ઓસ્ટ્રેલિયા તરફથી એરોન ફિંચ 33 રન બનાવી આઉટ થયો હતો. સ્મિથે માર્નશ લાબુશેન સાથે ત્રીજી વિકેટ માટે 96 રનની પાર્ટનરશીપ કરી હતી. લાબુશેન 46 રન બનાવી આઉટ થયો હતો. સ્મિથ સદી ચૂકી ગયો હતો. સ્મિથ 98 રન બનાવી આઉટ થયો હતો.
ભારત તરફથી શિખર ઘવન 96 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 78 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 80 રન બનાવી રન આઉટ થયો હતો. રવિંદ્ર જાડેજાએ 20 રન બનાવ્યા હતા.
આ અગાઉ રાજકોટમાં ભારત સામેની બીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં છ વિકેટના નુકસાને 340 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયામાં રિષભ પંતની જગ્યાએ મનિષ પાન્ડેનો જ્યારે શારદુલ ઠાકુરની જગ્યાએ નવદીપ સૈનીનો ટીમમાં સમાવેશ કરાયો હતો.