Cricket Crazy: આજથી ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલન્ડ સામે T20 શ્રેણી શરૂ થવા જઈ રહી છે. આ વખતે ટીમ ઈન્ડિયાની T20નું સુકાન હાર્દિક પંડ્યાને સોપવામાં આવ્યું છે. ટીમમાં અનેક યુવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ખાસ કરીને  અનેક એવા બેટ્સમેનો છે જેઓ અત્યાર સુધીમાં ઈન્ટરનેશનલ મેચો ખુબ જ ઓછી રમ્યા છે. તેમના માટે આ શ્રેણી ખુબ જ મહત્વની સાબિત થશે. 


આ ખેલાડીઓમાં સંજુ સેમસન અને ઈશાન કિશનનો સમાવેશ થાય છે. આ બંને ખેલાડીઓ માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરો યા મરોની સ્થિતિ જેવો રહેશે. 


સેમસન માટે સોનેરી તક


28 વર્ષના સંજુ સેમસને 2015માં જ ટી20 ઈન્ટરનેશનલક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. પરંતુ ફરી વાર તેને  T20i રમવામાં લગભગ 5 વર્ષની રાહ જોવી પડી હતી. T20 ફોર્મેટનો શાનદાર ખેલાડી માનવામાં આવતા સેમસને અત્યાર સુધીમાં માત્ર 16 જ T20 મેચો રમી છે. હંમેશા સેમસનને પ્રાથમિકતા મળી છે. જો કે સેમસન હજી પણ ટીમની રડારમાંથી બહાર નથી. 2024માં યોજાનારા T20વર્લ્ડકપની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. હવે આગામી વર્લ્ડકપમાં રમવા માટે સેમસને આ શ્રેણીમાં સાત્યતાપૂર્ણ પ્રદર્શન કરવું અનિવાર્ય રહેશે. 


કિશન બની શકે છે ઓપનિંગ વિકલ્પ 


T20 ક્રિકેટમાં રોહિત શર્માનું ભવિષ્ય  લગભગ લાંબુ નથી માનવામાં આવી રહ્યું. જો રોહિતની જગ્યા થાય તો અનેક ખેલાડીઓ આ સ્થાન માટે હરિફાઈમાં છે.  પરંતુ ઈશાન કિસન માટે આ કામ થોડુ સરળ રહી શકે છે. કિશને સતત તકો આપવામાં આવી રહી છે. હવે તેન્યૂઝિલેન્ડ પ્રવાસમાં સારૂ પ્રદર્શન કરે તો ટીમમાં પોતાનું સ્થાન પાક્કુ કરવાનો દાવો કરી શકે છે. ભારતીય ટીમમાં સ્થાન પામવું એ હવે સ્પર્ધાત્મક છે કે, જો કોઈ ખેલાડી એકવાર ટીમ મેનેમેન્ટના રડારમાંથી બહાર થાય તો પછી તેનું કમબેક ખુબ જ મુશ્કેલ બની જાય છે.  


ન્યુઝીલેન્ડ સામેની ભારતની T20I ટીમઃ


ભારતીય ટીમ - હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), સુંદર, યુઝવેન્દ્ર ચહલ , કુલદીપ યાદવ , અર્શદીપ સિંહ , હર્ષલ પટેલ , મોહમ્મદ. સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.


ક્યારે રમાશે વન ડે અને ટી20 સિરીઝઃ


ભારત અને ન્યૂઝીલેન્ડની આ બંને સિરીઝની શરુઆત 18 નવેમ્બરથી થશે જ્યાં આ પ્રથમ ટી20 સિરીઝ શરુ થશે. 18 નવેમ્બરે પ્રથમ ટી20, 20 નવેમ્બરે બીજી ટી20 અને 22 નવેમ્બરે ત્રીજી ટી20 મેચ રમાશે. ત્યાર બાદ 25 નવેમ્બરે વનડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. જ્યારે 27 નવેમ્બરે બીજી વન ડે મેચ અને 30 નવેમ્બરના રોજ વનડે સિરીઝની અંતિમ મેચ રમાશે.