બેંગલુરુઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડી.કે. શિવકુમારની દીકરી ઐશ્વર્યાએ ભાજપના નેતા એસ.એમ. કૃષ્ણાના દોહિત્ર અમર્ત્ય સાથે વેલેન્ટાઈન ડે પર લગ્ન કર્યાં છે. અમર્ત્યની માતા કૃષ્ણાની પુત્રી છે. કૃષ્ણા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. અમર્ત્ય કાફે કોફી ડે (CCD)ના સ્થાપક વી.જી. સિધ્ધાર્થનો પુત્ર છે. સિધ્ધાર્થે બે વર્ષ પહેલાં આપઘાત કરી લીધો હતો. બેંગલુરુની એક હોટલમાં રવિવારે એશ્વર્યા અને અમર્ત્ય હેગડેના લગ્ન કરાયાં હતાં. બંનેની સગાઈ નવેમ્બર 2020માં થઈ હતી.


ડીકે શિવકુમાર હાલ કર્ણાટકમાં કોંગ્રેસના પ્રમુખ છે. તેઓને કોંગ્રેસના સંકટમોચક પણ કહેવામાં આવે છે. અમર્ત્યના નાના એસએમ કૃષ્ણા મનમોહન સિંહ સરકારમાં 2009થી 2012 સુધી વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. દશકાઓ સુધી કોંગ્રેસમાં રહ્યાં બાદ 2017માં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગયા વર્ષે ડી.કે. શિવકુમારને મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરી હતી. એ વખતે  તેમની દીકરી ઐશ્વર્યાની પણ પૂછપરછ કરવામ્ં આવી હતી. શિવકુમાર પર આરોપ છે કે તેમણે  દીકરીના નામે કરોડોની સંપત્તિમાં રોકાણ કર્યું છે. ચૂંટણી દરમિયાન એફિડેવિટમાં શિવકુમારે પોતાની દીકરીના નામે 108 કરોડની સંપત્તિ હોવાની જાણકારી આપી હતી. તેઓ પોતાની પાસે 618 કરોડની સંપત્તિ હોવાનું જણાવ્યું હતું.



અમર્ત્યના પિતા સિદ્ધાર્થે 1996માં બેંગલુરુમાં CCD નામથી કાફેની શરૂઆત કરી હતી. આજે સીસીડી 1700થી વધુ કાફે સાથે દેશની સૌથી મોટી કોફી શોપ ચેઈન છે. દેશના 247 શહેરોમાં ફ્રેન્ચાઈઝી ઉભી કરનારા સિધ્ધાર્થે ઓગસ્ટ 2019માં આત્મહત્યા કરી હતી. તેમનો મૃતદેહ મેંગલુરુમાં નેત્રાવતી નદીની પાસે મળ્યો હતો. ચર્ચા હતી કે તેઓ દેવામાં ડૂબી જતા દબાણમાં આવી ગયા હતા.

ફોર વ્હીલર્સ માટે આજથી અમલી બન્યો આ નવો નિયમ, નહીં પાળો તો તોતિંગ રકમ ભરવાની રાખજો તૈયારી 

યુવકને મામી સાથે બંધાયા શારીરિક સંબંધ, પ્રેમિકાના પુત્રને માના સંબંધોની પડી ખબર ને તેણે મિત્રને કહ્યું, પછી...........

ટીમ ઈન્ડિયાને બે વર્લ્ડકપ જીતાડનારા આ ખેલાડીની વધી મુશ્કેલી, હરિયાણામાં નોંધાઈ FIR, જાણો શું છે મામલો