India Vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં આજે વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે, આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ફરી એકવાર કીવી બૉલરોની જબરદસ્ત રીતે ધૂલાઇ કરી નાંખી હતી. આઇસીસી વનડે વર્લ્ડકપ 2023ની તમામ મેચો અત્યારે ભારતમાં ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર ફ્રીમાં બતાવવામાં આવી રહી છે. આજની મેચમાં ડિઝ્ની પ્લસ હૉટસ્ટારની ઓનલાઇન સ્ટ્રીમિંગમાં એક મોટો રેકોર્ડ બની ગયો છે, આજની મેચમાં ભારતીય ટીમની બેટિંગ દરમિયાન 50 મિલિયન યૂઝર્સ ઓનલાઇન મેચ જોઇ રહ્યાં હતા, જે એક મોટો રેકોર્ડ છે.
Disney ની વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ Disney+ Hotstar એ 15 નવેમ્બરના રોજ નવો ગ્લૉબલ લાઈવ સ્ટ્રીમિંગ વ્યૂઅરશિપ રેકોર્ડ બનાવ્યો છે, કારણ કે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ ICC વનડે વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે પોતાની 50મી વનડે સદી ફટકારી હતી.
ડિઝની+ હૉટસ્ટારે આજે 50 મિલિયન વ્યૂઅરશીપ સાથે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા ડિઝની+ હૉટસ્ટારનો જુનો રેકોર્ડ 44 મિલિયન વ્યૂઅરશીપનો હતો, જે 5 નવેમ્બરે ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ દરમિયાન બન્યો હતો. આજના રેકોર્ડે આગળના તમામ રેકોર્ડને ધરાશાયી કરી દીધા છે.
ડિઝની+ હૉટસ્ટાર ભારતમાં બૂમિંગ સ્ટ્રીમિંગ લેન્ડસ્કેપમાં હાલમાં માર્કેટમાં એક મોટી લીડર કંપની છે, જે છેલ્લા એક મહિનાથી બેક ટૂ બેક રેકોર્ડ સ્થાપિત કરી રહી છે.
ભારતમાં મોબાઇલ યૂઝર્સને ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ અને હાલમાં જ પૂરા થયેલા એશિયા કપની ફ્રી એડ-સપોર્ટેડ સ્ટ્રીમિંગ ઓફર કરીને આ સફળતાને પ્રોત્સાહન આપી રહી છે. આ વર્ષની શરૂઆતમાં ડિઝની+ હૉટસ્ટારની હરીફ સર્વિસ JioCinemaએ IPL ટૂર્નામેન્ટને યૂઝર્સ માટે ફ્રી સ્ટ્રીમ આપ્યુ હતુ.