Ishan Kishan India vs South Africa 5th T20I Bengaluru: ટીમ ઈન્ડિયાના ખેલાડી ઈશાન કિશને નાની ઉંમરમાં ઘણી મોટી ઉપલબ્ધિઓ પોતાના નામે કરી છે. તેણે આઈપીએલમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. હવે તે આંતરરાષ્ટ્રીય મેચોમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બેંગ્લોરમાં રમાઈ રહેલી મેચમાં ઈશાન વધુ રન બનાવી શક્યો નહોતો, પરંતુ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી હતી. આ સાથે તેણે વિરાટ કોહલી અને કેએલ રાહુલની યાદીમાં જગ્યા બનાવી છે. ઈશાન ભારત માટે 5 મેચની T20I શ્રેણીમાં 200 થી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી બન્યો છે.


સીરીઝમાં ઈશાનનું શાનદાર પ્રદર્શનઃ
ઈશાને બેંગ્લોરમાં 7 બોલનો સામનો કર્યો અને 2 સિક્સરની મદદથી 15 રન બનાવ્યા. તે પહેલાંની મેચોમાં ઈશાને સારું પ્રદર્શન કર્યું હતું. ઈશાને વિશાખાપટ્ટનમ T20માં શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી. તેણે 35 બોલમાં 54 રન બનાવ્યા હતા. જ્યારે દિલ્હીમાં 76 રનની ઇનિંગ રમી હતી. આ રીતે ઈશાને 5 મેચમાં 206 રન બનાવ્યા છે. ઈશાન ટીમ ઈન્ડિયા માટે 5 મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં 200થી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી બન્યો છે.


વિરાટના નામે સૌથી વધુ રનનો રેકોર્ડઃ
5 મેચની T20I શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ ઈંગ્લેન્ડ સામે 231 રન બનાવ્યા હતા. જ્યારે કેએલ રાહુલ આ મામલે બીજા સ્થાને છે. રાહુલે ન્યુઝીલેન્ડ સામે 224 રન બનાવ્યા હતા. હવે આ યાદીમાં ઈશાનનું નામ પણ જોડાઈ ગયું છે. સાઉથ આફ્રિકા સામેની 5 ટી20 મેચોની સીરઝમાં ઈશાને 206 રન બનાવ્યા છે.


આ પણ વાંચોઃ


કુઓર્ટેન ગેમ્સમાં નીરજ ચોપડાએ ગોલ્ડ જીત્યો, જો કે, દુર્ઘટનાનો શિકાર બનતાં બચી ગયો, જુઓ વીડિયો


એક જ ટીમમાંથી રમતા દેખાશે વિરાટ કોહલી અને બાબર આઝમ, જાણો કઇ છે ટૂર્નામેન્ટ ને ક્યારે રમાશે....