Ind vs SA ODI Series: ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં એકદમ શરમજનક રીતે હારનો સામનો કર્યો છે. આ સાથે જ કેટલાક ખેલાડીઓ પર સવાલો ઉઠવાના શરૂ થઇ ગયા છે, આમાં સૌથી પહેલા બલીનો બકરો અનુભવી બૉલર ભુવનેશ્વર કુમાર બન્યો છે. 


ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસની શરૂઆત જીત સાથે કરી હતી પરંતુ, બાદમાં બીજી અને ત્રીજી ટેસ્ટ હારવાની સાથે ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ 2-1થી ગુમાવવી પડી હતી. આ પછી વનડે સીરીઝમાં પણ દક્ષિણ આફ્રિકાએ ભારતને ત્રણ મેચોમાં હાર આપીને 3-0થી ક્લિન સ્વીપ કરી દીધુ હતુ. ટેસ્ટ અને વનડે સીરીઝ હાર બાદ ભારતના બે અનુભવી ક્રિકેટર ભુવનેશ્વકુમાર અને રવિચંદ્રન અશ્વિન પર સવાલો ઉઠ્યા છે. 


ભુવનેશ્વરને પ્રવાસમાં 2 મેચો રમવાનો મોકો મળ્યો, જેમાં તે ફ્લૉપ રહ્યો. પહેલી બે વનડે મેચોમાં ખરાબ પ્રદર્શન બાદ તેને ત્રીજી મેચથી બહાર કરી દેવામા આવ્યો હતો. ભુવનેશ્વર કુમાર એકસમયે ટીમ ઇન્ડિયાનો મુખ્ય બૉલર ગણાતો હતો. પરંતુ હાલનુ ભુવીનુ ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય બન્યો છે. 


ભુવનેશ્વરે સીરીઝની પહેલી મેચમાં 10 ઓવર નાંખી અેન 64 રન આપ્યા હતા. તેના ખાતામાં એકપણ વિકેટ ના આવી. વળી બીજી વનડેમાં તેને 8 ઓવર ફેંકી અને 67 રન લૂંટાવ્યા હતા. ભુવનેશ્વર આખી સીરીઝમાં ફ્લૉર સાબિત થયો. ખાસ વાત છે કે ભુવનેશ્વરના ખરાબ પ્રદર્શન બાદ શાર્દૂલ ઠાકુર અને દીપક ચાહરની લોકપ્રિયતા વધી ગઇ છે. કેમ કે બન્ને બૉલિંગની સાથે સાથે બેટિંગ પણ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યાં છે. 


IND vs SA 3rd ODI : સાઉથ આફ્રિકાએ રોમાંચક મેચમાં ભારતને 4 રને હરાવ્યું-
રોમાંચક મુકાબલમાં સાઉથ આફ્રીકાની ટીમે ભારતીય ટીમને 4 રનથી હાર આપી છે.ટીમ ઈન્ડિયા 49.2 ઓવરમાં 283 રન બનાવી શકી. ભારત તરફથી વિરાટ કોહલીએ અડધી સદી ફટકારતા 65 રન બન્યા હતા. આ સિવાય ધવને 61 રન અને ચહરે શાનદાર ઈનિંગ રમી 54 રન ફટકારી ટીમને જીતની નજીક પહોંચાડી હતી. પરંતુ અન્ય બેટ્સમેન મેચ જીતાડવામાં સફળ ન રહ્યા.   સાઉથ આફ્રીકાએ પ્રથમ બેટિંગ કરતા 287 રન બનાવ્યા હતા. 


આ પણ વાંચો..........


Health Tips: ઓમિક્રોનથી બચાવશે આ શાકભાજી, ઇમ્યુનિટી પણ થશે મજબૂત, ડાયટમાં કરો સામેલ


અમેઝિંગ ટ્રિક્સઃ ચેટને મજેદાર બનાવવા Whatsappમાં કરી દો આ બે સેટિંગ, બદલાઇ જશે તમારુ એક્સપીરિયન્સ


Gmail Safety Tips: આ આસાન રીતે જાણો તમારુ Gmail હેક થયુ છે કે નહીં.............


ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, એક્ટિવ કેસનો આંકડો 134837 પર પહોંચ્યો


સીધા ઇન્ટરવ્યુ દ્વારા અહીં મળી રહી છે નોકરીઓ, જાણો શું હોવી જોઈએ લાયકાત અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


UPSC Recruitment 2022: UPSC માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, તમે પણ બની શકો છો અધિકારી