ કામ કર્યું  છે. તેણે ઘણું કર્યું છે અને અમારા બધા માટે એક માપદંડ સ્થાપિત કર્યો છે. અમે વિદેશમાં શ્રેણી જીતી છે. તેની પાસે દરેકમાંથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની અદભૂત ક્ષમતા હતી. રાહુલે  સિનિયર બેટ્સમેન શિખર ધવન પાસેથી વધુ સારા પ્રદર્શનની આશા કરી હતી. ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં શિખરનું બેટ ચાલ્યું ન હતું, છતાં તેને ટીમમાં જગ્યા મળી છે.


કેએલ રાહુલે કહ્યું કે, "જોહાનિસબર્ગમાં ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરવાનું એક સપનું સાકાર થયું હતું અને જો મને ભવિષ્યમાં જવાબદારી સોંપવામાં આવશે તો હું મારું સર્વશ્રેષ્ઠ આપીશ. પરંતુ અત્યારે હું માત્ર ODI શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું." કેએલ રાહુલે વધુમાં કહ્યું, "હું એવો કોઈ વ્યક્તિ નથી કે જે પરિણામોથી ખૂબ ચિંતિત હોય કે ખૂબ ખુશ હોય. હું એમએસ ધોની અને વિરાટ જેવા મહાન સુકાનીઓ હેઠળ રમ્યો છું. મેં જે પણ અનુભવ મેળવ્યો છે તેનો હું ઉપયોગ કરવાનો પ્રયાસ કરીશ.