Virat Kohli-Babar Azam: ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ ઘણા સમયથી આઇસીસી ટૂર્નામેન્ટ સિવાય ક્યારે પણ આમને સામને નથી ટકરાયા, હવે બન્ને ટીમના ખેલાડીઓ એક સાથે રમતા દેખાશે. રિપોર્ટ છે કે, આગામી વર્ષે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાથી સાથે રમતાં દેખાશે. આ માટે ACC ખાસ પ્લાનિંગ કરી રહી છે.
ખરેખરમાં, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) આફ્રો-એશિયાને ફરીથી શરૂ કરવા માંગે છે, અને 2023માં આને આયોજિત કરવાનુ પ્લાનિંગ બનાવી રહી છે. જો બધુ બરાબર રહેશે તો ભારત અને પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ એશિયન ઇલેવન માટે રમતા દેખાશે.
2005માં રમાઇ હતી પહેલી સિઝન -
ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર માત્ર બે વાર આફ્રો-એશિયા કપનુ આયોજન થયુ છે. વર્ષ 2005માં ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ હતી, જ્યારે 2007માં રમાયેલી ટૂર્નામેન્ટમાં ત્રણ વનડે ઉપરાંત એક ટી20 મેચ પણ રમાઇ હતી. જ્યાં પહેલી સિઝન 1-1ની બરાબરી પર રહી હતી. વળી, બીજી સિઝન એશિયન ઇલેવને ચારેય મેચ જીતી હતી
એસીસી કરી રહી છે પુરજોશમાં તૈયારીઓ -
એસીસીના કૉમર્શિયલ એન્ડ ઇવેન્ટ્સના પ્રમુખ પ્રભાકરણ ધનરાજે ફૉર્બ્સે બતાવ્યુ- અમને હજુ સુધી ક્રિકેટ બોર્ડ તરફથી પુષ્ટી નથી મળી, અમે હજુ પણ શ્વેત પત્ર પર કામ કરી રહ્યાં છીએ, અને આને બન્ને બોર્ડેને સોંપી દેવામાં આવશે, પરંતુ અમારી યોજના એશિયન ઇલેવનમાં ભારત અને પાકિસ્તાનના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને સામેલ કરવાની છે. યોજનાને અંતિમ રૂપ આપ્યા બાજ જાહેરાત અને બ્રૉડકાસ્ટર માટે માર્કેટ તરફ જઇશું.
આ પણ વાંચો.....
અગ્નિપથ સ્કીમઃ 1 કરોડનો વીમો, કેન્ટિન સુવિધા, 30 દિવસની રજા, વાયુસેનાએ જાહેર કર્યુ ભરતી નૉટિફિકેશન
રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી? આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ
Vehicle Astrology: આપની રાશિ મુજબ કારનો કલર કરો પસંદ, રહેશે શુભ
Post Office ની બેસ્ટ saving scheme, અહી રોકાણ કરવાથી વધુ મળશે રિટર્ન, પૈસા પણ રહેશે સુરક્ષિત
સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનો પર્દાફાશ, થાઈલેન્ડની 3 અને 1 ભારતીય છોકરીને પોલીસે છોડાવી