મયંક અગ્રવાલઃ મેન ઓફ ધ મેચ અગ્રવાલે 243 રનની ઈનિંગ રમીને ભારતને મોટી લીડ અપાવી હતી. મયંક અગ્રવાલે પોતાના આઠમી ટેસ્ટમાં કરિયરની બીજી બેવડી સદી મારી હતી. તેણે 330 બોલમાં 28 ચોક્કા અને 8 છગ્ગાની મદદથી 243 રન કર્યા હતા. તેણે ભારત માટે એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સ મારવાના મામલે નવજોતસિંહ સિદ્ધુની બરોબરી કરી હતી. સિદ્ધુએ પણ 1994માં શ્રીલંકા સામે એક ઇનિંગ્સમાં આઠ સિક્સ મારી હતી.
મોહમ્મદ શમીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પ્રથમ ઈનિંગમાં 3 વિકેટ લીધી હતી. પ્રથમ ઈનિંગમાં ટી-બ્રેક પહેલાના બે બોલમાં મોહમ્મદ શમીએ સતત બે બોલમાં મુશફિકર રહીમ અને મહેંદી હસનને આઉટ કર્યા હતા. જેના કારણે બાંગ્લાદેશની ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી. બીજી ઈનિંગમાં પણ શમીએ શાનદાર બોલિંગ કરતાં 4 વિકેટ ઝડપી હતી.
રવિચંદ્રન અશ્વિનઃ અશ્વિને પ્રથમ ઈનિંગમાં બાંગ્લાદેશના કેપ્ટન મોમીનુલ હકને બોલ્ડ કરીને ઘરઆંગણે 250 વિકેટ પૂરી કરી હતી. પ્રથમ ઈનિંગમાં બે અને બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ મળી મેચમાં કુલ 5 વિકેટ ઝડપી હતી.
અજિંક્ય રહાણેઃ ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ પ્રથમ ઈનિંગમાં 86 રનની ઈનિંગ રમી હતી. તેણે અગ્રવાલ સાથે 190 રનની પાર્ટનરશિપ કરી ભારતને મોટી લીડ લેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ અણનમ 60 રન, ઉમેશ યાદવે અણનમ 25 રન અને મેચમાં કુલ 4 વિકેટ તથા પુજારાએ 54 રન બનાવી ભારતની જીતમાં યોગદાન આપ્યું હતું.
કોહલીએ કહ્યું, કોઈપણ પીચ પર અમારા ફાસ્ટ બોલર વિરોધી ટીમના બેટ્સમેનોના છોડાવી શકે છે છક્કા
સાવરકુંડલા, જૂનાગઢમાં કમોસમી વરસાદ, ખેડૂતોની વધી મુશ્કેલી
Rcomના ડાયરેક્ટર પદેથી અનિલ અંબાણીએ આપ્યું રાજીનામું, જાણો વિગત