India Tour of Zimbabwe 2022: ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ લિમીટેડ ઓવરની સીરીઝ રમ્યા બાદ ઓગસ્ટ માં ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે. રિપોર્ટ અનુસાર, ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વેમાં ત્રણ મેચોની વનડે સીરીઝ રમશે, આ મેચોનુ શિડ્યૂલ પણ હવે સામે આવી ગયુ છે. 


ખાસ વાત છે કે, આ ત્રણ મેચોની સીરીઝ આઇસીસી વનડે સુપર લીગનો ભાગ હશે. આ સીરીઝ ઘરેલુ ટીમ માટે મહત્વપૂર્ણ છે, કેમ કે સીરીઝના પૉઇન્ટ આગામી વર્ષે વનડે વર્લ્ડકપ માટે યોગ્યતા માટે ગણવામાં આવશે. જોકે, ભારત માટે એ એટલી મહત્વપૂર્ણ નથી. કેમ કે ટીમ ઇન્ડિયાએ ઓક્ટોબર 2023માં રમાનારા વર્લ્ડકપ માટે સીધુ ક્વૉલિફાય કરી લીધુ છે. 


15મી ઓગસ્ટે ઝિમ્બાબ્વે પહોંચશે ટીમ ઇન્ડિયા - 
ઝિમ્બાબ્વે ક્રિકેટના એક અધિકારીએ શુક્રવારે કહ્યું કે,- અમે ભારતીની યજમાની કરવા માટે ખુશ છીએ, અમે એક પ્રતિસ્પર્ધી અને યાદગાર સીરીઝની આશા રાખીએ છીએ. ક્રિકબઝના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, હાલમાં તમામ મેચ રાજધાની હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે, અને ભારતીય ટીમની 15મી ઓગસ્ટે હરારે પહોંચવાની આશા છે. 


વનડે સીરીઝનુ શિડ્યૂલ - 
રિપોર્ટ્ અનુસાર, ઝિમ્બાબ્વેમાં ટીમ ઇન્ડિયા 18, 20 અને 22 ઓગસ્ટે ત્રણ વનડે મેચ રમશે, આ તમામ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. ઉલ્લેખનીય છે કે, ભારતનો આ છ વર્ષમાં પહેલો ઝિમ્બાબ્વે પ્રવાસ છે. ગઇ વખત ભારત ત્યારે આવ્યુ હતુ, ત્યારે એમએસ ધોનીની આગેવાની વાળી ટીમ જૂન-જુલાઇ 2016માં ત્રણ વનડે અને આટલી જ ટી20 મેચ રમી હતી. 


આ પણ વાંચો..... 


Black food: ડાયેટમાં સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે વરદાન


UK New Prime Minister: બ્રિટનના નવા વડાપ્રધાન અંગે મોટા સમાચાર, ભારતીય મૂળના ઋષિ સુનકે કર્યો વડાપ્રધાન બનવાનો દાવો


ગુજરાતમાં ધોધમાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસ્યો વરસાદ


India Corona Cases Today: જુલાઈમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, મૃત્યુઆંકમાં પણ થયો વધારો


ગુજરાતમાં ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ


Panther Attack: અમરેલીમાં ઝૂંપડામાં સૂતેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાતા ચકચાર