Ind W vs Pak W : મહિલા ક્રિકેટ માટેનો એશિયા કપ 2022 શરૂ થઇ ચૂક્યો છે. ભારતીય ટીમની આજે કટ્ટર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન સામે મેચ રમાઇ જેમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય મહિલા ટીમ પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમ સામે 13 રનથી હારી ગયુ છે, આ સાથે જ એશિયા કપ 2022માં ટીમ ઇન્ડિયાનુ મુસ્કેલીઓ વધી ગઇ છે. મેચમાં ટૉસ જીતીને પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યુ અને 20 ઓવરમાં ભારતીય ટીમને જીતા માટે 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ભારતીય મહિલા ટીમ માત્ર 124 બનાવી શકી અને 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ભારતની આ ટૂર્નામેન્ટમાં આ પહેલી હાર છે, જ્યારે પાકિસ્તાની ટીમે ચાર મેચોમાં આ ત્રીજી જીત હાંસલ કરી છે.
India vs Pakistan: ભારતને મળી હાર -
ભારત માટે છેલ્લી ઓવરોમાં ઋચા ઘોષે સારી કોશિશ કરી પરંતુ ટીમને હારથી ના બચાવી શકી. છેલ્લી ત્રણ ઓવરમાં ટીમ ઇન્ડિયાને જીત માટે 43 રનની જરૂર હતી, 13 બૉલમાં ઋચા ઘોષે 3 છગ્ગા અને 1 ચોગ્ગા ફટકારીને 26 રન બનાવ્યા હતા. પરંતુ 19મી ઓવરના ત્રીજા બૉલ પર તે આઉટ થઇ ગઇ, અંતે ટીમની ઇનિંગ 124 રન પર જ સમેટાઇ ગઇ હતી. પાકિસ્તાને આ મેચ 13 રને પોતાના નામે કરી લીધી હતી.
મેચની સ્થિતિ -
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હરમની પ્રીત કૌરની આગેવાનીમાં ટી20 એશિયા કપ 2022 રમી રહી છે, આ મેચમાં પાકિસ્તાની ટીમ બિસ્માહ મારુફે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાન નક્કી કર્યુ અને ભારતીય મહિલા ટીમને બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ.
મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમે 20 ઓવરમાં 6 વિકેટો ગુમાવીને 137 રનનો સ્કૉર કરી દીધો, ભારતીય મહિલા ટીમને મેચમાં જીતવા માટે 138 રનના ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન તરફથી સૌથી વધુ નીડા ડારે 56 રનની અર્ધશતકીય ઇનિંગ રમી હતી, આ ઉપરાંત કેપ્ટન બિસ્માહ મારૂફે પણ ઉપયોગી 32 રન જોડ્યા હતા. જ્યારે બૉલિંગમાં ભારતીય ક્રિકેટ દિપ્તી શર્માએ 3 વિકેટ અને પૂજા વસ્ત્રાકરે 2 અને રેનુકા સિંહે 1 વિકેટ ઝડપી હતી.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયામાંથી સૌથી વધુ ઋચા ઘોષે 26 રનની લડાયક ઇનિંગ રમી પરંતુ જીત અપાવવામાં નિષ્ફળ રહી હતી. પાકિસ્તાન તરફથી નશરા સંધુએ 3 વિકેટો અને ઇકબાલ, ડાર 2-2 વિકેટો મેળવવામાં સફળ રહી હતી. ભારતીય મહિલા ટીમ ટી20 મેચમાં 20 ઓવરમાં માત્ર 124 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ પાકિસ્તાનનો 13 રન વિજય થયો હતો.