અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી અને ચોથી ટેસ્ટ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે.  ટેસ્ટ બાદ પાંચ મેચની શ્રેણી પણ આ મેદાન પર રમાશે. જેને લઈ આજથી ટેસ્ટ મેચના ટિકિટ બુકિંગની શરૂઆત થઈ છે. ટેસ્ટ મેચ પૂરી થયા બાદ ટી-20 શ્રેણીનું બુકિંગ શરૂ થશે.


ટી-20 જેવા કેટલા રૂપિયા ખર્ચવા પડશે

ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી 5 T20 ની ટિકિટો 1 માર્ચથી ઓનલાઈન મળશે. બુક માય શો પરથી તમામ 5 T20 આંતરરાષ્ટ્રીય મેચની ટિકિટ મળશે. T20 મેચ માટે એક ટિકિટનો દર 500 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા નક્કી કરાયો છે. જેમાં 500, 1000, 2000, 2500, 4000, 6000 તેમજ 10000 રૂપિયાની એક ટિકિટ મળશે. 500 રૂપિયાની ટિકિટ મેદાનની ડાબી અને જમણી બાજુ આવેલા ઉપરના ભાગની રહેશે.

મેદાનમાં ઉપરની તરફ આવેલા લોન્ગ ઓન અને લોન્ગ ઓફની ટિકિટનો ભાવ 2000 તેમજ 2500 રૂપિયા નક્કી કરાયો છે. મેદાનના ચારેતરફ આવેલી કેટલીક ટિકિટ 1000 રૂપિયામાં આપવામાં આવશે. મેદાનની ચારેતરફ નીચેના ભાગમાં આવેલી રિલાયન્સ E ની ટિકિટનો ભાવ 4000 રૂપિયા નક્કી કરાયો છે. અદાણી પેવેલિયન લેફ્ટ અને રાઈટની ટિકિટ 6000 રૂપિયામાં મળશે. તો અદાણી બેંકવેટ સીટની એક ટિકિટ 10,000 રૂપિયામાં મળશે.

19 ફેબ્રુઆરીથી બંને ટીમોના ખેલાડીઓ પ્રેક્ટિસની શરૂઆત કરશે. લગભગ 6 વર્ષ બાદ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાનાર છે જેને લઈ ક્રિકેટપ્રેમીઓમાં રોમાંચ છે.

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટની ટિકિટોનું વેચાણ શરૂ, જાણો શું છે ભાવ ? કઈ રીતે ખરીદશો ? 

Kutch માં ભાજપના નેતાઓની ઉંઘ કેમ થઈ હરામ, સંગઠને શું લીધો નિર્ણય