બેંગલુરુઃ ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરિઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ બેંગલુરુમાં રમાશે. આ ટેસ્ટ મેચ ડે-નાઇટ રહેશે. ભારતની ટીમ ઘરઆંગણે બીજી વખત ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે. અગાઉ, ભારતે 2019ના અંતમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે પિંક બોલ ટેસ્ટ મેચ રમી હતી. તે મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી.
ભારતીય ટીમ બીજી ટેસ્ટમાં પણ જીત મેળવી શ્રીલંકાને ટેસ્ટમાં પણ ક્લિનસ્વિપ કરવાનો પ્રયાસ કરશે. ત્યારે આવો જાણીએ પિંક બોલ ટેસ્ટ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી રહેશે.
શ્રીલંકા સામે બીજી ટેસ્ટમાં મયંક અગ્રવાલ અને રોહિત શર્મા ઓપનિંગમાં ઉતરી શકે છે. જ્યારે ત્રીજા નંબર પર હનુમા વિહારી બેટિંગ કરવા ઉતરશે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ચોથા નંબર પર તો વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત પાંચમા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. શ્રેયસ ઐય્યર પણ સારુ પ્રદર્શન કરવા માટે તૈયાર છે. રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરનો વિકલ્પ હશે. તેના સિવાય આર અશ્વિન પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે, પરંતુ છેલ્લી મેચમાં રમનાર સ્પિનર જયંત યાદવને ટીમમાંથી પડતો મુકવામાં આવી શકે છે.
જયંત યાદવના સ્થાને ઓલરાઉન્ડર અક્ષર પટેલની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. પિંક બોલ ટેસ્ટ મેચમાં ફક્ત બે ઝડપી બોલરોને રમાડવામાં આવે તેવી સંભાવના છે. મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહને ટીમમાં સામેલ કરાશે તે લગભગ નક્કી છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટમેન), શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ.
5 રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ મુશ્કેલીમાં, રાજ્યસભામાં વિપક્ષનો દરજ્જો ગુમાવી દેશે કોંગ્રેસ?
Punjab CM Oath Ceremony: આ તારીખે પંજાબના મુખ્યમંત્રી પદના શપથ લેશે ભગવંત માન