South Africa vs India 2nd Test: Johannesburgમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને સાત વિકેટથી હાર આપી છે. આ સાથે જ સાઉથ આફ્રિકાએ ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં 1-1થી બરોબરી કરી લીધી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ 240 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આટલો મોટો ટાર્ગેટ આ મેદાન પર સાઉથ આફ્રિકાએ અગાઉ ક્યારેય હાંસલ કર્યો નહોતો પરંતુ આ વખતે ઇતિહાસ રચી દીધો છે. સાઉથ આફ્રિકાએ ફક્ત ત્રણ વિકેટ ગુમાવી ટાર્ગેટ હાંસલ કર્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમના કેપ્ટન ડીન એલ્ગર જીતના હીરો રહ્યો હતો.
આ મેચની બીજી ઇનિંગમાં ભારતીય બોલરો ફ્લોપ સાબિત થયા છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજમાંથી કોઇ પણ બોલર કમાલ કરી શક્યો નહોતો. જ્યારે સ્પિનર અશ્વિન પણ કાંઇ કમાલ કરી શક્યો નહોતો.
આ મેચમાં પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ 202 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમે પ્રથમ ઇનિંગમાં 229 રન બનાવી 27 રનની લીડ મેળવી હતી. ત્યારબાદ બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 266 રન કરી શકી હતી અને યજમાન ટીમને જીતવા માટે 240 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ચોથા દિવસે સાઉથ આફ્રિકાની ટીમે ત્રણ વિકેટ ગુમાવી મેચ જીતી લીધી હતી.
આ પણ વાંચો.....
તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ
IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ
Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન