ઈન્દોરઃ ભારત અને  બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 213 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો એક ઈનિંગ અને 130 રનથી વિજય થયો હતો. જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ 2 મેચની શ્રેણીમાં 1-0ની લીડ લઇ લીધી છે. મેચ બાદ કોહલીએ ફાસ્ટ બોલર્સની ભરપેટ પ્રશંસા કરી હતી.

કોહલીએ કહ્યું, અમારી પાસે ફાસ્ટ બોલર્સનું સારું કોમ્બિનેશન છે. જે કોઇપણ પીચ પર હરિફ ટીમની બેટિંગને  ધ્વસ્ત કરી શકે છે. મેચમાં મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને ઈશાંત શર્માની જોડીએ 14 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્પિનર રવિચંદ્રન અશ્વિને 5 વિકેટ ઝડપી હતી. જાડેજાને વિકેટ મળી નહોતી.


મેચ બાદ પુરસ્કાર વિતરણ સમારોહમાં કોહલીએ કહ્યું, આ ખેલાડીઓ શાનદાર લયમાં છે. જ્યારે તેઓ બોલિંગ કરે ત્યારે દરેક પીચ સારી લાગે છે. તેઓ દરેક સ્પેલમાં વિકેટ લઇ શકે છે. સ્લિપના ફિલ્ડરોએ હંમેશા તૈયાર રહેવાનું હોય છે, કારણકે તેમને ખબર હોય છે કે કોઇપણ ઓવરમાં બોલ તેમની પાસે આવી શકે છે. કોઇપણ કેપ્ટન માટે આ સુંદર સંયોજન છે. કોઇપણ ટીમ માટે મજબૂત બોલિંગ હોવી સૌથી મહત્વપૂર્ણ છે. જસપ્રીત હાલ ટીમમાં નથી, જ્યારે તે ટીમમાં પરત ફરશે ત્યારે વિરોધી ટીમની મુશ્કેલીમાં વધારો થશે.


સોનિયા ગાંધીની શરદ પવાર સાથે મુલાકાતના એક દિવસ પહેલા સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન, કહ્યું- ઉદ્ધવ ઠાકરે......

સાવરકુંડલા, જૂનાગઢમાં કમોસમી વરસાદ, ખેડૂતોની વધી મુશ્કેલી

Rcomના ડાયરેક્ટર પદેથી અનિલ અંબાણીએ આપ્યું રાજીનામું, જાણો વિગત

બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રનથી હરાવતાં જ કોહલીએ રચ્ચો ઈતિહાસ, ધોનીનો તોડ્યો રેકોર્ડ, જાણો વિગત