IND vs NZ Semi Final LIVE Score: પ્રથમ સેમિફાઇનલમાં શમીનો તરખાટ, સાત વિકેટ ઝડપી ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું
IND vs NZ Semi Final LIVE Score: આજે સેમિ ફાઇનલની પ્રથમ મેચ રમાશે. વર્લ્ડકપમાં ગ્રુપ રાઉન્ડની મેચો સમાપ્ત થઈ ગઈ છે અને પ્રથમ સેમિ ફાઈનલ આજે બુધવારે (15 નવેમ્બર) રમાશે
વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની સદી બાદ મોહમ્મદ શમીએ પોતાની ઘાતક બોલિંગથી ભારતને 12 વર્ષ બાદ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડ્યું હતું. સેમિફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલે 134 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે તે પોતાની ટીમને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો. ભારત તરફથી શમીએ સાત વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરીને 397 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 327 રનમાં સમેટાઈ ગઈ હતી.
ડેરીલ મિશેલ 119 બોલમાં 134 રન કરીને આઉટ થયો હતો. આ તેની પાંચમી વિકેટ ઝડપી છે. શમીએ આ વર્લ્ડ કપમાં ત્રીજી વખત પાંચ વિકેટ ઝડપી છે. સ્ટેડિયમમાં હાજર દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે મિશેલનું સ્વાગત કર્યું હતું
ન્યૂઝીલેન્ડે 44મી ઓવરમાં 298ના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. માર્ક ચેપમેન સિક્સ મારવાના પ્રયાસમાં કુલદીપ યાદવની ઓવરમાં આઉટ થયો હતો. તે પાંચ બોલમાં માત્ર બે રન બનાવી શક્યો હતો. આ મેચમાં સ્પિનરને પ્રથમ વિકેટ મળી હતી.
ન્યૂઝીલેન્ડનો સ્કોર ચાર વિકેટના નુકસાન સાથે 250 રનને પાર કરી ગયો છે. ડેરીલ મિશેલ સદી ફટકાર્યા બાદ રમી રહ્યો છે. બીજા છેડે ગ્લેન ફિલિપ્સ સારી બેટિંગ કરી રહ્યો છે. આ બંનેએ ફરી એકવાર કિવી ટીમને માટે સારી ભાગીદારી કરી છે. આવી સ્થિતિમાં ભારતીય બોલરો દબાણ બનાવીને વિકેટ લઈ શકે છે.
મોહમ્મદ શમીએ એક ઓવરમાં બે વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી છે. શમીએ પહેલા વિલિયમ્સનને આઉટ કર્યો અને પછી ટોમ લાથમને પેવેલિયન મોકલ્યો હતો. 33 ઓવર પછી ન્યૂઝીલેન્ડનો સ્કોર ચાર વિકેટે 220 રન છે. શમીએ કુલ ચાર વિકેટ પોતાના નામે કરી હતી.
ડેરીલ મિશેલ અને કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડને શરૂઆતના આંચકામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. 17 ઓવર પછી કિવી ટીમનો સ્કોર બે વિકેટે 104 રન છે. મિશેલ 32 અને વિલિયમસન 25 રને રમતમાં છે.
કીવી બેટ્સમેનો સ્પિનર પર એકદમ આરામદાયક દેખાઈ રહ્યા છે. કુલદીપ યાદવે 16મી ઓવર નાખી. આ ઓવરમાં કુલ છ રન આવ્યા. 16 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર બે વિકેટે 93 રન છે. મિશેલ 21 અને વિલિયમસન 25 રને રમી રહ્યા છે.
મોહમ્મદ સિરાજે 15મી ઓવરમાં કર્યું હતું. આ ઓવરમાં કેન વિલિયમસને એક ચોગ્ગો અને સિક્સર ફટકારી હતી. 15 ઓવર પછી ન્યૂઝીલેન્ડનો સ્કૉર બે વિકેટે 87 રન છે. કેન વિલિયમસન ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 23 અને ડેરિલ મિશેલ 3 ચોગ્ગા સાથે 17 રને રમતમાં છે.
ન્યૂઝીલેન્ડનો સ્કૉર 7 ઓવર પછી 1 વિકેટે 35 રન છે. અત્યારે કેપ્ટન કેન વિલિયમસન અને રચિન રવિન્દ્ર ક્રિઝ પર છે. રચિન રવિન્દ્ર 19 બોલમાં 9 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે કેન વિલિયમસને 9 બોલમાં 4 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડે છઠ્ઠી ઓવરના પ્રથમ બૉલ પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ 30ના સ્કૉર પર પડી હતી. ડેવૉન કૉનવે 15 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. કેએલ રાહુલે સ્ટમ્પની પાછળ કૉનવેનો શાનદાર કેચ પકડ્યો હતો.
પ્રથમ સેમ ફાઇનલની બીજી ઇનિંગમાં કીવી ટીમની બેટિંગ શરૂ થઇ ચૂકી છે, હાલમાં ન્યૂઝીલેન્ડ તરફથી ડેવૉન કૉનવે અને રચીન રવિન્દ્ર ઓપનિંગ કરી રહ્યા છે. ટીમનો સ્કૉર 2 ઓવર બાદ વિના વિકેટે 13 રન પર પહોંચ્યો છે. કૉનવે 8 રન અને રવિન્દ્ર 4 રન બનાવીને ક્રિઝ પર છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમિ ફાઈનલ મેચમાં ભારતીય બેટ્સમેનોએ નિર્ભયતાથી બેટિંગ કરી હતી. પ્રથમ રમત રમીને ભારતે ન્યૂઝીલેન્ડને 398 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત માટે વિરાટ કોહલીએ 117 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને શ્રેયસ અય્યરે 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય રોહિત શર્માએ 29 બોલમાં 47 રનની અણનમ ઇનિંગ રમી હતી અને શુભમન ગિલે 66 બોલમાં 80 રનની અણનમ ઇનિંગ રમી હતી.
શ્રેયસ અય્યરે આ વર્લ્ડકપમાં પોતાની બીજી સદી ફટકારી છે. તે 68 બોલમાં 3 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 101 રન પર રમી રહ્યો છે. જ્યારે કેએલ રાહુલ 13 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો છે.
શ્રેયસ અય્યરે આ વર્લ્ડકપમાં પોતાની બીજી સદી ફટકારી છે. તે 68 બોલમાં 3 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 101 રન પર રમી રહ્યો છે. જ્યારે કેએલ રાહુલ 13 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો છે.
કિંગ કોહલીએ સેમિ ફાઇનલ મેચમાં વાનખેડે ખાતે ઈતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલીએ સચિન તેંદુલકરની સામે વનડેમાં પોતાની 50મી સદી ફટકારી હતી. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. 42 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 303 રન છે.
કોહલીને ઇન્જરી વધી છે, હાલમાં તેને દોડવામાં તકલીફ પડી રહી છે, તે લંગડાઇ રહ્યો છે, સિંગલ રન લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. વિરાટ કોહલીને પણ સ્નાયૂઓમાં ખેંચાણ છે. હવે તેને રન બનાવવામાં મુશ્કેલી પડી રહી છે. 40 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 287 રન થઈ ગયો છે. વિરાટ કોહલી 102 બોલમાં 95 અને શ્રેયસ અય્યર 44 બોલમાં 61 રન બનાવીને રમી રહ્યો છે. હવે છેલ્લા પાવરપ્લેમાં ભારત વધુમાં વધુ રન બનાવવાનો પ્રયાસ કરશે.
38 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર એક વિકેટે 275 રન થઈ ગયો છે. વિરાટ કોહલી તેની 50મી સદીની ખૂબ નજીક છે. તે 92 પર રમી રહ્યો છે. શ્રેયસ અય્યર 53 રને તેની સાથે છે. એવો અંદાજ છે કે સ્કોર સરળતાથી 415 સુધી પહોંચી જશે.
શ્રેયસ અય્યરે માત્ર 35 બૉલમાં અડધી સદી ફટકારી છે. અત્યાર સુધીમાં તેને 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે. અય્યર 142ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. આ વર્લ્ડકપમાં અય્યરનો આ સતત ચોથો 50 પ્લસ સ્કોર છે.
34 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કૉર એક વિકેટે 248 રન થઈ ગયો છે. વિરાટ કોહલીએ સચિન તેંદુલકરનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. કોહલી હવે વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
સ્કૉરનો અંદાજ બતાવી રહ્યો છે કે ટીમ ઈન્ડિયા 403ના સ્કોર સુધી પહોંચી શકે છે. જ્યારે વિરાટ કોહલી આ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની શકે છે. તે હવે માત્ર 11 રન દૂર છે. 32 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કૉર એક વિકેટે 226 રન થઈ ગયો છે.
31 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર એક વિકેટે 221 રન છે. શ્રેયસ અય્યર 18 બોલમાં 21 અને વિરાટ કોહલી 74 બોલમાં 70 રન બનાવીને રમતમાં છે. હવે બંનેની નજર 40 ઓવરમાં સ્કોરને 300 સુધી લઈ જવા પર રહેશે. કોહલીએ 6 ફોર અને 1 સિક્સર ફટકારી છે. અય્યરે એક ફોર અને એક સિક્સ ફટકારી છે.
30મી ઓવરમાં વિરાટ કોહલીએ ટિમ સાઉથીના બોલ પર 92 મીટર લાંબી સિક્સર ફટકારી હતી. આ મેચની આ સૌથી લાંબો છગ્ગો હતો. સાઉથીની આ ઓવરમાં કુલ 11 રન આવ્યા હતા. કોહલીના સિક્સર પર વાનખેડે ખાતેના દર્શકો આનંદથી ઉછળી પડ્યા હતા. 30 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર એક વિકેટે 214 રન છે. કોહલી 65 અને ઐયર 19 રને રમી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાનો સ્કૉર માત્ર 29 ઓવરમાં 200ને પાર કરી ગયો છે. વિરાટ કોહલી 5 ચોગ્ગાની મદદથી 57 અને શ્રેયસ અય્યર 1 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 16 રને રમતમાં છે. 29 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 203 રન છે.
વિરાટ કોહલીએ ODI વર્લ્ડકપની નૉકઆઉટ મેચમાં પ્રથમ વખત અડધી સદી ફટકારી છે. આ તેની ODI કારકિર્દીની 72મી અડધી સદી છે. કોહલીએ 59 બોલમાં 4 ચોગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી. 28 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 197 રન છે. કોહલી 52 અને ઐયર 15 રને રમતમાં છે.
શુભમન ગીલ 23મી ઓવરમાં પાછો ફર્યો. તેને સ્નાયુઓની ખેંચાણ થતી હતી. ગીલે 65 બોલમાં 79 રન બનાવ્યા હતા. તેમની જગ્યાએ શ્રેયસ અય્યર આવ્યા છે. 25 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 178 રન છે. વિરાટ કોહલી 45 અને શ્રેયસ અય્યર 51 બોલમાં ચાર રને રમતમાં છે. કોહલીએ અત્યાર સુધી ચાર ચોગ્ગા ફટકાર્યા છે.
23મી ઓવરમાં શુભમન ગીલ હેમસ્ટ્રિંગને કારણે પેવેલિયન પરત ફર્યો હતો. ખરેખર, તે પીડામાં હતો. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્માએ તેને પરત બોલાવવાનો નિર્ણય લીધો હતો. કૉમેન્ટેટર હરભજન સિંહ કહી રહ્યા છે કે વિકેટ પડી ગયા બાદ તે ફરીથી બેટિંગ કરવા આવી શકે છે. હવે તેની જગ્યાએ શ્રેયસ અય્યર આવ્યો છે.
ભારતીય બેટ્સમેનોએ હજુ સુધી કોઈ બૉલરને સેટ થવા દીધો નથી. 21 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર એક વિકેટે 153 રન છે. શુભમન ગીલ 60 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 76 રન પર છે. જ્યારે વિરાટ કોહલી 37 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે.
20 ઓવર પુરી થયા બાદ આર અશ્વિન મેદાન પર આવ્યો અને ગીલ-કોહલીને કેપ્ટન રોહિતનો મેસેજ આપ્યો. ખરેખર, આ ઓવર પહેલા રોહિત અશ્વિનને કંઈક કહેતો જોવા મળ્યો હતો. 20 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર એક વિકેટે 150 રન થઈ ગયો છે.
ભારતીય બેટ્સમેનો આજે અલગ પ્લાન સાથે મેદાનમાં ઉતર્યા છે. પહેલા રોહિત શર્માએ કીવી બોલરો પર એટેક કર્યો અને પછી તેના આઉટ થયા બાદ શુભમન ગીલે બોલરોને આડે હાથ લીધા. બીજીબાજુ કિંગ કોહલી સાવધાનીપૂર્વક રમી રહ્યો છે. 15 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર એક વિકેટે 118 રન છે. ગીલ 44 બોલમાં 52 અને કોહલી 17 બૉલમાં 16 રન બનાવીને રમી રહ્યો છે.
વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય બેટ્સમેનો ન્યૂઝીલેન્ડના બોલરોની જોરદાર ધૂલાઇ કરી રહ્યાં છે. શુભમન ગીલે માત્ર 41 બૉલમાં અડધી સદી ફટકારી છે. ગીલની અડધી સદીથી પ્રેક્ષકો ખુશ થયા છે. ગીલે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે ભારતીય બેટ્સમેનો નોકઆઉટ મેચનું દબાણ અનુભવી રહ્યા નથી.
રોહિતના આઉટ થયા બાદ પણ ટીમ ઈન્ડિયાના રનની ગતિ ધીમી થઈ નથી. હિટમેનના આઉટ થયા બાદ શુભમન ગિલે કિવી બોલરો પર પ્રહારો કર્યા છે. ગીલ 40 બોલમાં 49 રન બનાવીને રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે સાત ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે. 13મી ઓવરમાં ગીલે ફર્ગ્યૂસન પર ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા.
હવે રોહિતના આઉટ થયા બાદ શુભમન ગીલે ઝડપથી રન બનાવવાની જવાબદારી લીધી છે. 10મી ઓવરમાં ગીલે લૉકી ફર્ગ્યૂસન પર બે ચોગ્ગા ફટકાર્યા હતા. 10 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 84 રન છે. ગિલ 26 બોલમાં 30 રન પર પહોંચી ગયો છે.
9 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર એક વિકેટે 75 રન છે. શુભમન ગીલ 21 બોલમાં 21 અને વિરાટ કોહલી ચાર બોલમાં ચાર રને રમતમાં છે. જોકે, રોહિત આઉટ થયા બાદ તેણે કોહલીને કંઈક કહ્યું. ટીકાકારો કહી રહ્યા છે કે તેણે કદાચ કહ્યું હશે કે શૈલી બદલવી જોઈએ નહીં.
વિરાટ કોહલી 9મી ઓવરમાં ટિમ સાઉથીનો બોલ ચૂકી ગયો. ખરેખરમાં, ન્યૂઝીલેન્ડે LBW માટે અપીલ કરી હતી, પરંતુ એમ્પાયરે નૉટ આઉટ આપ્યો હતો. ત્યારબાદ કીવી કેપ્ટન કેન વિલિયમસને ડીઆરએસ લીધું હતું. જો કે, રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ બેટ સાથે અથડાયા બાદ પેડ પર અથડાયો હતો. આ રીતે કોહલી નોટઆઉટ રહ્યો.
વાનખેડે સ્ટેડિયમમાં સંપૂર્ણ પિન ડ્રૉપ સાયલન્સ છે. તોફાની બેટિંગ કરી રહેલો ભારતીય કેપ્ટન સિક્સર મારવાના પ્રયાસમાં કેચ આઉટ થયો હતો. રોહિત શર્મા 29 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 47 રન બનાવીને આઉટ થયો હતો. કીવી કેપ્ટન કેન વિલિયમસને રોહિત શર્માનો શાનદાર કેચ લીધો હતો. કૉમેન્ટેટર મોહમ્મદ કૈફે વિલિયમસનના કેચની ખૂબ પ્રશંસા કરી હતી.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અદભૂત નજારો જોવા મળે છે. રોહિત શર્મા અને શુભમન ગીલના દરેક શોટને દર્શકો બિરદાવી રહ્યા છે. સ્ટેડિયમમાં તાળીઓનો ગડગડાટ ગુંજી રહ્યો છે. સાત ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 61 રન પર પહોંચી ગયો છે. રોહિત તેની અડધી સદીની ખૂબ નજીક છે.
6 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 58 રન થઈ ગયો છે. રોહિત શર્મા 22 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 45 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે શુભમન ગિલ 14 બોલમાં 11 રન બનાવીને રમતમાં છે.
રોહિત શર્માએ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ શરૂ કરી દીધો છે. 4 ઓવર પછી ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 38 રન છે. રોહિત શર્મા 27 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. રોહિતે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે.
રોહિત શર્મા એક અલગ જ તેવર સાથે મેદાન પર આવ્યો છે. બોલ્ટની બીજી ઓવરમાં રોહિત શર્માએ સિક્સર ફટકારી હતી. રોહિત શર્મા 16 રન બનાવીને રમી રહ્યો છે. ત્રણ ઓવર પછી ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 25 રન છે.
રોહિત શર્માએ બોલ્ટને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યુ છે. રોહિતે પ્રથમ ઓવરમાં જ 2 ચોગ્ગા ફટકાર્યા હતા. એક ઓવર પછી ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 10 રન છે.
ભારતીય ટીમની બેટિંગ શરૂ થઇ ચૂકી છે, આજે સેમિ ફાઇનલમાં ભારતીય ટીમની ટક્કર ન્યૂઝીલેન્ડ સામે થઇ રહી છે, મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત છે કે, વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલમાં પણ ભારત અને ન્યૂઝીલેન્ડની ટક્કર થઇ હતી, જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ઓવરના અંતે ટીમ ઇન્ડિયાનો સ્કૉર વિના વિકેટે 10 રને પહોંચ્યો છે, રોહિત શર્મા 10 રન અને ગીલ શૂન્ય રને ક્રિઝ પર છે.
ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ભારત માટે રાહતના સમાચાર છે. ભારતની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર થયો નથી. ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ 11માં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ભારતીય ટીમ આ વર્લ્ડકપમાં શાનદાર ફોર્મમાં છે. ભારતે લીગ તબક્કામાં તેની તમામ નવ મેચ જીતી હતી અને અજેય રહીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આખી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ માત્ર બે મેચમાં ફેરફાર સાથે ઉતરી છે. પ્રથમ મેચમાં રમનાર અશ્વિનની જગ્યાએ શાર્દુલને બીજી મેચમાં તક મળી હતી અને ચોથી મેચમાં હાર્દિક ઈજાગ્રસ્ત થયા બાદ શાર્દુલની જગ્યાએ મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્તના સ્થાને સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ભારતીય ટીમ ચોથી વખત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચવા પર નજર રાખી રહી છે. ટીમ ઈન્ડિયા 1983માં ચેમ્પિયન બની હતી. 2003માં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હાર્યો હતો. 2011માં શ્રીલંકાને હરાવીને વિજેતા બની હતી.
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, ટોમ લાથમ (વિકેટકીપર), માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન.
મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ હાઈ-સ્કૉરિંગ મેચો માટે જાણીતું છે. પિચ ટૂંકી બાઉન્ડ્રી લાઇન સાથે બેટિંગ માટે યોગ્ય છે, જે ચોગ્ગા અને છગ્ગાને સરળતાથી ફટકારવાની મંજૂરી આપે છે. જોકે, બોલિંગના પરિપ્રેક્ષ્યમાં પિચ સ્પિનરોને થોડી મદદ કરવા માટે જાણીતી છે, પરંતુ સ્પિન બોલરો માટે ટૂંકી બાઉન્ડ્રી સમસ્યા બની શકે છે. જો કે બીજી ઈનિંગમાં નવો બોલ ફાસ્ટ બોલરોને ખુબ મદદ કરે છે. આ કારણે ભારતે શ્રીલંકાને 55 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
આ પીચ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 261 રન છે. આ પિચ પર પ્રથમ બેટિંગ કરીને કુલ 14 મેચ જીતી છે અને 13 મેચ જીતી છે. વાનખેડે સ્ટેડિયમમાં સર્વોચ્ચ સ્કોર 438/4 છે, જે 2015માં યજમાન ભારત સામે દક્ષિણ આફ્રિકાએ બનાવ્યો હતો.
આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં જો વરસાદ અથવા અન્ય કોઈ કારણોસર રમત બંધ થાય છે, તો એમ્પાયર બંને દાવમાં ઓછામાં ઓછી 20 ઓવર રમીને ડકવર્થ-લૂઈસ નિયમ હેઠળ મેચનું પરિણામ નક્કી કરવાનો પ્રયાસ કરશે. જો આ પણ શક્ય ન બને તો આ મેચ રદ થઈ જશે અને ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી જશે, કારણ કે ભારતે ગ્રુપ સ્ટેજની તમામ મેચો જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ પાંચ જીત સાથે ચોથા સ્થાન પર છે.
રૉડ ટકર અને રિચર્ડ ઇલિંગવર્થ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ સેમિફાઇનલમાં ઓન-ફીલ્ડ એમ્પાયર તરીકે રહેશે, જ્યારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી અંતિમ ચાર મેચમાં નીતિન મેનન અને રિચર્ડ કેટલબ્રો ભૂમિકા ભજવશે.
ત્યારે કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હતો. જો કે, કોલકાતામાં યોજાયેલી આ મેચમાં દર્શકોએ હંગામો મચાવ્યો હતો, જેના કારણે મેચ રદ કરવામાં આવી હતી અને શ્રીલંકાને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. આ પછી 2003ના વર્લ્ડકપમાં સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં કેન્યાને 91 રનથી હરાવ્યું હતું. જોકે ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને 125 રનથી હરાવ્યું હતું. તે જ સમયે 2011 વર્લ્ડકપમાં, સેમિ ફાઇનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થયો હતો. એમએસ ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 29 રનથી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને બીજી વખત વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો.
આજે સેમિ ફાઇનલની પ્રથમ મેચ રમાશે. વર્લ્ડકપમાં ગ્રુપ રાઉન્ડની મેચો સમાપ્ત થઈ ગઈ છે અને પ્રથમ સેમિ ફાઈનલ આજે બુધવારે (15 નવેમ્બર) રમાશે. આ મેચમાં યજમાન ભારતને ન્યૂઝીલેન્ડનો પડકાર છે. બંને ટીમો ચાર વર્ષ બાદ ફરી એકવાર આ રાઉન્ડમાં સામસામે આવશે. છેલ્લી વખત 2019માં કીવી ટીમે કરોડો ભારતીયોના સપના તોડી નાખ્યા હતા અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ટીમ ઈન્ડિયા એ હારનો બદલો લેવા ઉતરશે. તેની નજર 2011 બાદ ફાઇનલમાં પહોંચવા પર છે.
આજે સેમિ ફાઇનલની પ્રથમ મેચ રમાશે. વર્લ્ડકપમાં ગ્રુપ રાઉન્ડની મેચો સમાપ્ત થઈ ગઈ છે અને પ્રથમ સેમિ ફાઈનલ આજે બુધવારે (15 નવેમ્બર) રમાશે. આ મેચમાં યજમાન ભારતને ન્યૂઝીલેન્ડનો પડકાર છે. બંને ટીમો ચાર વર્ષ બાદ ફરી એકવાર આ રાઉન્ડમાં સામસામે આવશે. છેલ્લી વખત 2019માં કીવી ટીમે કરોડો ભારતીયોના સપના તોડી નાખ્યા હતા અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ટીમ ઈન્ડિયા એ હારનો બદલો લેવા ઉતરશે. તેની નજર 2011 બાદ ફાઇનલમાં પહોંચવા પર છે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs NZ Semi Final LIVE Score: આજે સેમિ ફાઇનલની પ્રથમ મેચ રમાશે. વર્લ્ડકપમાં ગ્રુપ રાઉન્ડની મેચો સમાપ્ત થઈ ગઈ છે અને પ્રથમ સેમિ ફાઈનલ આજે બુધવારે (15 નવેમ્બર) રમાશે. આ મેચમાં યજમાન ભારતને ન્યૂઝીલેન્ડનો પડકાર છે. બંને ટીમો ચાર વર્ષ બાદ ફરી એકવાર આ રાઉન્ડમાં સામસામે આવશે. છેલ્લી વખત 2019માં કીવી ટીમે કરોડો ભારતીયોના સપના તોડી નાખ્યા હતા અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ટીમ ઈન્ડિયા એ હારનો બદલો લેવા ઉતરશે. તેની નજર 2011 બાદ ફાઇનલમાં પહોંચવા પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -