IND vs SA, 4th T20 : ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં દક્ષિણ આફ્રિકાને 82 રને હરાવ્યું, સીરિઝ 2-2થી બરાબર
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની ચોથી મેચ રાજકોટમાં રમાશે. ભારતીય ટીમ આ શ્રેણીમાં 1-2થી પાછળ છે. તે કોઈપણ ભોગે આ મેચ જીતીને શ્રેણી બરાબરી કરવા ઈચ્છે છે.
રાજકોટમાં રમાયેલી T20 શ્રેણીની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 82 રને હરાવ્યું. ભારત તરફથી દિનેશ કાર્તિકે અડધી સદી ફટકારી હતી. જ્યારે અવેશ ખાને 4 વિકેટ લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની શ્રેણીમાં 2-2ની બરાબરી કરી લીધી છે. આફ્રિકન ટીમે પ્રથમ બે મેચ જીતી હતી, જે બાદ ભારતે શાનદાર વાપસી કરી હતી. ચોથી T20માં ભારતે દક્ષિણ આફ્રિકાને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ 16.5 ઓવરમાં માત્ર 87 રન બનાવી શકી.
દક્ષિણ આફ્રિકાની ટીમે 80 રનમાં 8 વિકેટ ગુમાવી છે. ટીમ ઈન્ડિયાએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આવેશ ખાને શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી છે.
દક્ષિણ આફ્રીકાની ટીમે 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 58 રન બનાવ્યા છે. ડિકોક 14 રન બનાવીને રનઆઉટ થયો હતો. ડ્વેન પ્રિટોરિયસ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો.
દક્ષિણ આફ્રીકાની ટીમે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 25 રન બનાવ્યા છે. ડિકોક 14 રન બનાવીને રનઆઉટ થયો હતો.
IND vs SA, 4th T20 Live: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી દિનેશ કાર્તિકે સૌથી વધુ રન બનાવતા આક્રમક 55 રન બનાવ્યા હતા. જેમાં 9 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. હાર્દિક પંડ્યાએ પણ શાનદાર બેટિંગ કરતા 46 રનની ઈનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી એન્ગિડીએ 2 વિકેટ ઝડપી હતી.
ટીમ ઈન્ડિયાનો સ્કોર 150 રનને પાર થયો છે. હાર્દિક પંડ્યા 46 રન બનાવી આઉટ થયો છે. દિનેશ કાર્તિક હાલ શાનદાર ઈનિંગ રમી 48 રન બનાવી રમતમાં છે. ટીમ ઈન્ડિયાએ 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 153 રન બનાવી લીધા છે.
દિનેશ કાર્તિકે ખૂબ જ આક્રમક ઈનિંગ રમી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર પહોંચી ગયો છે. હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક બંને રમતમાં છે.
ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. પંત 17 રન બનાવી આઉટ થયો છે. હાલમાં હાર્દિક પંડ્યા મેદાનમાં છે. ટીમ ઈન્ડિયાએ 14.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 93 રન બનાવી લીધા છે.
ઈશાન કિશન 27 રન બનાવીને આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાએ 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 56 રન બનાવી લીધા છે. રિષભ પંત અને હાર્દિક પંડ્યા બંને હાલ રમતમાં છે.
ટીમ ઈન્ડિયાને બીજો મોટો ઝટકો લાગ્યો છે. શ્રેયસ અય્યર માત્ર 4 રન બનાવી આઉટ થયો છે. હાલમાં ઈશાન કિશન અને પંચ મેદાનમાં છે. ટીમ ઈન્ડિયાએ 3.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 26 રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો લાગ્યો છે. ઋતુરાજ ગાયકવાડ માત્ર 5 રન બનાવી આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાએ 2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 13 રન બનાવી લીધા છે.
ભારત પ્લેઈંગ ઈલેવન: ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર, કેપ્ટન), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન
દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (c), ક્વિન્ટન ડી કોક (wk), રસી વાન ડેર ડુસેન, ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, ડ્વેન પ્રિટોરિયસ, કેશવ મહારાજ, માર્કો જાન્સેન, લુંગી એનગિડી, તબરેઝ શમ્સી, એનરિક નોર્ટજે
દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની ચોથી T20 મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની ચોથી મેચ રાજકોટમાં રમાશે. ભારતીય ટીમ આ શ્રેણીમાં 1-2થી પાછળ છે. તે કોઈપણ ભોગે આ મેચ જીતીને શ્રેણી બરાબરી કરવા ઈચ્છે છે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs SA, 4th T20, Saurashtra Cricket Association Stadium: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની ચોથી મેચ રાજકોટમાં રમાશે. ભારતીય ટીમ આ શ્રેણીમાં 1-2થી પાછળ છે. તે કોઈપણ ભોગે આ મેચ જીતીને શ્રેણી બરાબરી કરવા ઈચ્છે છે. ભારતીય ટીમે છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 48 રનથી જીત મેળવી હતી. જ્યારે આફ્રિકન ટીમ આ મેચ જીતીને સિરીઝ કબજે કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
દક્ષિણ આફ્રિકાની ટીમ પાછલી મેચમાં હાર બાદ પુનરાગમન કરવા માંગશે. જો કે તેને ભારતીય ટીમ તરફથી આકરી સ્પર્ધા મળશે. ભારતીય ટીમના ખેલાડીઓએ જે રીતે વાપસી કરી છે તે જોતા લાગે છે કે આફ્રિકન ટીમને શાનદાર ટક્કર મળવાની છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાએ શ્રેણીની પ્રથમ મેચ 7 વિકેટે જીતી હતી. જ્યારે તેણે બીજી મેચ 4 વિકેટે જીતી લીધી હતી. આ પછી ભારતે શાનદાર વાપસી કરી અને ત્રીજી મેચ 48 રને જીતી લીધી. આ મેચમાં ભારત તરફથી ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી.
સંભવિત પ્લેઈંગ ઈલેવન -
ભારત: ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, ઋષભ પંત (કેપ્ટન, વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ
દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (સી), ક્વિન્ટન ડી કોક, ડ્વેન પ્રિટોરિયસ, રાસી વાન ડેર ડૂસન, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, વેઈન પાર્નેલ, કાગીસો રબાડા, કેશવ મહારાજ, એનરિક નોર્ટજે, તબરેઝ શમ્સી
- - - - - - - - - Advertisement - - - - - - - - -