IND Vs ENG: ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામે રમાનારી ટેસ્ટ સીરિઝ માટે તૈયાર છે. આ દરમિયાન પ્રથમ ટેસ્ટ માટે તે ચેન્નઈ પહોંચી ગયો છે. રોહિત શર્માએ પત્ની રિતિકા સાથેની એક તસવીર શેર કરી છે.


હિટમેને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પત્ની સાથે તસવીર શેર કરીને લખ્યું- ક્વારંટીમ. નિયમ મુજબ ખેલાડીઓએ એક સપ્તાહ સુધી ક્વોરન્ટાઈન રહેવાનું છે. રોહિત સહિત ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ હાલ ક્વોરન્ટાઈન છે.



IND vs ENG સીરિઝનું શેડ્યૂલ

ટેસ્ટ સીરિઝ

પ્રથમ ટેસ્ટઃ 5 થી 9 ફેબ્રુઆરી, એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેન્નઈ)

બીજી ટેસ્ટઃ 13 થી 17 ફેબ્રુઆરી, એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેન્નઈ)

ત્રીજી ટેસ્ટઃ 24 થી 28 ફેબ્રુઆરી, સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરા (અમદાવાદ)

ચોથી ટેસ્ટઃ 4 થી 8 માર્ચ, સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરા (અમદાવાદ)

T20 સીરિઝ

પ્રથમ ટી-20: 12 માર્ચ, સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરા (અમદાવાદ)

બીજી ટી-20: 14 માર્ચ, સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરા (અમદાવાદ)

ત્રીજી ટી-20: 16 માર્ચ, સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરા (અમદાવાદ)

ચોથી ટી-20: 18 માર્ચ, સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરા (અમદાવાદ)

પાંચમી ટી-20: 20 માર્ચ, સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરા (અમદાવાદ)

વન ડે સીરિઝ

પ્રથમ વન ડેઃ 23 માર્ચ, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (પુણે)

બીજી વન ડેઃ 26 માર્ચ, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (પુણે)

ત્રીજી વન ડેઃ 28 માર્ચ, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (પુણે)