ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ

હરારેમાં રમાયેલી પ્રથમ T20માં ઝિમ્બાબ્વેએ ટીમ ઈન્ડિયાને 13 રને હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 9 વિકેટે 115 રન બનાવ્યા હતા.

gujarati.abplive.com Last Updated: 07 Jul 2024 08:05 PM
100 રનથી ભારતનો વિજય

ભારતે બીજી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. આ પહેલા શનિવારે ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું હતું. જો કે, રવિવારે ભારતીય ટીમે યજમાન ટીમ સામે અગાઉની હારનો બદલો લઈ લીધો હતો.


હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં બે વિકેટે 234 રન બનાવ્યા હતા. આ મેદાન પર ઝિમ્બાબ્વે સામે કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો આ સર્વોચ્ચ સ્કોર છે. 2018માં ઓસ્ટ્રેલિયાએ 229/2નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વે 18.4 ઓવરમાં 10 વિકેટે 134 રન જ બનાવી શકી હતી.


આ મેચમાં ઝિમ્બાબ્વેની શરૂઆત ખરાબ રહી હતી. મુકેશ કુમારે કાયાને પહેલી જ ઓવરમાં બોલ્ડ કરી દીધો હતો. તે માત્ર ચાર રન બનાવી શક્યો હતો. આ પછી મધવેરે (43) અને બેનેટ (26)એ ઇનિંગને સંભાળી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 15 બોલમાં 36 રનની ભાગીદારી થઈ હતી. ત્રીજી ઓવરમાં મુકેશ કુમારે ફરી એકવાર પોતાની વિસ્ફોટક બોલિંગનું પ્રદર્શન કર્યું અને બેનેટને બોલ્ડ કર્યો. તે નવ બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી આવેશ ખાને ઇનિંગ્સની ચોથી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. આવશે માયર્સ (0) અને રઝા (4)ને આઉટ કર્યા હતા. આ મેચમાં કેમ્પબેલે 10, મદાન્દેએ શૂન્ય, મસાકાદઝાએ એક, જોંગવેએ 33, મુઝારાબાનીએ બે અને ચતારાએ (અણનમ) શૂન્ય રન બનાવ્યા હતા. ભારત તરફથી મુકેશ અને આવશે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે રવિ બિશ્નોઈને બે અને સુંદરને એક વિકેટ મળી હતી.

IND vs ZIM Live Score: મધવેરે 43 રન બનાવીને આઉટ

મધવેરે 39 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો હતો. તેને 17મી ઓવરમાં રવિ બિશ્નોઈએ બોલ્ડ કર્યો હતો. મુઝરબાની 10માં નંબર પર બેટિંગ કરવા ઉતર્યો છે.

ઝિમ્બાબ્વેને 235 રનનો લક્ષ્યાંક મળ્યો

બીજી T20 મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.  અભિષેક શર્માની સદી અને ઋતુરાજ ગાયકવાડની અડધી સદીની મદદથી 20 ઓવરમાં બે વિકેટે 234 રન બનાવ્યા. આ મેદાન પર ઝિમ્બાબ્વે સામે કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો આ સર્વોચ્ચ સ્કોર છે.


અભિષેકે તેની કારકિર્દીની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સાત ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા. આ માટે તે માત્ર 46 બોલ રમ્યો હતો. આ સાથે જ ગાયકવાડે 38 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ મેચમાં તે 77 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ સાથે જ રિંકુ સિંહ પણ 22 બોલમાં 48 રનની અણનમ ઇનિંગ રમવામાં સફળ રહ્યો હતો.

IND vs ZIM Live Score:  ગાયકવાડે અડધી સદી ફટકારી

ગાયકવાડે 38 બોલમાં અડધી સદી ફટકારી છે. આ તેની ટી20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ચોથી ફિફ્ટી છે.

અભિષેક શર્મા સદી ફટકારીને આઉટ

46 બોલમાં સદી ફટકાર્યા બાદ અભિષેક શર્મા આગામી બોલ પર આઉટ થયો હતો. તેણે 47 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી. હવે 15 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 152 રન છે. ઋતુરાજ ગાયકવાડ 35 બોલમાં 43 રન બનાવીને રમતમાં છે. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા છે. આ ઉપરાંત રિંકુ સિંહ ચાર બોલમાં બે રન પર છે.

બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારી

અભિષેક શર્માએ પોતાની કારકિર્દીની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રથમ સદી ફટકારી હતી. તેણે 46 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ શાનદાર ઇનિંગ દરમિયાન તેણે સાત ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. છેલ્લી મેચમાં તે શૂન્ય પર આઉટ થયો હતો. શર્માએ ગાયકવાડ સાથે બીજી વિકેટ માટે 137 રનની ભાગીદારી કરી હતી. રિંકુ સિંહ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.

બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારી

અભિષેક શર્માએ પોતાની કારકિર્દીની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રથમ સદી ફટકારી હતી. તેણે 46 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ શાનદાર ઇનિંગ દરમિયાન તેણે સાત ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. છેલ્લી મેચમાં તે શૂન્ય પર આઉટ થયો હતો. શર્માએ ગાયકવાડ સાથે બીજી વિકેટ માટે 137 રનની ભાગીદારી કરી હતી. રિંકુ સિંહ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.





IND vs ZIM Live Score: અભિષેક-ગાયકવાડે ઇનિંગની જવાબદારી સંભાળી

10 રનના સ્કોર પર એક વિકેટ ગુમાવી ચૂકેલી ભારતીય ટીમને સારી ભાગીદારીની જરૂર હતી. અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડ સારી બેટિંગ કરી રહ્યા છે. 

IND vs ZIM Live Score: ભારતને પહેલો ફટકો લાગ્યો

મુઝરબાનીએ 10 રનના સ્કોર પર ભારતને પહેલો ઝટકો આપ્યો હતો. તેણે કેપ્ટન શુભમન ગિલને આઉટ કર્યો હતો. તે માત્ર બે રન બનાવી શક્યો હતો. ત્રીજા નંબર પર ઋતુરાજ ગાયકવાડ બેટિંગ કરવા આવ્યો છે. અભિષેક શર્મા ક્રિઝ પર છે.

સાઈ સુદર્શનને તક મળી

ભારતીય કેપ્ટન શુભમન ગિલે બીજી T20માં બેટિંગને વધુ મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલર ખલીલ અહેમદની જગ્યાએ બેટ્સમેન સાઈ સુદર્શનને તક આપવામાં આવી છે.





ZIM vs IND Live Score: ભારતની પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, રિયાન પરાગ, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન અને મુકેશ કુમાર.





બ્રેકગ્રાઉન્ડ

India Playing XI Vs Zimbabwe 2nd T20: આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ રમાશે. ટીમ ઈન્ડિયાને પ્રથમ T20માં હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે હવે કેપ્ટન શુભમન ગિલ બીજી T20માં મોટા ફેરફાર કરી શકે છે. અહીં જાણો બીજી T20માં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન.


ટીમ ઈન્ડિયાને પ્રથમ T20માં 13 રને હાર મળી હતી


હરારેમાં રમાયેલી પ્રથમ T20માં ઝિમ્બાબ્વેએ ટીમ ઈન્ડિયાને 13 રને હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 9 વિકેટે 115 રન બનાવ્યા હતા. જવાબમાં શુભમન ગિલની ટીમ 19.5 ઓવરમાં માત્ર 102 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી અભિષેક શર્મા 00, ઋતુરાજ ગાયકવાડ 07, રિયાન પરાગ 02, રિંકુ સિંહ 00 અને ધ્રુવ જુરેલ માત્ર 06 રન બનાવી શક્યા હતા. જ્યારે શુભમન ગિલે 27 રનની ઇનિંગ રમી હતી અને વોશિંગ્ટન સુંદરે 27 રનની ઇનિંગ રમી હતી.


જાણો બીજી T20ની સંભવિત પ્લેઈંગ ઈલેવન


ભારતીય ટીમ ભલે પહેલી T20માં હારી ગઈ હોય, પણ કેપ્ટન શુભમન ગિલ બીજી T20માં એ જ ટીમ સાથે મેદાનમાં ઉતરી શકે છે. માત્ર એક હારના કારણે ટીમમાં ફેરફાર કરવો યોગ્ય નિર્ણય નહીં ગણાય. જો કે, બેન્ચ પર જીતેશ શર્મા જેવા બેટ્સમેન છે, પરંતુ અત્યારે કેપ્ટન ગિલ કોઈ ફેરફાર કર્યા વિના જઈ શકે છે. અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને રેયાન પરાગ પોતાની ડેબ્યુ મેચમાં કંઈ જ અદભૂત પ્રદર્શન કરી શક્યા ન હતા. તેમ છતાં ટીમ મેનેજમેન્ટ તેના પર વિશ્વાસ બતાવી શકે છે.


મતલબ કે ફરી એકવાર અભિષેક શર્મા કેપ્ટન શુભમન ગિલ સાથે ઇનિંગની શરૂઆત કરશે. ઋતુરાજ ગાયકવાડ ત્રીજા નંબર પર રમતા જોવા મળશે. આ પછી રિયાન પરાગ ચોથા નંબરે, રિંકુ સિંહ પાંચમા નંબરે અને ધ્રુવ જુરેલ છઠ્ઠા નંબર પર રમશે. આ પછી સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર સાતમા નંબરે આવશે. બોલિંગમાં રવિ બિશ્નોઈ અને સુંદર સ્પિન વિભાગ સંભાળશે. ખલીલ અહેમદ, અવેશ ખાન અને મુકેશ કુમાર ફાસ્ટ બોલિંગમાં એક્શનમાં જોવા મળશે.                                                 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.