નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ વિરાટ કોહલી હાલમાં ભલે આઇપીએલમાં ફ્લૉપ સાબિત થયો હોય, પરંતુ તેની યશકલગીમાં વધુ એક મોરપિંછ લાગી રહ્યું છે, એટલે કે તેને વધુ એક સિદ્ધિ મેળવી છે. વિરાટ કોહલી ક્રિકેટની દુનિયામાં તો અનેક પરાક્રમો કરી ચૂક્યા છે, પરંતુ હવે સોશ્યલ મીડિયા પર પણ તેનો દબદબો વધવા લાગ્યો છે. વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ મામલે નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. વિરાટ 200 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ મામલે તેનાથી બે ખેલાડીઓ આગળ છે, જેમાં રોનાલ્ડો પ્રથમ અને મેસ્સી બીજા ક્રમે છે.


વિરાટ કોહલી ક્રિકેટમાં તો અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરી જ છે, પરંતુ સાથે સાથે તેને સોશ્યલ મીડિયાને પણ ચેલેન્ડ કરી દીધી છે. દુનિયાભરના તમામ સ્પોર્ટ્સ દિગ્ગજોના ફોલોઅર્સની જોઇએ તો વિરાટ ખરેખરમાં સૌથી આગળ રહે છે. ભલે વિરાટ કોહલી ત્રીજા નંબર પર છે, છતાં તેનુ ફેન ફોલોઇંગ વધુ છે. 


દુનિયાભરમાં ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોવર્સમાં પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ત્યારબાદ આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસ્સી છે. રોનાલ્ડોના 451 મિલિયન (45.1 કરોડ) અને મેસીના 334 મિલિયન (33.4 મિલિયન) ચાહકો છે.


સૌથી વધુ ફોલો કરવામાં આવતા સ્પોર્ટ્સ લિજેન્ડ


ક્રિસ્ટિયાનો રોનાલ્ડો - 451 મિલિયન
લિયોનેલ મેસ્સી - 334 મિલિયન
વિરાટ કોહલી - 200 મિલિયન
નેમેન જુનિયર - 175 મિલિયન
લેબ્રોન જેમ્સ - 123 મિલિયન


આ પણ વાંચો....... 


Vastu Tips For Main Door: ઘરના મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ


Mangal Effect: 27 જૂન સુધીનો સમય આ રાશિના જાતક માટે છે સુવર્ણ, જાણો આપની રાશિ મુજબ કેવો રહેશે સમય


ગુજરાતના આ શહેરમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો, રાજ્યના એક દિવસના કુલ કેસ પૈકી 60 ટકા કેસ આ એક જ શહેરમાં નોંધાયા


Mental Fatigue: માનસિક થાકથી ફટાફટ મળશે રાહત, આ દેશી ડ્રિન્ક કરી દેશી તરોતાજા, જાણો અનેકગણા છે ફાયદા


Weight Loss: થાઇરોડ્સની બીમારીના કારણે વધી રહ્યું છે વજન? તો આ રીતે કરો વેઇટ લોસ


Beauty Secret:પૈસા ખર્ચ્યા વગર ઘરે જ ચહેરા પર લાવો ગ્લો, આ ટિપ્સ કોલેજનને કરશે બૂસ્ટ, માત્ર 5 મિનિટ સુધી કરો આ કામ


ડેબ્યૂ પહેલા ઉમરામ મલિકનુ સ્લેજિંગ, લોકોએ કહ્યું સચિને પાકિસ્તાનની હાલત કરી હતી એવી જ હાલત થશે આફ્રિકાની, જાણો શું છે કિસ્સો