IND vs SL Score 2nd T20: બીજી ટી20માં શ્રીલંકાએ ભારતને 16 રનોથી હરાવ્યુ, સીરીઝ 1-1ની બરાબરી પર

IND vs SL T20I Series: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ મેચોની ટી20 સીરીઝની બીજી ટી20 મેચ રમાઇ રહી છે, આજે બન્ને ટીમે પુણેના ગ્રાઉન્ડ પર આમને સામને છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 05 Jan 2023 10:57 PM
સીરીઝમાં 1-1ની બરાબરી, ફાઇનલ મેચ 7મીએ

બન્ને ટીમોએ આજે બીજી ટી20માં દમદાર રમત બતાવી, જોકે, આખરમાં શ્રીલંકન ટીમે બાજી મારી લીધી અને સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી હતી, પ્રથમ ટી20 ભારતીય ટીમે જીતી હતી, જોકે હવે બીજી ટી20 શ્રીલંકાએ જીતી લીધી છે, હવે બન્ને ટીમો આગામી ફાઇનલ મેચ માટે 7મી જાન્યુઆરીએ આમને સામને ટકરાશે.

શ્રીલંકાએ ભારતને 16 રનોથી હરાવ્યુ

એકદમ રોમાંચક મેચમાં શ્રીલંકાએ ભારતને 16 રનોથી હરાવી દીધુ  છે. 207 રનોના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 20 ઓવરોમાં 8 વિકેટના નુકસાને 190 રન જ બનાવી શકી, આની સાથે જ સીરીઝ 1-1થી બરાબર થઇ ગઇ છે. જોકે, એકસમયે મેચમાં આવી સ્થિતિ આવી ગઇ હતી કે ભારતીય ટીમની હાર નક્કી દેખાતી હતી, પરંતુ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલના તાબડતોડ બેટિંગના કારણે ભારતીયી ટીમની જીતની આશા ફરી જીવંત થઇ હતી.

કેપ્ટન હાર્દિક ક્રિઝ પર 

ભારતનો સ્કૉર 3 ઓવરના અંતે 3 વિકેટો ગુમાવીને 27 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર કેપ્ટન હાર્દિક પંડ્યા 5 રન અને સૂર્યકુમાર યાદવ 0 રન બનાવીને રમી રહ્યા છે. 

રાહુલ ત્રિપાઠી આઉટ

પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા રાહુલ ત્રિપાઠી પણ આઉટ થઇને પેવેલિયન ભેગો થઇ ગયો છે, રાહુલને 5 રનના (5) અંગત સ્કૉર પર મધુશંકાએ મેન્ડિસના હાથમા ઝીલાવી દીધો હતો. 2.3 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાનો સ્કૉર 3 વિકેટના નુકશાને 26 રન પર પહોંચ્યો છે.

ભારતીય ટીમને બીજો ઝટકો

ટીમ ઇન્ડિયાની બેટિંગ શરૂ થઇ ચૂકી છે, અને ટીમને બીજો ઝટકો લાગ્યો છે, બીજી ઓવરમાં રાજીતાએ પહેલા ઇશાન કિશનને 2 રને બૉલ્ડ કર્યો, હવે શુભમન ગીલને પણ રજીતાએ 5 રનનો સ્કૉર પર આઉટ કરી દીધો છે.

ભારતને જીતવા 207 રનોનો ટાર્ગેટ

શ્રીલંકા ટીમે ભારતીય ટીમને બીજી ટી20 જીતવા માટે 207 રનોનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે, શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટો ગુમાવીને 206 રન બનાવી લીધા છે, આ સાથે જ ટીમ ઇન્ડિયાને 207 રનો જીત માટે લક્ષ્યાંક મળ્યો હતો. શ્રીલંકાની ઇનિંગમાં કેપ્ટન શનાકાએ અંતિમ ઓવરમાં ધારદાર બેટિંગ કરીને પોતાની ફિફ્ટી પણ પુરી કરી હતી.

ઉમરાનનો તરખાટ

શ્રીલંકા વિરુદ્ધ ટી20માં ઉમરાન મલિકનો તરખાટ જોવા મળ્યો છે, ઉમરાને એક જ ઓવરમાં બે વિકેટો ઝડપીને શ્રીલંકાને બેકફૂટ પર લાવી દીધુ છે, ઉમરાને 16મી ઓવરમાં એટલે કે 15.5 પર ચરિથ અસલંકાને 37 રને આઉટ કર્યો જ્યારે 15.6 પર વાનિન્દુ હસરંગાને શૂન્ય રને બૉલ્ડ કરીને પેવેલિયન મોકલ્યો. 16 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કૉર 6 વિકેટના નુકશાને 138 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર દાસુન શનાકા 4 રન બનાવીને રમી રહ્યો છે. 

15 ઓવર, શ્રીલંકા 129/4

15 ઓવર બાદ શ્રીલંકા ટીમનો સ્કૉર 4 વિકેટના નુકશાને 129 રન પર પહોંચ્યો છે. અત્યારે કેપ્ટન દાસુન શનાકા 4 રન અને ચરિત અસલંકા 30 રન બનાવીને ક્રિઝ પર છે.

શ્રીલંકાનો સ્કૉર 100 રનને પાર

14 ઓવરના અંતે શ્રીલંકાના સ્કૉર 100 રનને પાર પહોંચી ગયો છે, શ્રીલંકાએ 4 વિકેટો ગુમાવીને 113 રન બનાવી લીધા છે, અત્યારે અસલંકા 17 રન અને શનાકા 1 રન બનાવીને ક્રિઝ પર છે.

ભારતને ચોથી સફળતા

ટીમ ઇન્ડિયાને ચોથી સફળતા મળી છે, સ્ટાર સ્પીનર અક્ષર પટેલે ભારતને સફળતા અપાવી છે, અક્ષરે ધનંજય ડિસિલ્વાને 3 રનના (6 બૉલ) અંગત સ્કૉર પર દીપક હુડ્ડાના હાથમાં ઝીલાવી દીધો છે.

ઉમરાને રાજપક્ષેને બૉલ્ડ કર્યો

ચહલ બાદ ઉમરાન મલિકે ભારતને બીજી સફળતા અપાવી છે, ઉમરાને રાજપક્ષેને 2 રનના અંગત સ્કૉર પર બૉલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો. ડ્રિક્સ બ્રેક સુધી 9.3 ઓવર બાદ શ્રીલંકાનો સ્કૉર 2 વિકેટના નુકશાને 78 રન પર પહોંચ્યો છે.

ચહલે અપાવી પ્રથમ સફળતા

યુજવેન્દ્ર ચહલે ભારતીય ટીમને પ્રથમ સફળતા કુસલ મેન્ડિસના રૂપમાં આપવી છે, આક્રમક બેટિંગ કરી રહેલા કસલ મેન્ડિસને ચહલે 52 રનના સ્કૉર પર એલબીડબલ્યૂ આઉટ કરાવી કરાવી દીધો.

શ્રીલંકાના 50 રન પુરા

શ્રીલંકાના ઓપનર બેટ્સમેનોએ આક્રમક બેટિંગ શરૂ કરી દીધી છે, શ્રીલંકાન ટીમે 6 ઓવરના અંતે વિના વિના વિકેટે 55 રન બનાવી લીધા છે. કુસલ મેન્ડિસ 23 બૉલમાં 37 રન બનાવ્યા છે, તો સામે પાથુમ નિશંકાએ 20 બૉલમાં 18 રનની ઇનિંગ રમી છે.

શ્રીલંકાના 50 રન પુરા

શ્રીલંકાના ઓપનર બેટ્સમેનોએ આક્રમક બેટિંગ શરૂ કરી દીધી છે, શ્રીલંકાન ટીમે 6 ઓવરના અંતે વિના વિના વિકેટે 55 રન બનાવી લીધા છે. કુસલ મેન્ડિસ 23 બૉલમાં 37 રન બનાવ્યા છે, તો સામે પાથુમ નિશંકાએ 20 બૉલમાં 18 રનની ઇનિંગ રમી છે.

શ્રીલંકાના 50 રન પુરા

શ્રીલંકાના ઓપનર બેટ્સમેનોએ આક્રમક બેટિંગ શરૂ કરી દીધી છે, શ્રીલંકાન ટીમે 6 ઓવરના અંતે વિના વિના વિકેટે 55 રન બનાવી લીધા છે. કુસલ મેન્ડિસ 23 બૉલમાં 37 રન બનાવ્યા છે, તો સામે પાથુમ નિશંકાએ 20 બૉલમાં 18 રનની ઇનિંગ રમી છે.

ટીમ ઇન્ડિયામાં બે ફેરફાર

આજની બીજી ટી20માં ભારતીય ટીમમાં બે મોટા ફેરફારો જોવા મળ્યા છે, આજની મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની પ્લેઇંગ ઇલેવનમાં હર્ષલ પટેલની જગ્યાએ યુવા ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહને જગ્યા આપવામા આવી છે, જ્યારે બીજા ફેરફારમાં ઇંજગ્રસ્ત સંજૂ સેમસનના સ્થાન પર રાહુલ ત્રિપાઠીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામા આવ્યો છે.

ભારતની પ્લેઇંગ ઇલેવન 

ભારતે આજની બીજી ટી20માં ટૉસ જીત્યો છે, અને આજની મેચની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છે, ઇશાન કિશન, શુભમન ગીલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, શિવમ માવી, યુજવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક.

શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવન 

શ્રીલંકા આજની મેચમાં ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરી છે, શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છે, પાથુમ નિશંકા, કુસલ મેન્ડિસ, ધનંજય ડિસિલ્વા, ચરિથ અસલંકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા, વાનિન્દુ હસરંગા, ચામિકા કરુણારત્ને, મહીશ તીક્ષાણા, કસુન રાજિતા, દિલશાન મધુશંકા.

ભારતે ટૉસ જીત્યો, પહેલા બૉલિંગ કરશે

શ્રીલંકા સામેની બીજી ટી20માં ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે, પુણે ટી20માં એમ્પાયર તરીકે જયરમન મદનગોપાલ, નીતિન મેનન, કેએન અનંથાપદ્માનાભન અને રેફરી જગાગલ શ્રીનાથ છે.


 

કેવો છે પીચનો મિજાજ

કેવો છે પીચનો મિજાજ - ભારત અને શ્રીલંકા વચ્ચે આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ક્રિકેટ સ્ટેડિયમમાં બીજી ટી20 મેચ રમાશે, આજે સાંજે મેચ શરૂ થાય તે પહેલા અહીં પીચનો મિજાજ જાણી લેવો જરૂરી છે. અહીં ટી20 મેચમાં પીચનો મિજાજો જોઇએ તો, અહીં એવરેજ સ્કૉર 153 રન રહ્યો છે. જ્યારે બીજી ઇનિગંમાં અહીં 128 રન રહ્યો છે. એટલા માટે અહીં ટૉસની ભૂમિકા મહત્વની રહેશે, અહીં ટૉસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરીને મોટો સ્કૉર કરવા ઇચ્છશે. આમ તો પુણેમાં અત્યાર સુધી 3 ટી20 મેચો રમાઇ છે. વર્ષ 2020માં ભારતે શ્રીલંકા વિરુદ્ધ 6 વિકેટો પર 201 રન બનાવ્યા હતા.

હવામાન રિપોર્ટ  -

હવામાન વિભાગનું માનીએ તો 5 જાન્યુઆરી એટલે કે ગુરુવારે પુણે શહેરમાંનું તાપમાન દિવસમાં 31 ડિગ્રી સેલ્સિયસ રહેશે. વળી રાત્રીના સમયે તાપમાનમાં ઘટાડો નોંધાશે, અને પારો ગગડીને 19 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જશે. આ દરમિયાન દિવસ અને રાત્રે બન્ને સમયે આકાશ સાફ રહેશે. વરસાદની આશા માત્ર 5 ટકા દિવસ અને રાત્રે રહી શકે છે. આનો સીધો અર્થ એ થયો કે આજે ભારત અને શ્રીલંકાની મેચમાં વરસાદ વિઘ્ન નહીં બને.


વળી, આજે પુણેમાં હવામાનની સાથે સાથે ભેજની ટકાવારી પણ અસર કરી શકે છે, રિપોર્ટ પ્રમાણે આજે દિવસે ભેજનુ પ્રમાણ 53 ટકા રહેશે અને આ રાત્રે વધીને 62 ટકા સુધી પહોંચી શકે છે. જેના કારણે મેચ દરમિયાન ખેલાડીઓને થોડી તકલીફ પડી શકે છે.

ભારત-શ્રીલંકાનો પુણેના મેદાન રેકોર્ડ

પુણેમાં ભારત અને શ્રીલંકા ટી20ના રોચક આંકડા - 
- ભારતના પ્રથમ ઇનિંગમાં સર્વોચ્ચ સ્કૉર - 201/6 
- શ્રીલંકાની ઇનિંગમાં સર્વોચ્ચ સ્કૉર- શ્રીલંકા 123 રન
- ભારત તરફથી હાઇએસ્ટ સ્કૉર- કેએલ રાહુલ 54 રન 
- શ્રીલંકા તરફથી હાઇએસ્ટ સ્કૉર- ધનંજય ડિસિલ્વા 57 રન 
- ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેને - શિખર ધવન 61 રન 
- શ્રીલંકા તરફથી સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન- ધનંજય ડિસિલ્વા 57 રન 
- ભારત તરફથી બેસ્ટ બૉલિંગ- યુવરાજ સિંહ 3 વિકેટ 
- શ્રીલંકા તરફથી બેસ્ટ બૉલિંગ- દાસુન શનાકા 3 વિકેટ 
- ભારત તરફથી સૌથી મોટી ભાગીદારી - શિખર ધવન/કેએલ રાહુલ 97 રન 
- શ્રીલંકા તરફથી સૌથી મોટી ભાગીદારી- એન્જેલો મેથ્યૂજ/ ધનંજય ડિસિલ્વા 68 રન 

આજે જિતેશ શર્માને મળી શકે છે મોકો

જાણો કોણ છે જિતેશ શર્મા ? 
2012-13 કૂચ વિહાર ટ્રૉફીન માટે જિતેશ શર્માને વિદર્ભની સીનિયર ટીમમાં પહેલીવાર સામેલ કરવામાં આવ્યો હતો, તેને અહીં 12 ઇનિંગોમાં 537 રન ફટકાર્યા હતા, તેનુ પ્રદર્શન લાજવાબ રહ્યું હતુ. આમ ધીમે ધીમે જિતેશ શર્મા સફળતા તરફ આગળ વધ્યો હતો. માર્ચ, 2014માં તેને વિજય હજારે ટ્રૉફીમાં લિસ્ટ એ- મેચમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. આ પછી 2015-16 માં સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં તે ત્રીજો સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન રહ્યો હતો. આ કારણે તેને આઇપીએલ 2016ના ઓક્શનમાં મુંબઇ ઇન્ડિયન્સે ખરીદી લીધો હતો. 


જોકે, જિતેશ શર્માને IPLમાં ડેબ્યૂ કરવાનો મોકો ન હતો મળ્યો, આગળ કેટલીય સિઝન સુધી તે આઇપીએલ ડેબ્યૂ ના કરી શક્યો, પરંતુ તમામ ઘરેલુ ટૂર્નામેન્ટમાં તે વિદર્ભ માટે સતત રન બનાવતો રહ્યો હતો, 2022માં પંજાબ કિંગ્સે તેને ખરીદ્યો અને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ પણ કર્યો. ગઇ સિઝનમાં આ ખેલાડીએ એક પછી એક ઘણી લાજવાબ ઇનિંગ રમી હતી.

કઈ ચેનલ પરભારત-શ્રીલંકા બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાશે? 

ભારત અને શ્રીલંકા વચ્ચે 2જી T20 મેચ ક્યાં રમાશે?


ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T20 મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.


ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી મેચ ભારતીય સમય અનુસાર કયા સમયે શરૂ થશે?


ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી બીજી મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા 6.30 વાગ્યે ટોસ થશે.


કઈ ચેનલ પરભારત-શ્રીલંકા બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાશે? 


ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ઘણી ચેનલો પર જોઈ શકાશે. આ સિવાય મેચનું ડીડી સ્પોર્ટ્સ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. જે યુઝર્સ પાસે Hotstar સબસ્ક્રિપ્શન છે તેઓ ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા મેચનો આનંદ માણી શકે છે.

સીરીઝમાં ટકી રહેલા શ્રીલંકાએ જીતવું ફરજિયાત

પુણેમાં રમાનાર બીજી મેચ શ્રીલંકા માટે કરો યા મરો છે. શ્રેણીમાં ટકી રહેવા માટે શ્રીલંકાએ બીજી મેચમાં કોઈપણ ભોગે જીત નોંધાવવી પડશે. જો મુલાકાતી ટીમ જીતથી દૂર રહેશે તો શ્રેણી તેમના હાથમાંથી નીકળી જશે. આ સાથે ભારતની ધરતી પર પ્રથમ વખત સિરીઝ જીતવાનું તેનું સપનું અધૂરું રહી જશે.  શ્રીલંકાએ ભારતની ધરતી પર 2009ની T20 શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તે શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ હતી. ત્યારથી શ્રીલંકાને ભારતીય ધરતી પર ટી20 શ્રેણીમાં દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો છે.

શ્રેણીમાં ભારત 1-0થી આગળ

ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 3 T20 સિરિઝની પ્રથમ મેચમાં ભારતનો 2 રને વિજય થયો હતો. ભારત તરફથી સૌથી વધુ દિપક હુડ્ડાએ 41 રન કર્યા હતા. ડેબ્યૂ મેચ રમી રહેલા શિવમ માવીએ 4, હર્ષલ પટેલે 2, ઉમરાન મલીકે 2 વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 162 રન કર્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 160 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ સૌથી વધુ 45 રન, કુશલ મેન્ડીસે 28 રન જ્યારે વનિન્દુ ડી.સિલ્વાએ 21 રન કર્યા હતા.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ભારતીય ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી

ભારતીય ટીમ- કોનો થઈ શકે છે સમાવેશ

ટીમ ઈન્ડિયા પાસે સંજુ સેમસનના વિકલ્પ તરીકે રાહુલ ત્રિપાઠી અને ઋતુરાજ ગાયકવાડ છે. રાહુલ ત્રિપાઠીને મિડલ ઓર્ડરમાં રમવાનો અનુભવ હોવાથી તે ચોથા નંબરે રમવાની શક્યતા વધારે છે. વિકેટકીપિંગની જવાબદારી ઈશાન કિશન પાસે રહેશે. કિશનને આ શ્રેણી માટે મુખ્ય વિકેટ કીપર બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

સંજુ સેમસન ઈજાગ્રસ્ત

સંજુ સેમસનને તેના ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે ટીમ સાથે પુણે પહોંચ્યો નથી. પુણે ન પહોંચવાના કારણે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સંજુ સેમસન બીજી ટી20 મેચમાં બહાર થઈ જશે. સંજુ સેમસનની જગ્યાએ બેન્ચમાંથી કોઈપણ એક ખેલાડીને પ્લેઈંગ 11માં સામેલ કરી શકાય છે.

ભારત-શ્રીલંકા વચ્ચે આજે બીજી T20

ભારત અને શ્રીલંકા વચ્ચે T20ની સિરિઝની બીજી મેચ આજે પુણેમાં રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના ખેલાડી સંજુ સેમસન ઈજાગ્રસ્ત થતા તેને સીરિઝમાંથી બહાર જવું પડ્યું છે. સંજુના સ્થાને વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માને લેવામાં આવ્યો છે.

ભારત-શ્રીલંકા વચ્ચે આજે બીજી T20

ભારત અને શ્રીલંકા વચ્ચે T20ની સિરિઝની બીજી મેચ આજે પુણેમાં રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના ખેલાડી સંજુ સેમસન ઈજાગ્રસ્ત થતા તેને સીરિઝમાંથી બહાર જવું પડ્યું છે. સંજુના સ્થાને વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માને લેવામાં આવ્યો છે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs SL T20I Series, Team India: ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે રમાઇ રહેલી ત્રણ મેચોની ટી20 સીરીઝની આજે બીજી ટી20 રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમનાં મોટા ફેરફારો સંભવ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ મેચોની ટી20 સીરીઝની બીજી ટી20 મેચ રમાઇ રહી છે, આજે બન્ને ટીમે પુણેના ગ્રાઉન્ડ પર આમને સામને છે. ભારતીય ટીમ સીરીઝમાં 1-0થી લીડ બનાવી ચૂકી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.