IND vs SA, ODI Series: કેએલ રાહુલ (KL Rahul)ની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા (Team India) ત્રીજી વનડે મેચમાં જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. દક્ષિણ આફ્રિકા (South Africa) એ પહેલી અને બીજી બન્ને વનડે મેચ જીતીને સીરીઝ 2-0થી કબજે કરી લીધી છે. 


આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી વનડે મેચ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર રમાશે. જાણો અહીંની કેવી છે પિચ ને કોને કરશે વધુ મદદ......... 


પિચ રિપોર્ટ-
ન્યૂઝીલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ્સની પિચ ટેસ્ટ બેટ્સમેને અને બૉલરો બન્ને માટે મદદરૂપ સાબિત થાય છે. ફાસ્ટ બૉલરોને પિચથી બાઉન્સ મળવાની આશા છે. સ્પિન બૉલરોને આનાથી કોઇ મદદ મળવાની સંભાવના નથી. આ પિચ પર બેટ્સમેને આસાનીથી રન બનાવી શકે છે, અને એટલા માટે મેચ હાઇ સ્કૉરિંગ રહેવાની પુરેપુરી શક્યતા છે. ભારતીય ટીમે ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ્સ પર અત્યાર સુધી 5 મેચો રમી છે, જેમાં ટીમને ત્રણ મેચોમાં જીત મળી છે, જ્યારે બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 


કેવુ રહેશે કેપટાઉનનુ હવામાન-
ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે છેલ્લી વનડે મેચ આજે કેપટાઉનના ગ્રાઉન્ડમાં રમાશે. રવિવારે કેપટાઉનનુ તાપમાન લગભગ 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે. મેચ દરમિયાન વરસાદની કોઇ સંભાવના નથી. 


આ પણ વાંચો..................


Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત


Sarkari Naukri: 56 વર્ષના છો તો શું થયું, તમે પણ આ મંત્રાલયમાં બની શકો છો અધિકારી


Electric Cycle: 3 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાઇકલ, LED ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ મળશે


કોરોનાના કારણે ગુજરાતના આ બે યાત્રાધામ આ તારીખ સુધી રહેશે બંધ


Income Tax News: રોકડમાં ન કરો આ 5 કામ, નહીં તો થશે મોટું નુકસાન