IND vs ENG, U19 Women's WC Final: આજે અંડર 19 વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાઇ રહી છે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે સાઉથ આફ્રિકાના પૉચેફસ્ટૂમ સ્થિતે સેનવેસ પાર્ક (Senwes Park, Potchefstroom) મેદાનમાં ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે ખિતાબી જંગ ઉતરી છે. આઇસીસી દ્વારા પહેલીવાર મહિલા અંડર 19 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અને આજે પ્રથમ સિઝન માટે ચેમ્પીયન બનવા ભારતીય મહિલા અને ઇંગ્લિશ મહિલા ટીમ આમને સામને છે. ભારતીય કેપ્ટન શેફાલી વર્માએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો છે...
ભારતે ટૉસ જીત્યો -
અંડર 19 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ શરૂ થઇ ચૂકી છે, ભારતીય કેપ્ટન શેફાલી વર્માએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો છે, જ્યારે ઇંગ્લિશ ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ છે. આજની મેચમાં કેનડેક લા બૉર્ડે, સારાહ દામાબેનેવાના એમ્પાયર છે, જ્યારે થર્ડ એમ્પાયર દેદુનુ સિલ્વા અને મેચ રેફરી વાનેસા બૉવેન છે.
ભારતીય મહિલા ક્રિકેટ પ્લેઇંગ ઇલેવન -
શેફાલી વર્મા (કેપ્ટન), શ્વેતા સેહરાવત, સૌમ્યા તિવારી, ગૉન્ગાડી ત્રિષા, ઋચા ઘોષ (વિકેટકીપર), ઋષિતા બાસુ, ટીટાસ સાધુ, મન્નત કશ્યપ, અર્ચના દેવી, પાર્શવી ચોપડા, સોનમ યાદવ.
ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ પ્લેઇંગ ઇલેવન -
ગ્રાસ શ્વીવાન્સ (કેપ્ટન), લિબર્ટી હીપ, નિઆમ ફીઓના હૉલેન્ડ, સેરેન સ્મેલ (વિકેટકીપર), રાયના મેકડોનાલ્ડ ગે, ચેરિસ પાવેલી, એલેક્સા સ્ટૉનહાઉસ, સૉફિયા સ્મેલ, જોસી ગ્રૉવ્જ, એલિટ એન્ડરસન, હન્ના બેકર.
શેફાલી પાસે ઇતિહાસ રચવાની તક
આજે રવિવારે એટલે કે 29 જાન્યુઆરીએ ભારતીય અંડર-19 મહિલા ટીમ શેફાલી વર્માની કેપ્ટનશીપમાં ઇતિહાસ રચવા માટે મેદાનમાં ઉતરશે. આજની મેચ સેનવેસ સ્પૉર્ટ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ સાઉથ આફ્રિકાના મેદાનમાં રમાશે. આ વખતે દક્ષિણ આફ્રિકામાં ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડકપ યોજાઇ રહ્યો છે. ભારત તેની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે.
ભારતના હૂકમના એક્કા છે આ ખેલાડીઓ
ICC અંડર-19 T20 વર્લ્ડકપની આ પ્રથમ સિઝનમાં 18 વર્ષની ભારતીય બેટ્સમેન શ્વેતા સેહરાવતે ધૂમ મચાવી છે. તેણે ટૂર્નામેન્ટમાં 6 મેચ રમી જેમાં તેણે સૌથી વધુ 292 રન બનાવ્યા. શ્વેતા ટૂર્નામેન્ટમાં ટોપ સ્કોરર છે. બીજા નંબર પર કેપ્ટન શેફાલી છે જેણે 6 મેચમાં 157 રન બનાવ્યા છે. શેફાલી પણ સિનિયર ટીમની મહત્વની સભ્ય છે. બોલિંગમાં લેગ સ્પિનર પાર્શ્વી ચોપડાએ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી 5 મેચમાં 9 વિકેટ ઝડપી છે. પાર્શ્વી સેમીફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહી હતી. તેણે 20 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. શ્વેતાએ ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં 45 બોલમાં અણનમ 61 રન બનાવ્યા હતા.
અંડર 19 વર્લ્ડકપમાં ભારતનો દેખાવ શાનદાર
આ મેદાન પર ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઇનલ રમી હતી, જેમાં તેણે 8 વિકેટે જીત મેળવી હતી. પરંતુ ભારતીય ટીમ માટે ફાઈનલમાં ઈંગ્લેન્ડને ટક્કર આપવી સરળ નહીં હોય. ઈંગ્લેન્ડની ટીમ આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. તેણે ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, આયરલેન્ડ, રવાન્ડા, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેને હરાવ્યા છે. જ્યારે ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં સેમીફાઈનલ સહિત 6 મેચ રમી છે, જેમાં તેણે 5માં જીત મેળવી છે. ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ (સેમીફાઈનલ), શ્રીલંકા, સ્કોટલેન્ડ, UAE અને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે.