India vs South Africa T20 World Cup 2022 Suryakumar Yadav: પર્થમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 9 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરી હતી. તેણે 40 બોલમાં 6 ચોગ્ગા અને 3 સિક્સરની મદદથી 68 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા માટે લુંગી એનગિડીએ ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સાથે વેઇન પાર્નેલે 3 વિકેટ લીધી હતી.


ભારતની શરૂઆત ખરાબ હતી


પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરુઆત ખરાબ રહી હતી અને ઓપનર કેએલ રાહુલ માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્માએ 14 બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 15 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 11 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. પણ સૂર્યકુમારે બાજી સંભાળી લીધી હતી અને 40 બોલમાં 68 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે 6 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી હતી. ઓલરાઉન્ડર દીપક હુડ્ડા ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો.


હાર્દિક પંડ્યા પણ સસ્તામાં આઉટઃ


હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક પણ કંઈ ખાસ કરી શક્યા નથી. પંડ્યા 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કાર્તિક બેટિંગ દરમિયાન સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તે 15 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. રવિચંદ્રન અશ્વિન પણ 7 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ શમી ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ભુવનેશ્વર કુમાર 4 રન બનાવી અણનમ રહ્યો હતો. અર્શદીપ સિંહ 2 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ રીતે ભારતે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા.


દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી એનગિડીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ લીધી હતી. પાર્નેલે 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે 15 રન આપ્યા અને મેડન ઓવર આઉટ કરી. વેઇન પાર્નેલે પણ 3 વિકેટ ઝડપી હતી. એનરિક નોર્ટજેને પણ સફળતા મળી. તેણે 4 ઓવરમાં 23 રન આપ્યા. આ સિવાય કોઈ બોલર વિકેટ લઈ શક્યો નહોતો.