Gujarat TItans: ગુજરાટ ટાઈટન્સે જાહેરાત કરી છે કે, આ રવિવાર 13 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાના ઉદ્ધાટન કાર્યક્રમની યજમાની કરશે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અને ગુજરાત ટાઈટન્સના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા આ કાર્યક્રમથી ગુજરાતની ભાવનાઓને ગુજરાત ટાઈટન્સ ટીમ સાથે જોડવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ, ભાગીદારો અને બીજા ગણમાન્ય લોકો હાજર રહેશે.
ગુજરાત ટાઈટન્સ આ કાર્યક્રમમાં ટીમની જર્સીને લોન્ચ કરવાની સાથે લોકો સાથે જોડાવ ઉભો કરવા ટીમનો લોગો પણ લોન્ચ કરવામાં આવશે. આ વર્ષની આઈપીએલ સીઝન સાથે નવી ટીમના રુપમાં શરુઆત કરી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમને બનાવવા માટે અને ચાહકો સાથે ટીમના જોડાણ માટે ટીમે કરેલા પ્રયત્નોની હાલ ચર્ચા થઈ રહી છે. આ કાર્યક્રમથી ગુજરાતની ભાવનાઓને ગુજરાત ટાઈટન્સ ટીમ સાથે જોડવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ, ભાગીદારો અને બીજા ગણમાન્ય લોકો હાજર રહેશે.
ટીમ ડેબ્યુ માટે તૈયારઃ
જાન્યુઆરી 2022માં હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અને રાશિદ ખાનને સાઈન અપ કર્યા બાદ હરાજીમાં ઘણા આંતરરાષ્ટ્રીય અને ભારતના સ્ટાર ખેલાડીઓને પસંદ કરીને ગુજરાત ટાઈટન્સની ટીમ અનુભવ અને યુવા ટેલેન્ટ સાથે એક સમતોલ ટીમ બની છે. ટીમ પોતાના ડેબ્યુ સીઝન માટે સંપુર્ણ રીતે તૈયાર છે. ગુજરાતની ટીમ ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ રમશે. આ સાથે મોહમ્મદ શમી, ડેવિડ મિલર અને મૈથ્યુ વેડ પણ ગુજરાત ટાઈટન્સની ટીમમાં રમશે.