India vs South Africa 1st T20I, Team India Playing 11: ઓસ્ટ્રેલિયાને T20 શ્રેણીમાં હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. આવતીકાલે એટલે કે બુધવાર 28 સપ્ટેમ્બરથી બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ ટી20 મેચ તિરુવનંતપુરમમાં રમાશે. જાણો આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી રહેશે.


ટીમ ઈન્ડિયા હાર્દિક અને ભુવનેશ્વર વગર રમશે


તમને જણાવી દઈએ કે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. તે જ સમયે, દીપક હુડ્ડા પણ કમરના દુઃખાવાના કારણે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં નહીં હોય.


બુધવારે રમાનારી પ્રથમ T20માં KL રાહુલ અને રોહિત શર્મા જ ઇનિંગની શરૂઆત કરશે. સાથે જ વિરાટ કોહલીને ત્રીજા નંબર પર અને સૂર્યકુમાર યાદવને ચોથા નંબર પર રમવાનું પણ નક્કી છે.


કાર્તિક અને પંત બંનેને સ્થાન મળી શકે છે


પ્રથમ T20માં હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ઋષભ પંત અને દિનેશ કાર્તિક બંને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે. પંત પાંચમા નંબર પર અને કાર્તિક છઠ્ઠા નંબર પર રમતા જોવા મળશે. આ પછી સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ સાતમા નંબર પર રમશે. અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું.


આવો હશે બોલિંગ વિભાગ


ફાસ્ટ બોલિંગ વિભાગમાં સ્વિંગ માસ્ટર દીપક ચહર, મીડિયમ ફાસ્ટ બોલર હર્ષલ પટેલ અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ હશે. તે જ સમયે, સ્પિનની કમાન ફરી એકવાર યુઝવેન્દ્ર ચહલના હાથમાં રહેશે.


દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20માં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, દીપક ચહર, હર્ષલ પટેલ, જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ.


આ પણ વાંચો...


T20 World Cup 2022: ટી20 વર્લ્ડ કપમાં મૈથ્યૂ વેડ બની શકે છે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન, સામે આવી આ જાણકારી


Team India: મેચ બાદ ભારતીય વિકેટકીપર બેટ્સમેનના રૂમમાં ચોરી, રોકડ-દાગીના અને ઘડિયાળ ગાયબ


Rape Case: આ ક્રિકેટર પર લાગ્યો છોકરી પર રેપ કરવાનો આરોપ, પોલીસે શોધખોળ શરૂ કરી તો થઇ ગયો ફરાર, જાણો શું છે મામલો