IND vs ENG 2nd Test Day 4 Stumps: ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી બનાવ્યા 181 રન
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ લોર્ડ્સમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી બનાવ્યા 181 રન.
ચોથા દિવસના અંતે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી 181 રન બનાવી લીધા છે. રહાણેએ અડધી સદી ફટકારી હતી. પંત અને ઈશાંત શર્મા રમતમાં છે. રહાણે 61 રન બનાવીને આઉટ થયો હતો.
ભારતીય ટીમને પાંચમો ઝટકો અજિંક્યો રહાણેના રુપમાં લાગ્યો છે. રહાણે 61 રન બનાવી આઉટ થયો છે. હાલ ભારતીય ટીમનો સ્કોર 77 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 172 રન છે.
રહાણે અને પંત રમતમાં છે. અજિંક્યે રહાણેએ અડધી સદી ફટકારી છે. રહાણે 58 રન બનાવી રમતમાં છે. ટીમ ઈન્ડિયા 73.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 163 રન બનાવી લીધા છે.
ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. પુજારા 45 રન બનાવી આઉટ થયો છે. હાલ રહાણે અને પંત રમતમાં છે.
ચેતેશ્વર પુજારા અને અજિંક્યે રહાણે રમતમાં છે. ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 100 રનને પાર થયો છે. પુજારા હાલ 29 રને અને રહાણે 24 રને રમતમાં છે.
ટીમ ઈન્ડિયાનો સ્કોર 80 રનને પાર થયો છે. હાલ ચેતેશ્વર પુજારા અને રહાણે રમતમાં છે.
56 રનમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવી છે. હાલ ચેતેશ્વર પુજારા અને અજિક્યે રહાણે રમતમાં છે.
ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી 20 રન બનાવી આઉટ થયો છે.
બ્રેકગ્રાઉન્ડ
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ લોર્ડ્સમાં રમાઈ રહી છે. બીજી ઈનિંગમા ઈન્ડિયન બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી રમતમાં છે. ટીમ ઈન્ડિયાએ 20.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 48 રન બનાવ્યા છે. રોહિત શર્મા 21 રન બનાવી આઉટ થયો હતો.
મેચના ત્રીજા દિવસે ઈન્ડિયન ફાસ્ટ બોલર્સે ઇંગ્લેન્ડની ટીમને 391 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 364 રન કર્યા હતા. જેના કારણે ઇંગ્લિશ ટીમે ઈન્ડિયા પર 27 રનની લીડ મેળવી હતી. ત્રીજા દિવસે ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ 180 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ઈન્ડિયાઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટ કીપર), રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ
ઇંગ્લેન્ડઃ જો રૂટ (કેપ્ટન), ડોમિનિક સિબલી, રોરી બર્ન્સ, મોઇન અલી, જોની બેયરસ્ટો, ડેનિયલ લોરેન્સ, જોસ બટલર (વિકેટકિપર), સેમ કરન, માર્ક વુડ, શાકિબ મહમૂદ અને ઓલી રોબિન્સન
- - - - - - - - - Advertisement - - - - - - - - -