વડોદરાઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ (IND-W vs AUS-W) ટીમની જાહેરાત કરાઇ છે. આ ટીમમાં વડોદરાની બે મહિલા ક્રિકેટરોને પણ સ્થાન મળ્યું છે. યાસ્તિકા ભાટિયાને વન-ડે, ટેસ્ટ અને ટી -20 ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે રાધા યાદવને માત્ર ટી -20 ટીમમાં સ્થાન મળ્યું છે. બે મહિલા ક્રિકેટરોને સ્થાન મળતા વડોદરાનું નામ રોશન થયું છે. 


આવતા મહિને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે જ્યાં તે એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી 20 (T-20) મેચની શ્રેણી રમવા જઈ રહી છે. શેફાલી વર્મા (Saifali Varma) અને સ્નેહ રાણાને ત્રણેય ફોર્મેટમાં તક મળી છે.  શેફાલી વર્માએ ઈંગ્લેન્ડ પ્રવાસ (INDW vs AUSW)થી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 


ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઇતિહાસમાં આ પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ હશે. ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ભારતીય મહિલા ટીમ-મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઇસ કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પૂનમ રાઉત, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, યાસ્તિકા ભાટિયા, તાનિયા ભાટિયા (WK), શિખા પાંડે, ઝુલન ગોસ્વામી, મેઘના સિંહ, પૂજા વાસ્તકર, રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ, રિચા ઘોષ અને એકતા બિષ્ટનો સમાવેશ થાય છે. 



પ્રવાસનો કાર્યક્રમ


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણી 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. 30 સપ્ટેમ્બરથી એકમાત્ર ટેસ્ટ મેચ રમાશે. ટી -20 શ્રેણી 7 ઓક્ટોબરથી શરૂ થશે.