IND vs AUS 3rd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ઇન્દોર ટેસ્ટમાં આજે બીજા દિવસની રમત પૂર્ણ થઇ ગઇ છે. ભારતીય ટીમ માટે બીજો દિવસ પણ ખરાબ રહ્યો હતો, કાંગારુ ટીમે બીજા દિવસે પણ ભારતીય ટીમ પર દબદબો યથાવત રાખ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલ ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યાં હતા, અને બાદમાં એક પછી એક વિકેટો પડતી ગઇ અને ટીમ અંતે 163 રનોમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જોકે આમાં વિરાટ કોહલીની વિકેટ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તે આ ઇનિગંમાં કૂહેનમેનનો શિકાર થયો હતો. 


સારી બેટિંગ પરંતુ મોટી ઇનિંગ ના રમી શક્યો કોહલી - 
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સારી બેટિંગ કરી, જોકે, તેને મોટી ઇનિંગમાં ન હતો ફેરવી શક્યો. કહોલીએ હજુ સુધી આ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં એક ફિફ્ટી પણ નથી ફટકારી. આજનો બીજો દિવસ પણ તેના માટે ખરાબ રહ્યો હતો. 


પીચ પર ઉતરેલા વિરાટે શરૂઆતમાં સારી બેટિંગ કરી હતી, તેને ઓસ્ટ્રેલિયા સામે પ્રેશર વધારવા માટે શરૂઆતમાં બે ચોગ્ગા ફટકારી દીધા, અને બાદમાં 23મી ઓવર ફેંકવા માટે કાંગારુ બૉલર મેથ્યૂ કૂહેનમેન આવ્યો, અને તેની ઓવરમાં પણ તે જ કરવા ઇચ્છ્યુ, પરંતુ સફળ ના થઇ શક્યો. તે કૂહેનમેનની તે ઓવરમાં ચોથા બૉલ પર શૉટ મારવા ગયો અને અચાનક બૉલ નીચો રહ્યો અને દિશા બદલાઇ ગઇ, તે બૉલ સીધો કોહલીના પેડ પર વાગ્યો, જે પછી કોહલીને એલબીડબલ્યૂ આઉટ આપી દેવામાં આવ્યો હતો.






આજે ફરી એકવાર કોહલીને કિસ્મતે સાથ ના આપ્યો અને એલબીડબલ્યૂ આઉટ થઇને પેવેલિયન ભેગો થયો હતો. બીજી ઇનિંગમાં કોહલી 26 બૉલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો, અને પ્રથમ ઇનિંગમાં પણ કોહલીએ કંઇ ખાસ કરી શક્યો ન હતો. 52 બૉલમાં 22 રન બનાવીને એલબીડબલ્યૂ આઉટ થયો હતો. વિરાટ કોહલી ત્રીજી ટેસ્ટમાં બન્ને ઇનિંગમાં એલબીડબલ્યૂ આઉટ થયો હતો.