IND vs WI 2nd ODI LIVE: ટીમ ઈન્ડિયાએ ફરી બાજી મારી, બીજી વનડેમાં વેસ્ટઈન્ડિઝને 44 રને હરાવી સીરીઝ પર કર્યો કબ્જો

IND vs WI 2nd ODI LIVE ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝ પૈકીનો બીજો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 09 Feb 2022 09:44 PM
વન-ડે સીરીઝ 2-0થી જીતી
બીજી વનડેમાં ભારતની 44 રને જીત

અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે વેસ્ટઈન્ડિઝને 44 રને હાર આપી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 237 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટઈન્ડિઝની ટીમ 46 ઓવરમાં 193 રન પર ઓલઆઉટ થઈ હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સીરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. 

વેસ્ટઈન્ડિઝને જીત માટે 51 બોલમાં 64 રનની જરુર

40 ઓવર બાદ વિન્ડીઝનો સ્કોર 174/8 રને પહોંચ્યો છે. વેસ્ટઈન્ડિઝને જીત માટે 51 બોલમાં 64 રનની જરુર છે. 

વિન્ડિઝે ગુમાવી પ્રથમ વિકેટ

238 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમને 32 રન પર પ્રથમ ફટલો લાગ્યો છે. પ્રસિદ્ધ ક્રિષ્નાએ બ્રેંડન કિંગને 18 રનના અંગત સ્કોર પર આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી છે.

ભારતે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 237 રન

મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો ફેંસલો કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં  9 વિકેટના નુકસાન પર 237 રન બનાવ્યા હતા. થમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમમાં રોહિત શર્મા સાથે રિષભ પંત ઓપનિંગમાં આવ્યો હતો. રોહિત શર્મા  5 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ પંત (18 રન) અને કોહલી (18 રન) બનાવી એક જ ઓવરમાં આઉટ થતાં ભારતને સ્કોર 3 વિકેટના નુકસાન પર 43 રન થયો હતો. જે બાદ લોકેશ રાહુલ (49 રન) અને સૂર્યકુમાર યાદવ (64) એ ચોથી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી. દીપક હુડાએ 29 રનનું યોગદાન આપ્યું હતું.  વોશિંગ્ટન સુંદર 24 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જોસેફ અને સ્મિથે 2-2 વિકેટ તથા હોલ્ડર, રોચ, હોસેન અને એલીને 1-1 વિકેટ લીધી હતી.





ભારત 200 રનને પાર

સૂર્યકુમાર યાદવ કરિયરનો સર્વોચ્ચ સ્કોર 64 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ તરત જ વોશિંગ્ટન સુંદર 24 રનના સ્કોરે પેવેલિયન પરત ફર્યો હતો. 45 ઓવરના અંતે ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 205 રન છે. દીપર હુડા 18 અને શાર્દુલ ઠાકુર 3 રને રમતમાં છે.

લોકેશ રાહુલ રન આઉટ

ભારતને ચોથો ફટકો લાગ્યો છે. લોકેશ રાહુલ એક રન માટે ફિફ્ટી ચુક્યો છે. તે 49 રનના અંગત સ્કોરે રન આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 134 રન છે.  સૂર્યકુમાર યાદવ  40 રન બનાવી રમતમાં છે. 

ભારત 100 રનને પાર

26 ઓવરના અંતે ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 101 રન છે. સૂર્યકુમાર યાદવ 24 અને લોકેશ રાહુલ 32 રને રમતમાં છે. બંને વચ્ચે 64 રનની ભાગીદારી થઈ ચૂકી છે.

હોલ્ડરે બીજી મેડન ઓવર ફેંકી

હોલ્ડરે તેના અત્યાર સુધીના પાંચ ઓવરના સ્પેલમાં બીજી મેડન નાંખી છે.  19 ઓવરના અંતે ભારતનો સ્કરો 3 વિકેટના નુકસાન પર 63 રન છે. સૂર્યકુમાર યાદવ 15 અને કેએલ રાહુલ 4 રને રમતમાં છે.

પંતને લઈ રોહિત શર્માએ શું કહ્યું


સ્મિથની ડબલ ધમાલ

સ્મિથે એક જ ઓવરમાં ભારતને બે મોટા ઝટકા આપ્યા. 12મી ઓવરના પ્રથમ બોલે પંત અને અંતિમ બોલે કોહલીની વિકેટ લીધી હતી. પંતે 34 બોલમાં 18 અને કોહલીએ 30 બોલમાં 18 રન બનાવ્યા હતા. જેના કારણે ભારતનો સ્કોર 1 વિકેટે 43 રન પરથી 3 વિકેટે 43 રન થઈ ગયો હતો.





10 ઓવરના અંતે શું છે સ્થિતિ

10 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 37 રન છે. વિરાટ કોહલી 13 અને રિષભ પંત 17 રને રમતમાં છે.

કોહલીની યથકલગીમાં ઉમેરાયું વધુ એક પીછું

રોહિત શર્માની વિકેટ પડ્યા બાદ આવેલા પૂર્વ કેપ્ટન કોહલીની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. કોહલી ભારતમાં 100મી વન ડે રમી રહ્યો છે. 

ભારતે ગુમાવી પ્રથમ વિકેટ

ટીમ ઈન્ડિયાને ત્રીજી ઓવરના છેલ્લા બોલે મોટો ફટકો લાગ્યો, કેપ્ટન રોહિત શર્મા 5 રન બનાવી કિમર રોચની ઓવરમાં વિકેટ કિપર શાઈ હોપના હાથે આઉટ થયો હતો. પંત 4 રને અને કોહલી 0 રને રમતમાં છે.

ભારતીય ટીમ આ પ્રમાણે છે

ભારતીય ટીમમાં કેએલ રાહુલનો સમાવેશ કરાયો છે. જ્યારે ઈશાન કિશનને બહાર કરવામાં આવ્યો છે. તે સિવાય કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.





વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીત્યો

બીજી વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી પોલાર્ડના બદલે નિકોલસ પૂરન ટોસ માટે આવ્યો.

મેચની શરૂઆત પહેલા બીસીસીઆઈએ ટ્વીટ કરેલો વીડિયો

રોહિતની કેપ્ટનશિપમાં પ્રથમ વન ડે શ્રેણી

રોહિતને વન ડે ટીમના કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો તે પછીની આ પ્રથમ શ્રેણી છે, જેમાં ટીમ ઈન્ડિયા જીતવા માટે ફેવરિટ છે. ભારતને આ સાથે ઘરઆંગણે સળંગ ચોથી વન ડે શ્રેણી જીતવાની આશા છે.  

બ્રેકગ્રાઉન્ડ

IND vs WI 2nd ODI LIVE Updates: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝ પૈકીનો બીજો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હતો. અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે વેસ્ટઈન્ડિઝને 44 રને હાર આપી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 237 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટઈન્ડિઝની ટીમ 46 ઓવરમાં 193 રન પર ઓલઆઉટ થઈ હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સીરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.