India vs England Test: ત્રીજા દિવસના અંતે ભારતે 257 રનની લીડ મેળવી, પુજારાની અડધી સદી
IND vs ENG, 5th Test, Day 3 Live Updates: ભારતની લીડ 257 રને પહોંચી ગઈ છે....
ચેતેશ્વર પુજારાએ 139 બોલમાં 50 રન પુરા કરી લીધા છે. હાલ ભારતનો સ્કોર 125 રન પર 3 વિકેટ છે. ઋષભ પંત 30 રન અને પુજારા 50 રન સાથે રમી રહ્યા છે.
બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો છે. હાલ ઋષભ પંત અને ચેતેશ્વર પુજારા રમી રહ્યા છે. ભારતની 103 રનના અંતે 3 વિકેટ. આ સાથે ભારતે કુલ 235 રનની લીડ મેળવી લીધી છે.
બેન સ્ટોક્સના બોલ ઉપર વિરાટ કોહલી કેચ આઉટ થયો. વિરાટે 40 બોલમાં 20 રન બનાવ્યા હતા. હાલ ભારતનો સ્કોર 75 રન પર 3 વિકેટ.
23મી ઓવર સુધીમાં ભારતે 2 વિકેટ ગુમાવી 63 રન બનાવી લીધા છે. હનુમા વિહારી 11 રન બનાવી આઉટ થયો. હાલ પુજારા 29 રન અને કોહલી 13 રન સાથે રમતમાં છે. ભારતની હાલ 195 રનની લીડ છે.
ટીમ ઈન્ડિયાને લાગ્યો પહેલો ઝટકો, શુભમન 4 રન બનાવી આઉટ થયો હતો. હાલ ભારતનો સ્કોર 13 રન પર 1 વિકેટ. હનુમા વિહારી અને ચેતેશ્વર પુજારા રમતમાં.
ઈંગ્લેન્ડની ટીમ 284 રન પર ઓલ આઉટ થઈ છે. ઈંગ્લેન્ડની 10મી વિકેટ મેથ્યુ પોટ્સને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો છે. આ સાથે ભારતને 132 રનની લીડ મળી છે.
મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડને વધુ એક ઝટકો આપ્યો છે. 36 રન સાથે બેટિંગ કરી રહેલા સેમ બિલિંગ્સને સિરાજે બોલ્ડ કર્યો હતો. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 267 રન પર 9 વિકેટ. ઈંગ્લેન્ડ 149 રનથી પાછળ છે.
મોહમ્મદ સિરાજે સ્ટુઅર્ટ બોર્ડને આઉટ કર્યો. બોર્ડ 1 રન બનાવી પવેલીયન ભેગો થયો હતો. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 248 પર 8 વિકેટ.
મોહમ્મદ સિરાજે સ્ટુઅર્ટ બોર્ડને આઉટ કર્યો. બોર્ડ 1 રન બનાવી પવેલીયન ભેગો થયો હતો. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 248 પર 8 વિકેટ.
હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 246 રન પર 7 વિકેટ, બિલિંગ્સ અને સ્ટુઅર્ટ બોર્ડ બેટિંગ કરી રહ્યા છે. હાલ ઈંગ્લેન્ડ 170 રનથી પાછળ છે.
ટીમ ઈન્ડિયાને મહત્વની વિકેટ મળી ગઈ છે. ઈંગ્લેન્ડની બાજી સંભાળનાર જોની બેયરસ્ટોને મોહમ્મદ શમીએ આઉટ કર્યો. બેયરસ્ટો 106 રન બનાવી આઉટ થયો.
જોની બેયરસ્ટોએ પોતાનું શતક પુર્ણ કર્યું. 119 બોલમાં 14 ચોક્કા અને 2 સિક્સર સાથે બેયરસ્ટોએ સદી ફટકારી. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 227 રન પર 6 વિકેટ.
45.3 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 200 રન પર પહોંચ્યો છે. આ સમયે વરસાદનું વિઘ્ન આવતાં મેચ અટકાવવી પડી છે. બેયરસ્ટો 113 બોલમાં 91 રને અને બિલિંગ્સ 7 રને રમતમાં છે.
શાર્દુલ ઠાકુરે ભારતને આજના દિવસની પ્રથમ અને ઈનિંગની છઠ્ઠી સફળતા અપાવી છે. સ્ટોક્સ 25 રન બનાવી બુમરાહને કેચ આપી બેઠો હતો. બેયરસ્ટો 50 રને રમી રહ્યો છે. ઈંગ્લેન્ડનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 153 રન છે.
36 મી ઓવરના પ્રથમ બોલે શાર્દુલ ઠાકુરે શમીની ઓવરમાં સ્ટોક્સનો કેચ છોડ્યો. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 140 રન છે. સ્ટોક્સ 19 અને બેયરસ્ટો 48 રને રમતમાં છે.
ઈંગ્લેન્ડનો સ્કોર 100 રનને પાર થઈ ગયો છે. બેયરસ્ટો 17 અને સ્ટોક્સ 11 રને રમતમાં છે. બંને ભારતીય બોલર્સનો મક્કમતાથી સામનો કરી રહ્યા છે.
ભારતે ત્રીજા દિવસની શરૂઆત શમીની મેડન ઓવર સાથે કરી છે. ભારતે મેચ પર પ્રભુત્વ જમાવવા માટે સ્ટોક્સ કે બેયરસ્ટોની જલદી વિકેટ લેવી પડશે.
સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં જસપ્રીત બુમરાહે ફટકારેલા 35 રન બાદ ઈંગ્લેન્ડનો સીનિયર બોલર જેમ્સ એન્ડર તેના સમર્થનમાં આવ્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs ENG, 5th Test, Day 3: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે.
બીજા દિવસે શું થયું
પાંચમી ટેસ્ટના બીજા દિવસે ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 5 વિકેટના નુકસાન પર 84 રન બનાવ્યા હતી. વરસાદની આવન-જાવન વચ્ચે રમાયેલી બીજા દિવસની રમતમાં ભારતે પ્રભુત્વ જમાવ્યું હતુ. કેપ્ટન બુમરાહે આક્રમક બેટિંગ બાદ અસરકારક બોલિંગનો પરચો દેખાડતાં ઈંગ્લેન્ડના ટોચના ત્રણેય બેટસમેનોની વિકેટ ઝડપતાં તેમના પર દબાણ સર્જ્યું હતુ. રૂટ 31 રને સિરાજનો અને નાઈટવોચમેન તરીકે ઉતરેલો લીચ ૦ પર શમીનો શિકાર બનતાં ઈંગ્લેન્ડ 83/5 પર ફસડાયું હતુ. બેયરસ્ટો (12)ની સાથે કેપ્ટન સ્ટોક્સ (0) ક્રિઝ પર હતો. ઈંગ્લેન્ડ હજુ 332 રન પાછળ છે.ગત વર્ષે અધુરી રહેલી શ્રેણીમાં ચાર ટેસ્ટ બાદ ભારત 2-1થી સરસાઈ ધરાવે છે.
ભારતે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 416 રન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટના બીજા દિવસ ભારત પ્રથમ ઈનિંગમાં 416 રન બનાવી ઓલઆઉટ થયું હતું. બુમરાહ 16 બોલમાં 31 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી પંતે 146, જાડેજાએ 104 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને 5, પોટ્સે 2, બ્રોડ, સ્ટોક્સ અને રૂટે 1-1 વિકેટ લીધી હતી.
પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે ટોસ જીતી ભારતને બેટિંગ આપી
એજબેસ્ટોનમાં બુમરાહની કેપ્ટન્સીમાં ભારત ગત વર્ષે અધુરી રહેલી શ્રેણીની પાંચમી અને આખરી ટેસ્ટ રમવા માટે ઈંગ્લેન્ડ સામે ઉતર્યું હતુ. ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડે વરસાદી વાતાવરણનો ફાયદો ઉઠાવ્યો હતો. એન્ડરસને ભારતના બંને ઓપનરો ગિલ (17 રન) અને પુજારા (13 રન)ને પેવેલિયન ભેગા કરી દીધા હતા. માત્ર 46ના સ્કોર પર ભારતે બે વિકેટ ગુમાવતા મીડલ ઓર્ડર પર દબાણ સર્જાયું હતુ. જે બાદ હનુમા વિહાર (20 રન), વિરાટ કોહલી (11 રન), શ્રેયસ ઐયર (15 રન) બનાવી આઉટ થતાં ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 98 રન થઈ ગયો હતો.
પંત-જાડેજા વચ્ચે છઠ્ઠી વિકેટમાં 222 રનની ભાગીદારી
વિકેટકિપર પંત અને ગુજરાતી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરી ઈંગ્લેન્ડની ભારતને સસ્તામાં આઉટ કરવાની આશા પર પાણી ફેરવ્યું હતું. વિકેટકિપર બેટ્સમેન પંતની કારકિર્દીની પાંચમી સદી (111 બોલમાં 146 રન) અને જાડેજા (84*) સાથેની તેની પાંચમી વિકેટની 222 રનની ભાગીદારીને સહારે ભારતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે પ્રથમ ઈનિંગમાં 7 વિકેટે 338 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી એન્ડરસને 3, પોટ્ટસે 2 તથા કેપ્ટન સ્ટોક્સે 1 વિકેટ લીધી હતી.
બંને ટીમો આ પ્રમાણે છે
ભારત: જસપ્રીત બુમરાહ (કેપ્ટન), રિષભ પંત (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડ: બેન સ્ટોક્સ (કેપ્ટન) એલેક્સ લીઝ, જૈક ક્રાઉલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, સૈમ વિલિંગ્સ, મેથ્યૂ પોટ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ અને જેમ્સ એન્ડરસન.
- - - - - - - - - Advertisement - - - - - - - - -