અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની

  2022ની સીઝનમાં પહેલી વાર રમનારી  અમદાવાદની ટીમે ત્રણ ખેલાડીને પસંદ કર્યા છે. અમદાવાદની ટીમે મુંબઈ ઈન્ડિયન્સે છૂટા કરેલા હાર્દિક પંડ્યાને ટીમમાં લીધો છે. આ સિવાય રાશિદ ખાન અને શુભમન ગિલને પણ ટીમમાં લીધા છે. 22 જાન્યુઆરી સુધીમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની  બે નવી ટીમ અમદાવાદ અને લખનઉએ ત્રણ-ત્રણ ખેલાડી રિટેન કરવાના હતા.


રસપ્રદ વાત એ છે કે, હાર્દિક પંડ્યાને 15 કરોડ રૂપિયામાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની  2022ની સીઝનમાં પહેલી વાર રમનારી  અમદાવાદની ટીમે ખરીદ્યો છે. જાણીતી ક્રિકેટ વેબસાઈટ espncricinfoના રિપોર્ટ્સ મુજબ હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની  2022ની સીઝનમાં પહેલી વાર રમનારી  અમદાવાદની ટીમનો કેપ્ટન પણ હશે. રાશિદ ખાનને પણ હાર્દિક પંડ્યા જેટલા જ 15 કરોડ રૂપિયા આપીને ખરીદાયો છે.


ભારતીય ટીમમાં ઓપનર તરીકે રમી ચૂકેલા શુભમન ગિલને સાત કરોડ મળશે. શુભમન ગિલ સુપરસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાના બોયફ્રેન્ડ તરીકે જાણીતો છે.


અમદાવાદ ટીમે કોચિંગ સ્ટાફની પસંદગી પણ કરી લીધી છે. ટીમના મુખ્ય કોચ આશિષ નેહરા હશે. ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકી ટીમના ડાયરેક્ટર હશે. ભારતીય ટીમના પૂર્વ કોચ ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર હશે. આ પહેલાં હાર્દિક પંડ્યા, મુંબઈ ઈન્ડિયન્સમાં, રાશિદ ખાન સનરાઈઝર્સ હૈદરાબાદમાં અને શુભમન ગિલ કોલકાતા નાઈટ રાઈડર્સમાં રમતા હતા.


IPLમાં અમદાવાદની ટીમને CVC ગ્રુપે 5625 કરોડ રૂપિયામાં ખરીદી હતી. CVC ગ્રુપે અમદાવાદની ટીમને ખરીદી તેના કારણે વિવાદ પણ સર્જાયો હતો કારણ કે CVC ગ્રુપે કેટલીક બેટિંગ કંપનીમાં રોકાણ કર્યું છે. આ અંગે BCCIએ કમિટી બનાવી હતી અને શું નિર્ણય લેવો તે નક્કી કરવાની કામગીરી સોંપી હતી. તેના કારણે  ટીમના ભવિષ્ય તથા આ ડીલ સામે સવાલો ઊભા થયા હતા. જો કે BCCIએ આ સોદાને ગ્રીન સિગ્નલ આપી દીધું છે તેથી હવે CVC ગ્રુપ જ અમદાવાદનું માલિક હશે. 


IPLમાં પહેલી વાર રમનારી અમદાવાદની ટીમે 15 કરોડ આપીને આ ગુજરાતી ક્રિકેટરને બનાવ્યો કેપ્ટન, જાણો કેમ કરાઈ પસંદગી ?