India vs Afghanistan 3rd T20I Match: ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે આજે (17 જાન્યુઆરી) 3 મેચની ટી-20 સીરિઝની છેલ્લી મેચ રમાશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમે આ વર્ષે જૂનમાં ટી20 વર્લ્ડ કપ પણ રમવાનો છે. આ પહેલા ભારતની આ છેલ્લી T20 સીરિઝ પણ છે.






ભારતીય ટીમે પ્રથમ બે મેચ જીતીને અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે જો ભારતીય ટીમ ત્રીજી મેચ પણ જીતશે તો તે અફઘાનિસ્તાનને ક્લીન સ્વીપથી હરાવી દેશે.


નોંધનીય છે કે ભારત સામે અફઘાન ટીમની આ ઐતિહાસિક શ્રેણી છે. બંને વચ્ચે અત્યાર સુધી માત્ર એક જ આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય શ્રેણી રમાઈ છે. આ એક ટેસ્ટ સિરીઝ હતી, જે જૂન 2018માં થઈ હતી. તે દ્વિપક્ષીય શ્રેણીમાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમાઈ હતી જેમાં ભારતીય ટીમે ઇનિંગ્સ અને 262 રનના માર્જિનથી જીત મેળવી હતી.


આ સિવાય ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી વન-ડે ફોર્મેટમાં કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. જ્યારે બંને ટીમો વચ્ચે ટી-20 ફોર્મેટમાં આ પ્રથમ શ્રેણી છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન પણ ભારત સામેની પ્રથમ ટી20 શ્રેણીમાં એક જીત મેળવવાનો પૂરો પ્રયાસ કરશે.                   


વર્લ્ડ કપ પહેલા ભારતની છેલ્લી 20 મેચ


ભારતીય ટીમ માટે આ શ્રેણી ખૂબ જ ખાસ છે. તેનું કારણ એ છે કે ભારતીય ટીમને આ વર્ષે જૂનમાં ટી20 વર્લ્ડ કપ પણ રમવાનો છે. આ પહેલા ભારતની આ છેલ્લી ટી-20 સિરીઝ પણ છે. અફઘાન સીરીઝ બાદ ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે 5 મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે.


આ પછી માર્ચ અને મે વચ્ચે ભારતીય ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024 સીઝન રમશે. આ પછી ભારતીય ટીમ સીધી ટી-20 વર્લ્ડ કપમાં રમશે. આ ICC ટૂર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે.