IND-W vs PAK-W Score : ભારતે મેળવી શાનદાર જીત, પાકિસ્તાનને 7 વિકેટે આપી હાર
મહિલા એશિયા કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ માટે પાકિસ્તાનની મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત થઈ છે. ભારતની મહિલા ટીમે 14.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક મેળવી પાકિસ્તાન સામે સાત વિકેટથી શાનદાર જીત મેળવી હતી. ભારત તરફથી ઓપનિંગ જોડી જોરદાર પ્રદર્શન કરતી જોવા મળી હતી. શેફાલી વર્મા અને મંધાનાએ શાનદાર બેટિંગ કરી હતી.
ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો લાગ્યો છે. સ્મૃતિ મંધાના 45 રન બનાવી આઉટ થઈ છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 9.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 85 રન છે. શેફાલી વર્મા હાલમાં 39 રન બનાવી મેદાન પર છે.
પાવરપ્લે સમાપ્ત થયો છે. ભારતીય ટીમની ઓપનિંગ જોડી જોરદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. શેફાલી વર્મા 35 રને અણનમ અને મંધાના 22 રને અણનમ રમી રહી છે. 6 ઓવર પછી ભારતનો સ્કોર 57/0 છે.
શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના બંને ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. બંને વચ્ચે મજબૂત ભાગીદારી થઈ છે. ત્રણ ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 23/0 છે.
ભારતની ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના ક્રિઝ પર હાજર છે. બંને સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે. એક ઓવર પછી ભારતનો સ્કોર 6/0 છે.
ભારત અને પાકિસ્તાનની ટીમો પોતાની પ્રથમ મેચ રમી રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 19.2 ઓવરમાં 10 વિકેટે 108 રન બનાવ્યા હતા. આ મેચમાં પાકિસ્તાનનો બેટિંગ ઓર્ડર સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો હતો. ટીમને પહેલો ઝટકો ગુલ ફિરોઝાના રૂપમાં લાગ્યો હતો જે માત્ર પાંચ રન બનાવી શકી. આ પછી મુનીબા અલી પણ 11 રન બનાવીને આઉટ થઈ હતી. પાકિસ્તાન તરફથી સિદરા અમીને સૌથી વધુ 25 રનની ઇનિંગ રમી હતી. તેણે ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં ભારત તરફથી દીપ્તિ શર્માએ 3 જ્યારે રેણુકા, પૂજા અને શ્રેયંકાએ 2-2 વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાને તેની પાંચમી અને છઠ્ઠી વિકેટ 61 રનના સ્કોર પર ગુમાવી હતી. રેણુકા સિંહે સતત બે બોલમાં બે વિકેટ લીધી હતી. પહેલા તેણે સિદરાને આઉટ કરી. બીજા બોલ પર ઇરામ જાવેદને એલબીડબ્લ્યુ આઉટ કરી. ફાતિમા સના આઠમા નંબર પર બેટિંગ કરવા ઉતરી છે. તુબા હસન તેને સપોર્ટ કરવા માટે ક્રિઝ પર હાજર છે.
પાકિસ્તાનને 59 રનના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો. દીપ્તિ શર્માએ પાકિસ્તાનની કેપ્ટન નિદા ડારને દયાલન હેમલથાના હાથે કેચ કરાવ્યો હતો. તે માત્ર આઠ રન બનાવી શકી હતી. તુબા હસન છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા ઉતરી છે. તેને સપોર્ટ કરવા માટે સિદરા અમીન ક્રિઝ પર હાજર છે.
શ્રેયંકા પાટીલે પાકિસ્તાનને ત્રીજો ઝટકો આપ્યો હતો. તેણે 41 રનના સ્કોર પર આલિયા રિયાઝને આઉટ કરી હતી. તે માત્ર છ રન બનાવી શકી હતી. કેપ્ટન નિદા ડાર પાંચમા નંબર પર બેટિંગ કરવા આવી છે. તેને સપોર્ટ કરવા માટે સિદરા અમીન ક્રિઝ પર હાજર છે.
પાવરપ્લે સમાપ્ત થયો છે. પાકિસ્તાને પ્રથમ છ ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. હાલમાં સિદરા અમીન અને આલિયા રિયાઝ ક્રિઝ પર હાજર છે. પાકિસ્તાનનો સ્કોર 37/2 છે.
પૂજા વસ્ત્રાકરે પણ પાકિસ્તાનને બીજો ઝટકો આપ્યો હતો. તેણે મુનીબા અલીને જેમિમાહ રોડ્રિગ્ઝના હાથે કેચ કરાવ્યો. તે માત્ર 11 રન જ બનાવી શકી હતી. આલિયા રિયાઝ ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરી છે.
પાકિસ્તાન: સિદરા અમીન, ગુલ ફિરોઝા, મુનીબા અલી (wk), નિદા ડાર (કેપ્ટન), આલિયા રિયાઝ, ઇરમ જાવેદ, ફાતિમા સના, તુબા હસન, સાદિયા ઇકબાલ, નાશરા સંધુ, સૈયદા અરુબ શાહ.
ભારત: સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, દયાલન હેમલતા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, રેણુકા ઠાકુર સિંહ.
મહિલા એશિયા કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ માટે પાકિસ્તાનની મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
બ્રેકગ્રાઉન્ડ
India Women vs Pakistan Women: મહિલા એશિયા કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ માટે પાકિસ્તાનની મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ભારતીય ટીમ પહેલા બોલિંગ માટે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં સ્મૃતિ મંદન્ના, શેફાલી વર્મા અને દયાલન હેમલતાને તક આપી છે. રેણુકા સિંહ પણ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. પાકિસ્તાનના કેપ્ટન નિદા ડારે ટોસ જીત્યા બાદ કહ્યું કે અમે પહેલા બેટિંગ કરીશું. તેણે પિચ પર પણ પ્રતિક્રિયા આપી હતી.
ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. તેણે તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ભારતીય ટીમ માટે ઓપનિંગ કરશે. દયાલન હેમલતા ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે. ભારતનું બોલિંગ આક્રમણ પણ ઘણું મજબૂત છે. રેણુકા ઠાકુરે ટીમ ઈન્ડિયાને અનેક અવસર પર વિકેટ અપાવી છે. તે પાકિસ્તાન સામે પણ કમાલ કરી શકે છે. શ્રેયંકા પાટિલ અને રાધા યાદવ પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
પાકિસ્તાનના કેપ્ટન નિદા ડારે ટોસ બાદ કહ્યું કે વિકેટ ડ્રાઈ છે. અમે કરાચીમાં સખત મહેનત કરી હતી. T20 વર્લ્ડ કપ પહેલા અમારા માટે આ સારી તક છે. પાકિસ્તાને સિદરા અમીન, ગુલ ફિરોઝા અને મુનીબા અલીને પ્લેઈંગ ઈલેવનમાં રાખ્યા છે. સાદિયા ઈકબાલ અને નશરા સંધુ ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -