IND vs AUS: ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 સપ્ટેમ્બરથી ત્રણ મેચની T20 સીરિઝ રમાશે. આ સીરિઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાશે. આ શ્રેણીની શરૂઆત પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો અનુભવી સ્ટાર બોલર મોહમ્મદ શમીને કોરોના થયો હતો. મોહમ્મદ શમી કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ સાથે જ શમીની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.


ભારતીય ટીમનો અનુભવી સ્ટાર બોલર મોહમ્મદ શમીને કોરોના થયો હતો. મોહમ્મદ શમી કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ સાથે જ શમીની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમી લાંબા સમય પછી ભારતીય ટીમમાં વાપસી કરવાનો હતો. તે T20 વર્લ્ડ કપમાં ભારત માટે સ્ટેન્ડબાય ખેલાડી તરીકે સામેલ હતો. હવે તેનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.


ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં કુલ 179 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ દરમિયાન તેણે 114 મેચ જીતી છે. જ્યારે  57 મેચ હારી છે. આ સિવાય ત્રણ મેચ ટાઈ થઇ હતી તો પાંચ મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું.






ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરીએ તો ટીમે અત્યાર સુધીમાં 158 T20I રમી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમે 82 મેચ જીતી હતી અને 70 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 6 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી.


T20 World Cup 2022: સુનીલ નરેને રોહિત શર્માના કર્યા વખાણ, કોહલી સાથે તુલના પર આપ્યો જવાબ


IND vs AUS: આ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓથી ટીમ ઈન્ડિયાએ રહેવું પડશે સાવધાન, એકલા પલટી શકે છે મેચ


PAK: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ઇજાગ્રસ્ત ખેલાડીને ના આપ્યા પૈસા, ક્રિકેટર ખુદના પૈસે ઇંગ્લેન્ડ ઇલાજ કરાવવા પહોંચ્યો, જાણો