હેમિલ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી 5 મેચોની ટી20 સીરીઝમાં ત્રીજી ટી20માં ભારતે સુપરઓવરમાં શાનદાર જીત મેળવી, આ સાથે ભારતે સીરીઝ પર પણ કબજો જમાવી દીધો. મેચ દરમિયાન સ્ટેડિયમમાં એક એવી ઘટના ઘટી જે ખરેખર રમૂજ ઉપજાવે તેવી છે.


ખરેખરમાં, જ્યારે ત્રીજી ટી20 રમાઇ રહી હતી, તે દરમિયાન ભારતીયોએ કિવી ફેન્સ પાસે 'ભારત માતા કી જય'ના નારા લગાવડાવ્યા હતા. આનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.



વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, સ્ટેડિયમમાં ભારતીય ફેન્સ મેચ જોવા આવેલી ન્યૂઝીલેન્ડના ફેનને પાછળથી 'ભારત માતા કી જય' બોલવા માટે કહે છે. કિવી ફેન પણ માની જાય છે અને 'ભારત માતા કી જય'નો નારો લગાવે છે. આ વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.


ત્રીજી ટી20માં ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 179 બનાવ્યા હતા, જ્યારે કિવી ટીમે બીજી બેટિંગ કરતાં 179 બનાવીને મેચ ટાઇમાં ફેરવી હતી. બાદમાં સુપરઓવરમાં ટીમ ઇન્ડિયાનો શાનદાર વિજય થયો હતો.