દરેક ફેંસલો પડ્યો સાચો
બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગનો ફેંસલો લીધો હતો પરંતુ રહાણેએ સમજદારી પૂર્વક બોલિંગમાં બદલાવ કરીને યજમાન ટીમના બેટ્સમેનો પર દબાણ વધાર્યું હતુ. અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને જલદી બોલિંગમાં લાવવાનો ફેંસલો હોય કે ટેસ્ટ ડેબ્યૂ કરી રહેલી સીરાજને બોલિંગ આપવાનો નિર્ણય હોય દરેકમાં તે સચોટ સાબિત થયો હતો.
આ વિકેટ બની ટર્નિંગ પોઇન્ટ
મેચમાં રહાણેએ શાનદાર દેખાવ કરનારા ખેલાડીઓને તક આપી. જેનો લાભ મળ્યો. સિરાજે બે વિકેટ લેવાની સાથે કેચ પણ કર્યા, જ્યારે શુભમન ગિલે ઓસ્ટ્રેલિયાની ઇનફોર્મ બેટ્સમેન લાબુશાનેનો શાનદાર કેચ પકડ્યો હતો. જે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો. આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમ વિખેરાઇ ગઇ હતી.
પૂંછડિયાને સસ્તામાં સમેટ્યા
રહાણેએ બોલિંગમાં બદલાવ અને ફિલ્ડરોને યોગ્ય સ્થાને ઉભા રાખ્યા હતા. તેણે કેટલીક યોજના બનાવી હતી. જેની ઝાળમાં સ્ટિવ સ્મિથ ફસાઇ ગયો હતો અને ભારતને મોટી સફળતા મળી હતી. કોહલીની કેપ્ટનશિપમાં દરેક વખતે પૂંછડીયા બેટ્સમેનો ભારત માટે માથાનો દુઃખાવો બનતા હોય છે પણ રહાણેએ સમજદારી ભરી કેપ્ટનશિપ કરીને આ વખતે તેમ ન થવા દીધું.
હવે આ દેશે વિદેશીઓના આવવા પર લગાવ્યો પ્રતિબંધ, દેશવાસીઓ માટે બનાવ્યો ફરજીયાત ટેસ્ટ