ન્યૂઝીલેન્ડ બોલર્સને લાઇન લેન્થ પર બોલિંગનું મળ્યું ફળ
પ્રથમ દિવસની સમાપ્તિ બાદ હનુમા વિહારીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ખરાબ શોટ પસંદગીના કારણે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ દિવસે 242 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. પિચ એટલી ખરાબ નહોતી અને તેનાથી બે ટેસ્ટ મેચની સીરિઝમાં વાપસી કરવાની આશાને ફટકો લાગ્યો છે. 55 રનની ઈનિંગ રમનારા હનુમા વિહારીએ કહ્યું, પુજારા તેની નૈસર્ગિક રમત રમી શકે તે માટે હું આક્રમણ કરવા માંગતો હતો. તેમણે યોગ્ય લાઈન લેન્થ પર બોલિંગ કરી અને જાણતા હતા કે પિચ કેવું પ્રદર્શન કરશે. ઘરેલુ પરિસ્થિતિનો વિરોધી ટીમના બોલર્સે ભરપૂર લાભ ઉઠાવ્યો હતો.
ખોટા સમયે આઉટ થયા ખેલાડી
તેણે એમ પણ કહ્યું કે, પૃથ્વી શૉએ લય બતાવ્યો, પુજારાએ સમય લીધો પરંતુ તમામ ખેલાડી ખોટા સમયે આઉટ થયા. કોઈપણ પિચના કારણે આઉટ નથી તયા. મોટા ભાગના ખેલાડી તેમની ભૂલના કારણે પેવેલિયન પરત ફર્યા હતા. પિચનો કોઈ વાંક નહોતો.
પુજારાને લઈ હનુમાએ કરી આ વાત
આ પિચ પર 300થી વધુનો સ્કોર આદર્શ હતો. હું શોર્ટ પિચ બોલનો સારી રીતે સામનો કરતો હતો અને આઉટ થવાથી પુજારાની નૈસર્ગિક રમતમાં પણ વિક્ષેપ પડ્યો. બંનેએ વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં રક્ષાત્મક બેટિંગ કરી હતી. આજની મેચની રણનીતિ અંગે વાત કરતાં વિહારીએ કહ્યું, પુજારા એક છેડા પર રમતો હતો અને હું સકારાત્મક ઈનિંગ રમીને આગળ વધવા માંગતો હતો. પુજારા લાંબી ઈનિંગ રમી શકે તેવો ખેલાડી છે. તેથી હું સમય લીધા વગર બેટિંગ કરવા માંગતો હતો.
ભારત પ્રવાસ પહેલા દક્ષિણ આફ્રિકાને લાગ્યો મોટો ઝટકો, આ ઘાતક બોલર થયો ટીમમાંથી બહાર
હાર્દિક પંડ્યાની ધમાકેદાર વાપસી, 25 બોલમાં ફટકાર્યા 38 રન અને લીધી 3 વિકેટ