India vs England, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાઇ રહી છે. આજે સીરીઝની બીજી ટી20 એજબેસ્ટૉનના મેદાન પર રમાશે. પ્રથમ ટી20 જીતીને ટીમ ઇન્ડિયા સીરીઝ પર 1-0ની લીડ બનાવી ચૂકી છે. જોકે, ખાસ વાત છે કે, પ્રથમ ટી20માં સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં યુવા ટીમે જબરદસ્ત પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડને 50 રનોથી માત આપી હતી. આ સાથે જ સીનિયર ખેલાડીઓ પર તલવાર લટકવા માંડી છે. આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનુ છે. 


ખાસ વાત છે કે, ભારતની ટી20 ટીમમાં ત્રીજા નંબર પર સૌથી મોટી ઉલટફેર થવાની શક્યતા છે. કેમ કે આ ક્રમ વિરાટ કોહલીનો છે, પરંતુ તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વિરુદ્ધની ટી20 મેચોમાં આ ક્રમે દિપક હુડ્ડા અને સૂર્યકુમાર યાદવે સારુ પ્રદર્શન કર્યુ છે. આ બન્ને યુવા ખેલાડીઓએ વિરાટ કોહલી માટે જોખમ ઉભુ કરી દીધુ છે, એટલે કે કહી શકાય કે વિરાટ માટે ટી20માં સ્થાન બચાવવાનુ જોખમ આવી ગયુ છે.


ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલીનુ ટી20 ક્રિકેટમાં પ્રદર્શન એકદમ ખરાબ રહ્યું છે, તો બીજીબાજુ આ નાના ફોર્મેટમાં યુવા ખેલાડીઓ સૂર્ય કુમાર યાદવ અને દીપક હુડ્ડાએ દમદાર સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. આ સ્થાન દીપક હુડ્ડા માટે ખાસ મહત્વુ છે, કેમ કે દીપક હુડ્ડા બેટિંગની સાથે સાથે બૉલિંગમાં કમાલ કરી ચૂક્યો છે. તેને આફ્રિકા સામે એક સદી પણ ફટાકારી હતી અને વિકેટો પણ ઝડપી હતી. હુડ્ડાના પ્રદર્શનથી પૂર્વ ક્રિકેટરો અને બીસીસીઆઇ પણ ખુશ છે. તો વળી વિરાટના માટે ટીમમાં સ્થાન બનાવવુ આગામી સમયમાં કઠીન સાબિત થઇ શકે છે. 


આ પણ વાંચો..... 


Black food: ડાયેટમાં સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે વરદાન


UK New Prime Minister: બ્રિટનના નવા વડાપ્રધાન અંગે મોટા સમાચાર, ભારતીય મૂળના ઋષિ સુનકે કર્યો વડાપ્રધાન બનવાનો દાવો


ગુજરાતમાં ધોધમાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસ્યો વરસાદ


India Corona Cases Today: જુલાઈમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, મૃત્યુઆંકમાં પણ થયો વધારો


ગુજરાતમાં ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ


Panther Attack: અમરેલીમાં ઝૂંપડામાં સૂતેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાતા ચકચાર